બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / know which countries extended help to ukraine

બાપ રે બાપ / મહાયુદ્ધના ભણકારા તો નથી ને ! યુક્રેનની મદદે હવે આ દેશોએ આપ્યા ખતરનાક હથિયારો

Pravin

Last Updated: 10:44 AM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો રવિવાર ચોથો દિવસ છે. રશિયા, યુક્રેનની રાજધાની કીવ પર તાબડતોડ હુમલા કરી રહ્યું છે. ત્યારે આવા સમયે વિશ્વભરના દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે.

  • રશિયા યુક્રેનની રાજધાની સુધી પહોંચી ગયું
  • એકલા પડેલા યુક્રેનની મદદે આવ્યા દેશો
  • હથિયાર અને આર્થિક સહાયતા પ્રદાન કરી રહ્યા છે 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો રવિવાર ચોથો દિવસ છે. રશિયા, યુક્રેનની રાજધાની કીવ પર તાબડતોડ હુમલા કરી રહ્યું છે. કીવમાં ત્યાં સુધી લોકોની નજર પહોંચે ત્યાં સુધી આગના ગોળા અને ધુમાડા સિવાય બીજુ કશું દેખાતું નથી. રશિયાના હુમલાથી યુક્રેનની રાજધાની કીવ થરથરી રહ્યું છે. રશિયા હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે હજારો લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. 

યુક્રેનની મદદે આવ્યા વિશ્વભરના દેશો

કહેવાય છે કે, રશિયા ઝડપથી કીવ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં તેના પર કબ્જો પણ કરી શકે છે. જો કે, યુક્રેના રાષ્ટ્રપતિ વોલિદમીર જેલેંસ્કીનું કહેવું છે કે, કીવ હાલમાં પણ યુક્રેનના નિયંત્રણમાં છે. મુશ્કેલીની ઘડીમાં વિશ્વનના કેટલાય દેશો યુક્રેનની સાથે આવ્યા છે. રશિયા વિરુદ્ધ જંગ લડવા માટે વિશ્વના કેટલાય દેશોએ યુક્રેનને આર્થિક મદદ અને હથિયાર મોકલ્યા છે. અમેરિકા, બ્રિટેન સહિત 28 દેશોએ આ બાબતે સહમતી દર્શાવી છે કે, યુક્રેનને વધારે મોર્ડન હથિયારો મોકલવામાં આવે. તેની સાથે જ મેડિકલ સપ્લાઈ અને અન્ય મિલિટ્રી સંસાશન આપવાનું પણ આશ્વાસન આપ્યું છે. 

અમેરિકા-

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના અમેરિકી વિદેશ વિભાગે એક આદેશ જાહેર કર્યો છે. તેમાં તેમણે નિર્દેશ આપ્યા છે કે, યુક્રેનને સૈન્યા સહાયતા માટે 350 મિલિયન ડોલરની મદદ કરવામાં આવશે. સાથે જ અમેરિકા તરફથી યુક્રેનને વધારાની સૈન્ય સહાયતમાં બખ્તર-વિરોધી ઉપકરણ, નાના હથિયારો અને અલગ અલગ પ્રકારના દારૂગોળા તથા અન્ય વસ્તુઓ પણ મોકલવામાં આવી છે.  

જર્મની-

જર્મની યુક્રેનને 1000 ટેંક હથિયાર, 500 સ્ટિંગર હવામાં વાર કરતી મિસાઈલ મોકલશે. જર્મન ચાંલેસરે કહ્યું કે, રશિયા હુમલો એક મહત્વપૂર્ણ મોડ પર આવીને ઉભો રહ્યો છે. અમારુ આ કર્તવ્ય છે કે, અમે યુક્રેનને પુતિનની હુમલાખોર સેના વિરુદ્ધ બચાવમાં મદદ કરવા માટે પોતાના તરફથી જે પણ બને તે કોશિશ કરીએ. એટલા માટે અમે યુક્રેનમાં પોતાના દોસ્તને 1000 ટેંક હથિયારો અને 500 સ્ટિંગર મિસાઈલો આપી રહ્યા છે.  

બેલ્ઝિયમ-

બેલ્ઝિયમ પણ યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. બેલ્ઝિયમે રોમાનિયામાં 300 સૈનિકોને તૈનાત કરી દીધા છે અને યુક્રેનને મશીનગન મોકલી રહ્યા છે. 

ચેક ગણરાજ્ય-

ચેક ગણરાજ્યએ યુક્રેનને 85 લાખ ડોલરના હથિયારો અને ગોળા મોકલવાની વાત કહી છે. ચેક રક્ષા મંત્રાલયે કહ્યું કે, યુક્રેનને મોકલવામાં આવતા સૈન્યા સામાનમાં મશીન ગન, અસોલ્ટ રાફાઈલ અને અન્ય હળવા હથિયારો સામેલ છે. વધુમાં જણાવ્યું કે, આગળ પણ આવી જ રીતે મદદ કરતા રહીશું.

સ્વીડન-

સ્વીડન યુક્રેનને સૈન્ય, ટેકનિક અને માનવીય સહાયતા આપી રહ્યું છે.

ફ્રાંસ-

ફ્રાંસે યુક્રેનને 300 મિલિયન યુરો અને સૈન્ય ઉપકરણ આપવાની વાત કહી છે. 

બ્રિટેન-

લોજિસ્ટિકક્સ ઓપરેશનમાં મદદની ઓફર

નેધરલેન્ડ-

200 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલો યુક્રેનમાં મોકલવામાં આવશે. નેધરલેન્ડ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, યુક્રેનને 200 હવાઈ રક્ષા રોકેટ આપવામાં આવશે. આ અગાઉ રાઈફલ, રડાર સિસ્ટમ, માઈન ડિટેક્શન રોબોટ સહિત અન્ય ઉપકરણ યુક્રેનની મદદ માટે મોકલવામાં આવ્યા છે. 

28 દેશોએ યુક્રેનને મદદ માટે આગળ આવ્યા

યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે, અમેરિકા, બ્રિટેન સહિત 28 દેશોએ હથિયાર આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ દેશ અમને રશિયાનો સામનો કરવા માટે હથિયાર અને અન્ય ઉપકરણો પહોંચાડી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ