બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / little girl amazing dance on dance meri rani song video-goes-viral

સુંદર ડાન્સ / 'Dance Meri Rani' ના ગીત પર નાની બાળકીએ કર્યો અદભૂત ડાન્સ, VIDEO જોઈ તમે પણ થશો દીવાના

Premal

Last Updated: 07:00 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂ રંધાવા અને નોરા ફતેહીનુ નવુ ગીત ડાન્સ મેરી રાની તો તમે સાંભળ્યું જ હશે. આ ફક્ત દેશમાં નહીં, પરંતુ આખી દુનિયામાં પ્રખ્યાત થઇ ગયુ છે. સોશિયલ મીડિયામાં આ ગીત છવાયેલુ છે. લોકોને આ ગીતના બોલ પસંદ આવી રહ્યાં છે. આ ઉપરાંત ગીતનો ડાન્સ લોકોના મગજ પર છવાઈ ગયો છે.

  • 'ડાન્સ મેરી રાની'ના ગીત પર નાની બાળકીએ અદભૂત ડાન્સ કર્યો
  • ડાન્સમાં બાળકીની હસીન અદાઓ એકદમ કિલર
  • ઈન્ટરનેટમાં આ વીડિયો ઝડપથી થઇ રહ્યો છે વાયરલ

'Dance Meri Rani' ના ગીત પર નાની બાળાએ કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા યુઝર્સ આ ગીત પર સારા વીડિયો અને રીલ્સ બનાવી રહ્યાં છે. જે લોકોને પણ ખૂબ પસંદ આવી રહ્યાં છે. આ ગીત પર એક નાની દીકરી સરસ ડાન્સ કરી રહી છે. ઈન્ટરનેટમાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકી એકદમ પરફેક્ટ ડાન્સ સ્ટેપ કરી રહી છે, જે ખરેખર ઓરીજનલ ગીતના ડાન્સમાં છે. સૌથી ખાસ વાત એ છે કે નાની ઉંમરમાં જ બાળકીએ જે પ્રકારનો ડાન્સ કર્યો છે, તેને જોઈને એવુ જરા પણ લાગતુ નથી કે તે નાની બાળકી છે. પરંતુ તેનો ડાન્સ તો મોટી મોટી મહિલાઓને હંફાવી નાખે તેવો છે. 

આ વીડિયોને 40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો

બાળકીની હસીન અદાઓ પણ એકદમ કિલર છે અને તે ડાન્સમાં વધુ અસર કરે છે. કોઈ પણ ગીત પર ડાન્સ ત્યારે જ સારો  લાગે છે જ્યારે ડાન્સના સ્ટેપની સાથે-સાથે અદા પણ કાતિલ હોય અને નાની દીકરીએ 'ડાન્સ મેરી રાની'ના ગીત પર આ કરી બતાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ શાનદાર વીડિયોને geetbaggaa નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 4 મિલિયન એટલેકે 40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 3 લાખ 67 હજારથી પણ વધુ લોકોએ વીડિયોને લાઇક પણ કર્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ