બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / amit shah on cancellation of electoral bonds says black money will be returned supreme court order

ચૂંટણી 2024 / 'ભાજપને 6,000 કરોડ મળ્યાં? 14,000 કરોડ ક્યાં ગયા'? ઈલેક્ટોરિયલ બોન્ડ્સ પર અમિત શાહ

Dinesh

Last Updated: 10:26 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024: કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડ કાળા નાણાને ખતમ કરવા રજૂ કર્યો હતો, હવે જ્યારે આ યોજના રદ્દ કરવામાં આવી છે, ત્યારે કાળું નાણું પરત લાવવાની ચિંતા રહેશે

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ્દ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડ કાળા નાણાને ખતમ કરવા રજૂ કર્યો હતો. એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલના કોન્ક્લેવમાં અમિત શાહે કહ્યું હતું કે, હવે જ્યારે આ યોજના રદ્દ કરવામાં આવી છે, ત્યારે કાળું નાણું પરત લાવવાની ચિંતા રહેશે. નોંધનીય છે કે 2018માં શરૂ કરાયેલી કેન્દ્ર સરકારની આ યોજનાને ગયા મહિને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધી હતી. અમિત શાહે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ પર ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ ચૂંટણી બોન્ડ યોજના પર ચર્ચા કરવા તૈયાર છીએ. 

અમિત શાહ 30મીએ આવશે ગુજરાતના આંગણે: રૂ. 1700 કરોડના વિકાસકાર્યોનું કરશે  ખાતમુહૂર્ત | Union Home Minister Amit Shah will visit Gujarat again

ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે અમિત શાહનું નિવેદન
અમિત શાહે કહ્યું હતું કે આ યોજના લાગુ કરવામાં આવી તે પહેલાં પાર્ટીઓને દાન રોકડમાં આપવામાં આવતું હતું. પરંતુ આ યોજના લાગુ થયા પછી ભારતીય રિઝર્વ બેંકે કંપનીઓ અથવા વ્યક્તિઓને પક્ષકારોને દાન આપવા માટે બોન્ડ ખરીદવાની મંજૂરી આપી હતી, એટલે ચેક જમા કરાવવાનો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, એવી ધારણા છે કે ભાજપને ચૂંટણી બોન્ડ યોજનાથી ફાયદો થયો કારણ કે તે સત્તામાં છે. રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે આ વિશ્વનું સૌથી મોટું વસૂલી રેકેટ છે. ખબર નહી આ વાતો તેમના માટે કોણ લખે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીને પૂછ્યું કે ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા લગભગ 6,000 કરોડ રૂપિયા મળ્યા. બોન્ડની કુલ રકમ 20,000 કરોડ રૂપિયા હતી. જેમાં તમામ પક્ષોનો હિસ્સો હતો. તો 14,000 રૂપિયાના બોન્ડ ક્યાં ગયા? અમિત શાહે પોતાના નિવેદનમાં અન્ય પક્ષોના ખાતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે ચૂંટણી બોન્ડ દ્વારા તૃણમૂલ કોંગ્રેસને રૂ. 1600 કરોડ, કોંગ્રેસને રૂ. 1400 કરોડ, ભારત રાષ્ટ્ર સમિતિને રૂ. 1200 કરોડ, BJDને રૂ. 775 કરોડ અને ડીએમકેને રૂ. 649 કરોડ મળ્યા છે.

વાંચવા જેવું:  'સાબરમતીને ગંદી કરી તો હવે ખૈર નહીં', ગુજરાત હાઈકોર્ટે GPCB-AMCને ફટકાર લગાવી

રાહુલ ગાંધીના પ્રહાર
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડના ડેટાથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી ઈલેક્ટરો બોન્ડના નામે દુનિયાનું સૌથી મોટું રેકેટ ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ઈલેક્ટોરલ બોન્ડના નામે દુનિયાનું સૌથી મોટું વસૂલી રેકેટ ચલાવી રહ્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષમલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી બોન્ડ યોજનાને બળજબરીથી નાણાંની લૂંટ અને લોકશાહીને નષ્ટ કરવાની નીતિ ગણાવી હતી અને કહ્યું હતું કે આ એક મોટું કૌભાંડ છે અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ