બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch News: Three cousins died due to drowning in a water hoge in the field

અરેરાટી / પંચમહાલથી મજૂરી કરવા આવેલા મુકેશના 3 બાળકોના હોજમાં ડૂબી જવાથી મોત, ત્રણેય સગા ભાઇઓ હોવાથી પરિવારમાં રોકકળાટ

Malay

Last Updated: 11:48 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News: કચ્છના વળઝરની વાડીના હોજમાં ડૂબી જવાથી ત્રણ સગાભાઈઓના મોત, એક જ પરિવારના ત્રણ સંતાનોના મોતથી શોકનો માહોલ

  • વાડીના હોજમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત 
  • પંચમહાલના વતની મુકેશભાઈના 3 પુત્રોના મોત 
  • એક જ પરિવારના ત્રણ સંતાનોના મોતથી શોકનો માહોલ

Kutch News: કચ્છમાંથી આજે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમા કચ્છના વડઝરની વાડીના હોજમાં ડૂબી જવાથી ત્રણ સગાભાઈઓના દુઃખદ અવસાન થયા છે. એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી પરિવારમાં શોક છવાયો છે. ‘બુટ ભવાની ફાર્મ’માં બનેલી ગોઝારી ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Topic | VTV Gujarati
FILE PHOTO

હોજમાં ન્હાવા પડ્યા હતા ત્રણ બાળકો
મળતી માહિતી અનુસાર, ભુજના વડઝર ખાતે આવેલા બુટભવાની ફાર્મ પર પંચમહાલ જિલ્લાના હાલોલના મુકેશ નાયક છેલ્લા 6 વર્ષથી ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે મુકેશભાઈના ત્રણ દીકરા કરણ, મનીષ અને શૈલેષ વાડીમાં આવેલા હોજમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક હોજના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

હોજમાંથી કાઢી હોસ્પિટલમાં ખસેડાયા
આ અંગેની જાણ થતાં જ ત્રણેય બાળકોને હોજમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલિક ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ ત્રણેયને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એક સાથે ત્રણ દીકરાના મોત નિપજતાં માતા-પિતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. 
 
પરિવારમાં ગમગીની છવાઈ
તો આ અંગેની જાણ થતાંની સાથે જ માનકુવા પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. વડઝર ખાતે બનેલી ગોઝારી ઘટનાથી મૃતકોના પરિવારમાં ગમગીની છવાઈ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

મૃતકોના નામ
- મનીષ મુકેશ નાયક  (ઉં.વ 7)
- કરણ મુકેશ નાયક (ઉં.વ 5)
- શૈલેષ મુકેશ નાયક (ઉં.વ 10)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ