બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / know your words and linkup with your mind

ટેક્નોલોજી / આ કારણે તમારું બોલેલું તમારા મગજ સુધી પહોંચે છે, સમજો એકમેકનું જોડાણ

Bhushita

Last Updated: 03:03 PM, 7 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે જે કંઇ પણ બોલીએ છીએ તેને આપણું મગજ કેવી રીતે સમજી શકે છે? આ જાણવા માટે સંશોધકોએ એક સંશોધન કર્યું. તેની પાછળના વિજ્ઞાનને સમજવાનો પણ દાવો કરાયો છે. પીએનએએસ નામની જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોએ જાણ્યું કે કેવી રીતે આપણું મગજ શબ્દો અને વાક્યોને સાંભળીને તેના અર્થને સમજે છે અને ત્યાર બાદ તે વાત પર કેવી પ્રતિક્રિયા આપે છે.

  • મગજ શબ્દો અને વાક્યોને સાંભળે છે
  • શબ્દો સાંભળીને અન્ય શબ્દોની પ્રતિક્રિયા મેળવે છે
  • મગજની ગતિવિધિ સમજવું કમ્પ્યુટર માટે પણ છે મુશ્કેલ

એક શબ્દ પછી અન્ય શબ્દનું અનુમાન મગજ લગાવી લે છે

બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ આ અભ્યાસ માટે એક વિશેષ કમ્પ્યૂટર દ્વારા રિયલ ટાઇમમાં લોકોની મગજની ગતિવિધિનું પરીક્ષણ કર્યું. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે કોઇ પણ વાત બોલવામાં આવે છે તો તે વાક્યના શબ્દ ઝડપથી મગજના વિવિધ ભાગોમાં પ્રવેશે છે. એક શબ્દ સાંભળ્યા બાદ આપણું મગજ અનુમાન લગાવવામાં લાગી જાય છે કે તેના પછી સામેવાળી વ્યક્તિ તે શબ્દ સાથે સંબંધિત કયા અન્ય શબ્દ બોલી શકે છે અને એ આધારે વાક્યને સમજ્યા બાદ તેની પર પ્રતિક્રિયા આપે છે. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કામ કરે છે અને તેના આધાર પર લોકો એકબીજા સાથે સંવાદ સ્થાપિત કરી શકે છે.

પ્રતિકાત્મક ફોટો

મગજની ગતિવિધિ સમજવું કમ્પ્યુટર્સ માટે પણ મુશ્કેલ

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો અને આ અભ્યાસના સહલેખક લોરેન ટાઇલરે જણાવ્યું કે શબ્દોના સંદર્ભને સમજવા અને ત્યાર બાદ તેની પર તત્કાળ પ્રતિક્રિયા આપવી એક જટિલ પ્રક્રિયા છે, પરંતુ આજે અમારી પાસે એવા કમ્પ્યૂટર છે, જે આ જટિલ પ્રક્રિયાને સરળતાથી સમજાવી શકે છે. મગજની દરેક ગતિવિધિ સમજવી હાલના કમ્પ્યૂટર્સ માટે પણ કઠિન છે, કેમ કે મગજની અંદર ઘણી જટિલ પ્રક્રિયાઓ ચાલતી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Words linkup process મગજ શબ્દોનું જોડાણ Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ