બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / Lok Sabha Election 2024 Telangana BJP Leader ap jithender reddy Joins Congress

લોકસભા ચૂંટણી 2024 / Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસમાં જોડાયા ભાજપના આ દિગ્ગજ નેતા

Arohi

Last Updated: 08:47 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Telangana BJP Leader Joins Congress: તેલંગાણા BJP નેતા એપી જીતેન્દ્ર રેડ્ડી શુક્રવારે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની હાજરીમાં કોંગ્રેસમાં શામેલ થયા છે.

ઈલેક્શન કમીશન  આજે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરવાનું છે. ત્યાં જ નેતાઓનો રાજનીતિક પક્ષનો ખેલ ચાલી રહ્યો છે. તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપતા પૂર્વ સાંસદ એપી જીતેન્દ્ર રેડ્ડી શુક્રવારે કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે. 

મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કોંગ્રેસ પ્રભારી દીપાદાસ મુંશીએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું. કોંગ્રેસમાં શામેલ થયા બાદ સીએમ રેવંત રેડ્ડીએ જીતેન્દ્ર રેડ્ડીને નવી દિલ્હીમાં તેલંગાણા સરકારનું ખાસ પ્રતિનિધિ અને ખેલ મામલાનું સલાહકાર નિયુક્ત કર્યું છે. આ વાતની જાણકારી મુખ્યમંત્રી કાર્યાલયની તરફથી આપવામાં આવી છે. 

BJP અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલી ચિઠ્ઠીમાં જિતેન્દ્ર રેડ્ડીએ શું કહ્યું? 
પાર્ટીથી રાજીનામુ આપતા જીતેન્દ્ર રેડ્ડીએ અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલી ચિઠ્ઠીમાં તેમણે જણાવ્યું, "BJPના રાષ્ટ્રીય નેતૃત્વનો હું આભાર વ્યક્ત કરૂ છું. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રભાવશાળી નેતૃત્વમાં બધી આબાદીની વચ્ચે ખૂબ જ વિકાસ થયો. ગૃહમંત્રી અમિત શાહે વૈશ્વિક પડકારની વચ્ચે આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે અને હું સંપૂર્ણ નેતૃત્વનો આભાર વ્યક્ત કરવા માંગું છું." 

વધુ વાંચો: 'ભાજપને 6,000 કરોડ મળ્યાં? 14,000 કરોડ ક્યાં ગયા'? ઈલેક્ટોરિયલ બોન્ડ્સ પર અમિત શાહ

તેમણે આગળ કહ્યું, "મને નેશનલ એક્ઝિક્યુટિવ સદસ્ય બનાવીને પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મુક્યો તેનું મેં સંપૂર્ણ જવાબદારી સાથે નિર્વહન કર્યું. તે 2019ની લોકસભા ચૂંટણી હોય કે પછી પેટા ચૂંટણી, જીએમએચસી ચૂંટણી કે પછી વિધાનસભા ચૂંટણી, તેલંગાણામાં બંદી સંજય ગારૂએ વિકાસ કાર્ય ચાલું રાખ્યા અને બીજેપીને નવી ઉંચાઈઓ પર પહોંચાડી. પાર્ટી રાજ્યમાં ઉભરી રહી છે અને લોકો સુધી વિકાસના સંદેશ પણ પહોંચાડી રહી છે. "

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ