બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Lakshadweep Gujarat package and tourist guide

પર્યટન / ગુજરાતથી લક્ષદ્વીપ ટુરનું પેકેજ શું? કેટલો ખર્ચો, માલદીવ કરતાં અડધા પૈસે ફરીને આવતા રહેશો, ટ્રાવેલ્સ ઓનરે જણાવ્યો ટ્રીપ પ્લાન

Vaidehi

Last Updated: 07:55 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લક્ષદ્વીપ vs માલદીવ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે હવે ભારતીયો અને ગુજરાતીઓ માલદીવના બદલે લક્ષદ્વીપ તરફ પ્રવાસનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે.

  • લક્ષદ્વીપ માલદીવ્સ વૉર સોશિયલ મીડિયા પર વાયરલ
  • ભારતીયો અને ગુજરાતીઓ લક્ષદ્વીપ ટ્રીપ કરવાનાં મૂડમાં
  • છેલ્લાં 5 દિવસોમાં આવી અગઢળ ઈન્ક્વાયરી

VTV Special: માલદીવ vs લક્ષદ્વીપ… મુદે હાલ  સોશિયલ  મીડિયામાં વૉર જોવા મળી રહી છે. જે અંતર્ગત હવે ભારતીય અને ખાસ કરીને નવયુગલોનો લક્ષદ્વીપ તરફનો ઝુકાવ વધ્યો છે.જે અંગે હાલ ટુર ઓપરેટરને ત્યાં લક્ષદ્વીપ માટેની ઇન્ક્વાયરીઓ વધી ગઈ છે. જે અંગે ટુર ઓપરેટર VTVને જણાવી રહ્યાં છે કે એક એવો સમય હતો કે ગણ્યાં ગાંઠ્યા લોકો લક્ષદ્વીપની ટુર માટે મોહ રાખતાં હતા. પરંતુ હાલ ચાલી રહેલા સોશિયલ મીડિયા વૉરને જોઈને અત્યારસુધીમાં આશરે ૩૫ લોકોએ આ ટ્રિપ  બુક કરી છે જ્યારે ૪૫ થી ૫૦ લોકો ઇન્ક્વાયરી કરે છે. 

વધુ વાંચો: લક્ષદ્વીપ ટ્રાવેલ ગાઈડ : ફરવા જવું હોય તો કેટલો ખર્ચ આવશે? કઈ જગ્યાઓ અને ખાસ ભોજન છે ફેમસ, જાણો વિગતવાર

માહિતી અનુસાર દેશમાંથી  વિવિધ ખાનગી  ટુર એપ્લીકેશનમાં લક્ષદ્વીપ માટે 3,400  ઇન્ક્વાયરી આવી છે. આ ઉપરાંત રાજ્યમાં લક્ષદ્વીપ માટે છેલ્લા પાંચ દિવસમાં ૩ થી ૪ હજાર ઇન્ક્વાયરી આવી છે. પ્રતિદિન ટુર ઓપરેટરને ત્યાં લક્ષદ્વીપ માટેનું બુકિંગ અદાજીત ૩૦ જેટલું બુકિંગ થાય છે.. એજન્ટે જણાવ્યું કે હાલમાં લગ્ન સીઝન હોવાને લીધે હનીમૂન કપલ્સ પણ આ પેકેજની સૌથી વધારે ઈન્કવાયરી કરી રહ્યાં છે.  આલાપ મોદીએ કહ્યું કે હાલમાં લક્ષદ્વીપનાં પેકેજ 60-70 હજાર વ્યક્તિદીઠ છે પણ ટૂંક સમયમાં આ પેકેજનાં ભાવ પણ વધી શકે છે.

સસ્તી લક્ષદ્વીપ ટુર અંગેની વિગતો 
-  માલદીવના ખર્ચ કરતા નજીવા ખર્ચે લક્ષદ્વીપ ટુર થઇ શકે છે.
-  પેરાગ્લાઈડિંગ,સ્કુબા ડાઈવિંગ,વોટર સ્પોર્ટ્સ તેમજ મરીન મ્યુઝિયમ વગેરે લક્ષદ્વીપમાં જોવાલાયક સ્થળો.
-  લક્ષદ્વીપમાં પ્રવાસ માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માટેનો સમય બેસ્ટ છે, જયારે માર્ચથી મેં મહિનાઓમાં પ્રવાસીઓનો મધ્યમ ધસારો હોય છે.
-  કોચીન એરપોર્ટથી લક્ષદ્વીપની ફ્લાઈટ્સ છે. આ ઉપરાંત કોચીન અને લક્ષદ્વીપ વચ્ચે 6 સમુદ્રી જહાજ દ્વારા પણ ટ્રાવેલ કરી શકાય છે.

લક્ષદ્વીપમાં ફરવાલાયક સ્થળો
લક્ષદ્વીપ ખુબ સુંદર છે અને પાણીની નીચેનું જીવન જોવા માટે પર્યટકો રોમાંચક એક્ટિવિટી પણ કરી શકે છે. અહીં સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઈવિંગ અને અંડરસી વોકિંગ જેવા એડવેંચર કરી શકાય છે. એટલું જ નહીં પર્યટકો અહીં કાયાકિંગ, કેનોઈંગ, જેટ-સ્કીઈંગ, કિટ્સર્ફિંગ અને પેરાસેલિંગની મજા પણ માણી શકે છે. આ સિવાય તમામ દ્વીપોનાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ તેઓ માણી શકે છે. અગટ્ટી અને બંગારામ આઈલેંડ લક્ષદ્વીપમાં ડોલ્ફિન જોવા માટે બેસ્ટ છે.

લક્ષદ્વીપમાં ભોજન
લક્ષદ્વીપમાં ભોજનની વાત કરીએ ત્યારે કેરળ જરૂરથી યાદ આવે છે. મોટાભાગનાં ઘરોની રસોઈમાં મલબારનાં પકવાનો જોવા મળે છે. દરેક ડિશમાં થોડું નારિયેળ તેલ અને મીઠા લીમડાનો વઘાર માણવા મળે છે. અહીં ચોખા મુખ્ય ભોજન છે આ સાથે જ SEA FOOD ખાવાની પણ મજા લઈ શકાય છે. લગ્નોમાં કિલંગજિ નામક અંડા અને ભાતની વાનગીઓ બને છે.

File photo

લક્ષદ્વીપનું બજેટ
4 દિવસ અને 3 રાત માટે લક્ષદ્વીપ ટૂર પેકેજ આશરે 23,049 રૂપિયા (વ્યક્તિદીઠ) થી શરૂ થાય છે. જો કે આ પેકેજ લક્ષદ્વીપ પહોંચ્યા પછી શરૂ થાય છે. એ પહેલાં લક્ષદ્વીપ પહોંચવા અને પાછા ફરવા માટે તમારે ટિકિટની વ્યવસ્થા અલગથી કરવી પડશે. જો તમે ઓછા બજેટમાં લક્ષદ્વીપની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો જહાજ દ્વારા જવું જોઈએ. કારણકે કોચીથી લક્ષદ્વીપ સુધીની 14-20 કલાકની જહાજની મુસાફરીમાં 2200-5000 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે ફ્લાઇટનાં ભાવ 5500 રૂપિયાથી શરૂ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ