એરબેગ હવે દરેક કારમાં સ્ટાન્ડર્ડ ફીચર બની ગયું છે. કોઈ પણ કારમાં ડ્રાઈવર સાઈડમાં એરબેગ જરૂરી છે. એરબેગ એક્સીડન્ટની સ્થિતિમાં ડ્રાઈવરનો જીવ બચાવી શકે છે. હાલમાં કારમાં જે એરબેગ આવે છે તેને SRS (Supplemental Restraint System)ના નામથી ઓળખવામાં આવે છે.
એરબેગ એક્સીડન્ટની સ્થિતિમાં ડ્રાઈવરનો જીવ બચાવે છે
કાર એરબેગને SRSથી ઓળખવામાં આવે છે
ફક્ત એરબેગના ભરોસે ન બેસો, સીટ બેલ્ટ પહેરો.
જ્યારે તમે કાર સ્ટાર્ટ કરો છો ત્યારે કારના મીટરમાં લાગેલા SRS ઇન્ડિકેટર થોડી સેકંડ માટે બળી જાય છે. જો થોડી સેકંડ્સ બાદ તેને ઓફ ન કરવામાં આવે તો તે બળી જાય છે. આ સમયે તમારે સમજી જવું કે એરબેગમાં કોઈને કોઈ તકલીફ પડે છે.
પ્રતિકાત્મક ફોટો
આ રીતે કામ કરે છે એરબેગ
ગાડીના બંપરમાં એક ઇમ્પેક્ટ સેંસર હોય છે. ગાડી કશે અથડાય છે તો ઈમ્પેક્ટ સેંસરની મદદથી એક નાનો કરંટ એરબેગની સિસ્ટમમાં આવે છે અને એરબેગની અંદર એક ગેસ ભરેલો હોય છે. તે ગેસને ગેસ ફોર્મમાં ફેરવાય છે. પહેલાં આ કોઈ ફોર્મ ભરેલી હોય છે જેનાથી ઇમ્પેક્ટ સેંસર કરંટ મોકલવાનો રહે છે. આ ચીજ ગેસના રૂપમાં પરિવર્તિત થાય છે. એરબેગ કોટનથી બનેલી હોય છે. તેની પર સિલિકોનનું કોટિંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે એક સેકંડથી પણ ઓછા સમયમાં લગભગ 300 કિમી/કલાકની સ્પીડથી બંધ એરબેગ ફૂલે છે.
સમય પર એરબેગ ચેન્જ કરાવી લો
જે રીતે દરેક ચીજની એક્સપાયરી ડેટ હોય છે તે રીતે એરબેગની પણ હોય છે. થોડા સમય બાદ એરબેગ રિપ્લેસમેન્ટ માંગે છે. જો કે એરબેગના ફંક્શનને માટે જે પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘણા મજબૂત હોય છે. પરંતુ મોટાભાગે એરબેગ ઈગ્નાઈટર પર પણ આ બાબત નિર્ભર કરે છે.
એરબેગ ખૂલવાથી પણ જઈ શકે છે જીવ
જોવા મળી રહ્યું છે એરબેગ એટલી સ્પીડથી ખૂલે છે કે તેના કારણે જીવ પણ જઈ શકે છે. ભારતમાં પણ આવા કિસ્સા બની ચૂક્યા છે.
આ બાબત પણ જાણો
કારની સીટ બેલ્ટ પણ એરબેગના ફંક્શન સાથે લિંક હોય છે.
એરબેગ બનાવતી સમયે ધ્યાન રખાય છે કે ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેરેલો હશે.
ફક્ત એરબેગના ભરોસે ન બેસો, સીટ બેલ્ટ પહેરો.
ચાઈલ્ડ સીટને ક્યારેય એરબેગની સામે ન રાખો.