બ્રેકિંગ ન્યુઝ
VTV / Lawrence Bishnoi gang connection in Atiq-Ashraf massacre
Priyakant
Last Updated: 10:47 AM, 20 April 2023
ADVERTISEMENT
પ્રયાગરાજમાં પોલીસ માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યાના આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક નવી વાતો સામે આવી રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કસ્ટડીમાં શૂટર સનીએ કબૂલાત કરી છે કે, આ ત્રણેય આરોપીઓને દિલ્હીની જીતેન્દ્ર ગોગી ગેંગના સંપર્કમાંથી હથિયારો મળ્યા હતા. કાનપુરનો બાબર પણ આ ગેંગ સાથે સંકળાયેલો હતો. બાબર દ્વારા જ આ લોકો ગોગી ગેંગના સંપર્કમાં આવ્યા હતા. જોકે પોલીસ સૂત્રોનું એમ પણ કહેવું છે કે, આ નિવેદનો સતત બદલાતા રહે છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગત દિવસોએ થયેલ અતીક-અશરફ હત્યાકાંડમાં અનેક અપડેટ સામે આવી રહ્યા છે. આ તરફ હવે પોલીસ પણ આરોપીઓની પૂછપરછ કરીને તેમના દાવાઓનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે. જિતેન્દ્ર ગોગી ગેંગ આ ત્રણેય સાથે NCRમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માંગતી હતી. એનસીઆર કનેક્શનના કારણે ગોગી ગેંગે તેને આઈડી, મોટો કેમેરા, એનસીઆર ચેનલનું આઈ કાર્ડ આપ્યું હતું. સપ્ટેમ્બર 2021માં રોહિણી કોર્ટમાં જીતેન્દ્ર ગોગીની હત્યા કરવામાં આવી હતી. જિતેન્દ્ર હંમેશા લોરેન્સ બિશ્નોઈ માટે ખૂબ જ ખાસ હતો.
લોરેન્સ બિશ્નોઈ જેવા બનવા માંગતા હતા
અગાઉ આ લોકોએ પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી કે, ત્રણેય લોરેન્સ વિશ્નોઈ જેવા બનવા માગતા હતા. ઇસમોએ કબૂલ્યું હતું કે, હોસ્પિટલમાં પોલીસ પર ગોળીબાર કરવાની કોઈ યોજના નહોતી. ત્રણેય મરવા નહોતા આવ્યા એટલે શરણે ગયા. સન્ની સિંહના ગુનાનું કનેક્શન યુપીના ઘણા જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. સનીનો ક્રાઈમ ઈતિહાસ પણ જાલૌનમાં જોડાયેલો છે. વર્ષ 2019માં તે તેના એક સાથી સાથે સ્કોર્પિયો કાર લૂંટીને ભાગી ગયો હતો. આ દરમિયાન તેનું કડૌરા પોલીસ સાથે પણ એન્કાઉન્ટર થયું હતું.
ત્રણેય આરોપીઓનો પ્લાન શું હતો?
આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, ત્રણેય આરોપી 12 એપ્રિલે લખનૌથી બસ દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્રણેય કેલ્વિન હોસ્પિટલથી દોઢ કિલોમીટર દૂર રેલ્વે સ્ટેશનની સામે આવેલી હોટલમાં રોકાયા હતા. અગાઉ 13 એપ્રિલે કોર્ટમાં જ અતીક અશરફને મારી નાખવાની યોજના હતી, પરંતુ તે સમયે તેને તક મળી ન હતી. આ પછી 15 એપ્રિલે દિવસ દરમિયાન તેઓએ કેલ્વિન હોસ્પિટલની રેકી કરી હતી. બે નવા મોબાઈલ ખરીદ્યા પરંતુ સિમકાર્ડ માટે નકલી આઈડી એકત્રિત કરી શક્યા નહીં. અતીક અને અશરફને ગોળી માર્યા પછી ત્રણેયએ તેમના ડરને દૂર કરવા માટે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.