Like Switzerland, India will now have an ice city, the Modi government is making a big plan
પર્યટન /
સ્વિટઝર્લેન્ડની જેમ હવે ભારતમાં પણ બનશે બરફનું શહેર, મોદી સરકાર બનાવી રહી છે મોટો પ્લાન
Team VTV01:24 AM, 19 Dec 20
| Updated: 01:28 AM, 19 Dec 20
કોરોના સમયગાળામાં, ભારતની અર્થવ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થયું છે અને ભારત આ નુકસાનથી બેઠા થવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના તણાવની શરૂઆત થઈ ત્યારથી ભારતે હિમાલય સુધી પહોંચવા માટે ઝડપથી રસ્તાઓ અને ટનલ બનાવી છે. હવે આ પ્રોજેક્ટને પર્યટન સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારતમાં દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્નો સિટી બનાવવાની યોજના છે.
ભારતમાં બની શકે છે બરફનું શહેર
મોદી સરકાર બનાવી રહી છે યોજના
ચીન સરહદે ટનલની પાસે બનશે આ શહેર
તમે જોજિલા પાસનું નામ સાંભળ્યું જ હશે. જમ્મુ-કાશ્મીરના કારગિલમાં આવતા આ પર્વત પર વર્ષના નવ મહિના સુધી જઈ પણ નથી શકાતું, જ્યારે તે બરફની જાડા ચાદરથી ઢંકાયેલ હોય ત્યારે ત્યાં જવાનું વિચારવું પણ અઘરું બની જાય છે. જો કે, દરેક વ્યક્તિ બરફની આ દિવાલો વચ્ચેથી પસાર થવાની અને સફેદ પર્વત શિખરો જોવાની ઇચ્છા રાખે છે. દરેક વ્યક્તિ પ્રકૃતિના આ અદ્રશ્ય સ્વરૂપને જોવા માંગે છે.
પ્રવાસન અને રોજગારને વેગ મળશે
અત્યાર સુધી લોકો તેમનો આ શોખ બોલિવૂડ ફિલ્મો કે કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં જઈને પૂરા કરતા હોય છે, પરંતુ હવે આ પ્રકારના મુસાફરો માટે કેન્દ્ર સરકાર વધુ એક સારું પર્યટન સ્થળ બનાવવાની યોજનાઅ પર વિચાર કરી રહી છે. કારગિલના ઝોજિલા પાસથી લેહ જોડ મોર સુધીના 19 કિલોમીટરના અંતરે બરફનું એક શહેર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.
આ શહેર સ્વિટજરલેન્ડના દાવોસની જેમ બનશે
આ શહેર એવી જગ્યાએ હશે જ્યાં ઠંડીમાં ત્રણથી ચાર મીટર સુધી બરફ હોય. અહીં સ્વિસ એન્જિનિયરની મદદથી શહેર સ્થાપવાની યોજના છે, જે 50 હજારથી વધુ યુવાનોને રોજગાર આપશે અને વિશ્વભરમાંથી પર્યટકોને આકર્ષિત કરશે. હિમાલયની 2410 કિલોમીટર લાંબી પર્વતમાળા છે, જેનો મોટો ભાગ મોટાભાગના લોકો માટે અદ્રશ્ય છે અને આ અદ્રશ્ય ભાગનો એક ભાગ સ્વિટ્ઝર્લન્ડના દાવોસની તુલનાએ વિકસિત કરવાનો નિર્ણય ભારત સરકારે લીધો છે.
શું છે દાવોસ ?
દાવોસ વસાર નદીના કિનારે આવેલું સ્વિટજરલેન્ડનું એક ખૂબ જ સુંદર શહેર છે. જ્યાં પારો મોટા ભાગે માઈનસમાં રહે છે અને સ્વિસ આલ્પ્સ પર્વતમાળાની બંને પ્લાકોર અને અલ્બ્યુલા રેન્જ શહેરની બંને બાજુએ જોવા મળી રહી છે. એવું કહેવામાં આવે છે કે તે યુરોપનું સૌથી ઉંચું શહેર છે, જે સ્વર્ગમાં જતા પહેલાનું શહેર છે, પરંતુ 28 હજાર પ્રવાસીઓના આવાસથી આ શહેર સ્વિસ સ્વર્ગ બની ગયું છે, હવે આવું જ એક નવું શહેર ભારતમાં પણ બનશે જેનાથી પર્યટન વધશે અને રોજગાર પણ મળશે.