બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરે બેઠા સરળતાથી ફાઈલ કરો ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

તમારા કામનું / ઘરે બેઠા સરળતાથી ફાઈલ કરો ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

Last Updated: 09:55 PM, 9 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવકવેરા વિભાગ દ્વારા એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ITR દાખલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ અંગે વિભાગ પહેલેથી જ માહિતી આપી ચૂક્યો છે. જો તમે ઘરે બેસીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા ઇચ્છો છો, તો ચાલો ITR ફાઇલિંગ માટેની પ્રક્રિયા જાણીએ.

તાજેતરમાં આવકવેરા વિભાગે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈમાંથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરી છે. આવકવેરા અધિનિયમ 1961 મુજબ, જેમની વાર્ષિક આવક મૂળ મુક્તિ મર્યાદા કરતાં વધુ છે, તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી ફરજિયાત છે. એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ITR ફાઇલિંગ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. ઘરે બેઠા કેવી રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકાય? પગારદાર વર્ગ માટે આ પ્રક્રિયા ક્યારથી શરૂ થશે? ચાલો વિગતવાર જાણીએ.

પગારદાર વર્ગને થોડી રાહ જોવી પડશે

આવકવેરા વિભાગ તરફથી ITR ફોર્મ અને સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવાઈ છે, પણ પગારદાર વર્ગને હજી થોડી રાહ જોવી પડશે. 15 જૂન 2025 થી પગારદાર વર્ગ માટે રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. હકીકત એ છે કે, આ તારીખ પછી જ નોકરી કરતા લોકોને ફોર્મ 16 મળશે. ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને જૂનના અંતમાં કે જુલાઈ સુધીમાં ફોર્મ 16 આપે છે અને ત્યાર બાદ ITR કે TDS રિટર્ન ફાઇલ કરી શકાય છે.

income-tax_D4UekXv.width-800

ITR કેવી રીતે દાખલ કરશો?

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ITR ફાઇલિંગની પ્રક્રિયા ઑનલાઇન કે ઑફલાઇન બંને રીતે અપનાવી શકાય છે. ઑનલાઇન ITR ફાઇલિંગને સરળ બનાવવા માટે આવકવેરા વિભાગે થોડા સમય પહેલા ITR યુટિલિટી ટૂલ્સ પણ રજૂ કર્યા છે. તમે ઇ-ફાઇલિંગ વેબસાઈટ મારફતે ઑનલાઇન ITR ફાઇલ કરી શકો છો.

ITR Filingની પ્રક્રિયા

  • આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઈટ પર જાઓ.
  • લોગિન માટે પાનકાર્ડ નંબરને યુઝર આઈડીમાં એન્ટર કરો.
  • બાદમાં પાસવર્ડ એન્ટર કર્યા બાદ લોગિન કરો.
  • “e-File” પર ક્લિક કર્યા બાદ “આવકવેરા રિટર્ન” પર ક્લિક કરો.
  • એસેસમેન્ટ વર્ષ માટે “AY 2025-26” પસંદ કરો અને “Online” પર ક્લિક કરો.
  • પોતાને માટે ITR ફાઇલ કરી રહ્યા હોવ તો "Individual" પસંદ કરો.
  • પછી યોગ્ય ITR ફોર્મ પસંદ કરો અને તમામ માહિતીની યોગ્ય તપાસ કરો.
  • પાન કાર્ડ, નામ, આધાર કાર્ડ, બેંક સહિતની માહિતી ચેક કરી લો.
  • અંતે ITR માટે વેરીફાય કરો અને "Aadhaar OTP" પસંદ કરી શકો છો.
  • ઇચ્છો તો ITR-V નું પ્રિન્ટઆઉટ કાઢી શકો છો. આ પર સાઇન કરીને તે CPC, બેંગલોર ખાતે મોકલી શકો છો.

વધુ વાંચો : વિશ્વના એ 4 દેશ, જ્યાં ફરવું સસ્તું પડશે, નહીં બગડે તમારું બેંક બેલેન્સ

આવકવેરા વિભાગે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરી છે. પગારદાર વર્ગ માટે 15 જૂન પછી રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. ઓનલાઇન વિધિથી સરળતાથી ઘેર બેસી ITR ફાઇલ કરી શકાય છે ,જરૂરી દસ્તાવેજો તૈયાર રાખીને સરળ પગલાંઓ અનુસરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITR Step-by-Step Process Income Tax Return
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ