બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / lockdown akshaya tritiya 2020 date and time online gold purchase offers discount

અખાત્રીજ / 1 રૂપિયામાં સોનું ખરીદવાની તક, ઘરે બેઠા મળી રહી છે આ ઑફર

Published By: Krupa

Last Updated: 10:35 PM, 25 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીના કારણે દેશભરમાં 3 મે સુઘી લૉકડાઉન લાગૂ છે. આ દરમિયાન લોકો પોતાના ઘરમાં બંધ છે. આ વચ્ચે રવિવાર એટલે કે 26 એપ્રિલને અક્ષય તૃતીયા છે. આ દિવસે સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

  • રવિવાર એટલે કે 26 એપ્રિલને અક્ષય તૃતીયા છે
  • આ દિવસે સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે
  • ઑનલાઇન સોનું ખરીદી તમે માત્ર 1 રૂપિયામાં પણ કરી શકો છો

મોટાભાગે લોકો દર વર્ષે જ્વેલરીની શૉપ પર જઇને ખરીદારી કરતા હતા પરંતુ આ વખતે લૉકડાઉનના કારણે દુકાન બંધ છે. એવામાં તમારે નારાજ થવાની જરૂર નથી. તમે ઇચ્છો તો તમે ઘરે બેસીને ઑનલાઇન સોનું ખરીદી શકો છો. રસપ્રદ વાત એ છે કે ઑનલાઇન સોનું ખરીદી તમે માત્ર 1 રૂપિયામાં પણ કરી શકો છો. ચલો તો તમને કેટલીક ઑનલાઇ ઑફર્સ માટે જણાવીએ છીએ. 

તમે પેટીએમના ડિજીટલ ગોલ્ડને ખરીદી શકો છો. 0.0005 ગ્રામથી લઇને મોટાભાગે 50 ગ્રામ સોનું ખરીદવાની તક છે. મહત્વની વાત એ છે કે 0.0005 ગ્રામના સોનાને 1 રૂપિયામાં ખરીદી શકાય છે. એમાં ટેક્સ સહિત અન્ય ચાર્જીસ સામેલ નથી. 

એવામાં તમે જો ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો એક વખત પેટીએમની વેબસાઇટ અથવા એપ પર જઇને તમામ શર્તોની જાણકારી લઇ લો, કંપનીનો દાવો છે કે આ પ્લેટફોર્મ પર વેચાતુ સોનું 24 કેરેટ 999.9 શુદ્ધતા વાળું હોય છે. આ સોનાને તમે પેટીએમને ડિજીટલ લૉકરમાં પણ રાખી શકો છો. 

આ રીતે Phonepe પણ 1 રૂપિયાથી ખરીદવાની તક આપી રહી છે. જો કે એને વેચવા માટે વ્યક્તિની પાસે ઓછામાં ઓછા 5 રૂપિયાનું સોનું હોવું જરૂરી છે. એને એક દિવસમાં ખરીદ્યું અને વેચી શકાય છે. 

આ ઉપરાંત ટાટાની જ્વેલરી બ્રાન્ડ Tanishq થી ઑનલાઇન સોનું ખરીદી શકો છો. તો Malabar Gold & Diamonds પણ અખાત્રીજ પર ઑનલાઇન ઑફર લઇને આવ્યું છે. 

ગોલ્ડ મેકિંગ ચાર્જિજ પર 30 ટકા સુધીની છૂટ મળી રહી છે. આ કારણે, કલ્યાણ જ્વેલર્સ પોતાની ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા ગોલ્ડ ઑનરશિપ સર્ટિફિકેટ બેચ રહ્યું છે. 

એક અનુમાન પ્રમાણે અખાત્રીજ પહેલા ઑનલાઇન સોના ખરીદદારીમાં 8 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. Augmontના ડાયરેક્ટર સચિન કોઠારી પ્રમાણે સોનાની ખરીદદારી પર લૉકડાઉનનો કોઇ ખાસ પ્રભાવ પડ્યો નથી. આવનારા દિવસોમાં લોકોનું પરિણામ ડિજીટલ ગોલ્ડ ખરીદદારી તરફ વધી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Tritiya business lockdown અક્ષય તૃતીયા અખાત્રીજ ગોલ્ડ સોનું Akhatrij

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ