બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Look at the farmers! SEBI's red there to Jiru's big broker in Rajkot yard

દાળમાં કાળું છે.! / ખેડૂતો જોઈ લેજો.! રાજકોટ યાર્ડના જીરૂના મોટા બ્રોકરને ત્યાં SEBIની રેડ, જીરુંના ભાવ ઓલટાઈમ હાઇ થતાં સટ્ટો અને સિન્ડિકેટ બન્યાની શંકા

Vishal Khamar

Last Updated: 10:37 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ માર્કેટયાર્ડનાં જીરૂનાં મોટા બ્રોકરને ત્યાં અચાનક સેબીનાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે દરોડામાં મોટી હકીકતો સામે આવવાની શક્યતાઓ છે.

  • રાજકોટ યાર્ડના જીરૂના મોટા બ્રોકરને ત્યાં સેબીના દરોડા
  • ધીરૂ દાસાને ત્યાં સેબીના અધિકારીઓએ શરૂ કરી તપાસ 
  • અન્ય 3 એક્સપોર્ટર્સ ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી

રાજકોટ યાર્ડનાં જીરૂનાં મોટા બ્રોકરને ત્યાં સેબીનાં દરોડા પડ્યા છે. ત્યારે ધીરૂદાસાને ત્યાં સેબીનાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.  તેમજ અન્ય 3 એક્સપોર્ટર્સને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અયોધ્યા ચોકની ટાઈમ સ્કવેર બિલ્ડિંગમાં અલગ-અલગ ટીમે તપાસ શરૂ કરી છે. 

ટાઇમ સ્કવેર બિલ્ડિંગમાં અલગ-અલગ ટીમે કરી તપાસ 

સતત વધતા જીરૂના ભાવને કારણે સેબી થયું સક્રિય
સૌરાષ્ટ્રનાં વેપારીઓ, ખેડૂતો અને એક્સપોર્ટર્સમાં ચર્ચા જાગી છે. જેમાં 150 ફૂંટ રિંગ રોડ બિલ્ડિંગમાં ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  ત્યારે એક્સપોર્ટર વેપારી તથા અન્ય બે મોટા બ્રોકર કે ટ્રેડર્સને ત્યાં સેબીએ તપાસ હાથ ધરી છે. ત્યારે તપાસમાં હજુ પણ મોટી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે. સતત વધતા જીરૂનાં ભાવને કારણે સેબી સક્રિય થયું છે. જીરૂનાં ભાવ રૂપિયા 8 હજારની સપાટીએ પહોંચતા સટ્ટો અને સિન્ડિકેટ બન્યાની શંકાનાં આધારે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ