બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kodinar: Flame shines from the ground in Seth Jagadusha Ashram, know unique story

પરચા / કોડીનાર: શેઠ જગડુશા આશ્રમમાં જમીનમાંથી પ્રગટે છે દિવ્ય જ્યોત, વિજ્ઞાન અને આસ્થાનો થાય છે અદભૂત સમન્વય, જાણો અનોખી કથા

Vishnu

Last Updated: 12:01 AM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોડીનાર તાલુકાના જગતીયા ગામે આવેલ શેઠ જગડુશાનાં આશ્રમમાં વિજ્ઞાન અને આસ્થાનો સમન્વય જોવા મળે છે

  • અલૌકિક જ્યોતની અનોખી કથા
  • કોણ કહે છે ચમત્કાર નથી થતા !
  • જમીનમાંથી પ્રગટે છે દિવ્ય જ્યોત

કોડીનાર તાલુકાના જગતીયા ગામે આવેલ શેઠ જગડુશાનાં આશ્રમમાં દાયકાઓ પહેલાથી અહીં જમીન માંથી જયોત નીકળે છે.તેમજ દુર દુર થી અહીં શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે.કહેવાય છે કે અહીં વૈજ્ઞાનીકો પણ આવી ગયેલા છે.

શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની લોકવાયકા
ગીર  સોમનાથ જિલ્લામાં ના કોડીનાર થી 12 કીમી જગતીયા ગામ આવેલું છે જયાં વર્ષોથી જમીન માંથી કુદરતી ગેસ નીકળે છે. કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે.આ જગ્યામાં જમીન માંથી કુદરતી ગેસ નીકળે છે.આ ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે. આ ગેસ થી જયોત થાય છે. છતાં આ જયોત ની જ્વાળા દઝાડતી નથી. અહીં હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે.અહીંના શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે.ઓએનજી સી અને સરકાર દ્વારા અહીં મોટા મોટા વૈજ્ઞાનીકો દ્વારા અનેક વખત પરીક્ષણો  કરી અહીંની ધરતીમાં રહેલા ગેસની ક્ષમતા પણ ચકાસવામાં આવી છે.પરંતુ કોઇ ને તાગ મળેલ નથી

જમીનમાંથી પ્રગટે છે દિવ્ય જ્યોત
જગતીયા ગામનાં શેઠ જગડુસા આશ્રમ ખાતે દુર દુર થી શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને પોત પોતાની આસ્થા થી કોઇ પણ બીમારી ને દુર કરવા અહીં માનતાઓ માને છે અને માનતા પુરી થતા આસ્થા અનુસાર અહીં જયોતમાં જ પ્રસાદી બનાવી પ્રસાદ ગ્રહણ કરે છે.આ શેઠ જગડુશાની જગ્યામાં સાક્ષાત હરસિધ્ધિ માતાજી બિરાજમાન છે. અહીં મહા લક્ષ્મીની પણ કૃપા હોય તેવું લાગી રહ્યું છે.આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટ દર્શાઈ રહ્યું છે કે શ્રદ્ધાળુઓ આ જ્યોત પર ચલણી નોટો રાખીને જ્યોત પ્રગટાવે છે. થોડીવાર પ્રગટેલી જ્યોત નીચેથી ચલણી નોટ સહેજ પણ સળગ્યા વગર આંખે આખી નીકળે છે.આ જ્યોત હાથ વડે ઠારવા છતાં દઝાતું નથી. આજ અહીંનું સત છે. ગત વર્ષે આ વિસ્તાર માં ૭૦ ઇંચ જેટલો વરસાદ આવેલો ત્યારે પણ આ આશ્રમ માં કેડસમા પાણી માં પણ આ જયોત પ્રગટતી હતી

વિજ્ઞાન અને આસ્થાનો સમન્વય કેવી રીતે?
ગીર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની આ જગ્યામાંથી કુદરતી ગેસ નીકળે છે.ઇસવીસન 1921 માં સયાજીરાવ ગાયકવાડના વખતમાં અંગ્રેજ ઈજનેર કેપટન પાર્મર એ આ જગ્યાના સંશોધન માટે 3 થી 7 બોર કર્યા હતા.તેમને આ જમીન માંથી ગેસ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને જેટલો ગેસ જોતો હતો તેટલો મળ્યો નહોતો.અહીં વિજ્ઞાન અને આસ્થાનું સમન્વય અહીં જોવા મળે છે.અહીંથી કોઈ ગેસ કે અન્ય કાંઈ લઈ જવાનો પ્રયત્ન કરે છે.તે લઈ જઈ શકાતું નથી.અહીં લોકોની આસ્થા જોડાયેલી છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો અહીં આવે છે.અહીં આવી મંત્રમુગ્ધ બની જાય છે.આ ગામ અને અન્ય લોકો માટે આશીર્વાદ રૂપ છે.આ ગેસ રંગ અને ગંધ વિહીન છે.તેનાથી આસપાસમાં ક્યાંય પ્રદુષણ ફેલાતું નથી.વાસ્તવમાં આ જગ્યા અતિ ધાર્મિક અને ચમત્કારી જગ્યા છે. જગતીયા ગામ માં રહેતા લોકો ના કહેવા પ્રમાણે આ જયોત દાયકાઓ પહેલા ની પ્રજ્વલિત થાય છે..અહીં બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે જયાં મધ્યાહ્ન ભોજન માટે આ જ જયોત માં રસોઇ બનતી અને બાળકો ને ભોજન અપાતું તેમજ ગામ માં પણ કોઇ પ્રસંગોપાત ગામનું જમણ પણ અહીં કરવામાં આવે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ