ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / lok-sabha-elections-2019-congress-b-k-hariprasad-controversial-statement-modi-imran-fixed-pulwama

NULL / પુલવામા હુમલા પાછળ મોદી-ઇમરાનની મેચ ફિક્સિંગ, કોંગ્રેસનાં આ નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Published By: vtvAdmin

Last Updated: 10:34 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પુલવામા હુમલાને લઇને કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે એક મોટો વિવાદાસ્પદ ખુલાસો કર્યો છે. હરિપ્રસાદે કહ્યું કે, 'પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચે મેચ ફિક્સિંગ થયેલ છે. આ હુમલો બંનેની મિલિભગત વગર શક્ય નથી. પીએમ મોદીએ આ હુમલા મુદ્દે જરૂરથી ખુલાસો આપવો જોઇએ.

આ પહેલાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ આ ઘટનાને 'દુર્ઘટના' જણાવીને મોટો વિવાદ ઉભો કર્યો છે. આ જ પ્રકારનાં નિવેદનો બાદ પ્રધાનમંત્રી મોદીએ મંગળવારનાં રોજ એક ચૂંટણીલક્ષી રેલીમાં કહ્યું હતું કે વિપક્ષનાં કેટલાંક નેતા પાકિસ્તાનનાં 'પોસ્ટર બોય' બની ગયાં છે.

ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસો પહેલાં પુલવામામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 42થી પણ વધુ જવાનો શહિદ થયાં હતાં. જ્યારે 40થી વધુ જવાન ઇજાગ્રસ્ત થયાં હતાં. આ હુમલાની જવાબદારી પણ જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જો કે આ હુમલાને લઇને સરકાર એક્શન મોડમાં આવતા સરકારે પાકિસ્તાનનાં બાલાકોટમાં એર સ્ટ્રાઇક પર કરાવી હતી. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હોવાનાં પણ સમાચાર મળ્યાં છે.

42થી વધુ જવાનો શહીદઃ
આ હુમલામાં CRPFનાં 40 અને ROPનાં 2 જવાન શહીદ થયાં હતાં. જ્યારે 40થી વધુ જવાનો શહીદ થયાં હતાં. ઘણા લાંબા સમય બાદ આતંકવાદીએ આ આત્મઘાતી હુમલા દ્વારા સુરક્ષાદળો પર મોટા હુમલાને અંજામ આપ્યો હતો.

CRPF 92, 17 અને 54 બટાલિયનનાં 44 જવાનો સવાર હતાં:
પોલીસ અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, આ હુમલામાં 42 અર્ધસૈનિક દળનાં જવાનો શહીદ થયાં છે અને બે અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયાં હતાં. ઇજાગ્રસ્ત જવાનોને સેનાની 92 બેસ હોસ્પિટલ શ્રીનગર બાદામીબાગમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એ વખતે CRPF અધિકારીએ પણ કહ્યું હતું કે, CRPF 92, 17 અને 54 બટાલિયનનાં 44 જવાનો બસમાં સવાર હતાં.

ઉરી કરતા પણ કરાયો હતો મોટો હુમલોઃ
આ હુમલો ઉરી કરતા પણ મોટો હુમલો કહેવાય છે. મહત્વનું છે કે ઉરી હુમલામાં 19 જવાનો શહીદ થયાં હતાં. જ્યારે આ પુલવામા હુમલામાં 42થી વધુ જવાનો શહીદ થયાં છે. સેનાનો આ કાફલો શ્રીનગર-જમ્મૂ હાઇવેથી થઇને જઇ રહ્યો હતો. કેમ કે આ એક માત્ર હાઇવે છે, જે કાશ્મીર ઘાટીને દેશનાં બાકીનાં ભાગોથી જોડે છે. ભારે બરફ વર્ષાનાં કારણે 7 દિવસો બાદ 13 ફેબ્રુઆરીએ આ રાજમાર્ગ પર અવરજવર ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ