બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Know about the reserve of reserve bank of india

અર્થવ્યવસ્થા / RBIએ કેન્દ્ર સરકાર માટે ખોલ્યો ખજાનો, પરંતુ જાણો ક્યાંથી આવે આ રૂપિયા?

Published By: Dhruv

Last Updated: 03:23 PM, 27 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તેના સરપ્લસ રિઝર્વમાંથી કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈનાં 84 વર્ષનાં ઇતિહાસમાં આ પ્રથમ વાર થવા જઇ રહ્યું છે. આ નિર્ણયથી સરકાર સુસ્ત પડેલી અર્થવ્યવસ્થામાં વેગ આપવામાં મદદ કરશે. રાજ્યપાલ શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આરબીઆઈ બોર્ડે સોમવારનાં કેન્દ્ર સરકારને 1,76,051 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી હતી. આ ભલામણ પૂર્વ રાજ્યપાલ બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિએ કરી હતી.

RBI

95 હજાર કરોડનો ડિવિડન્ડ મળશે એ ચોક્કસ છે
આરબીઆઈ 2013-14થી તેની ડિસ્પોજેબલ આવક (ખર્ચ કરવા લાયક ફંડ)નાં 99 ટકા ભાગ સરકારને આપતી રહી છે. જ્યાં સુધી ડિવિડન્ડની વાત છે તો 2018-19ને માટે રૂ. 1,23,414 કરોડમાંથી 28,000 કરોડ રૂપિયા માર્ચમાં જ અંતરિમ ડિવિડન્ડ તરીકે સરકારને આપી દેવામાં આવ્યાં છે. ચાલું નાણાંકીય વર્ષ દરમિયાન સરકારને 95,414 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળવાનું નક્કી છે. આ 1.76 લાખ કરોડનાં સરપ્લસ ફંડ ઉપરાંત હશે. પરંતુ સવાલ એ છે કે આરબીઆઈ પાસે આટલાં રૂપિયા આખરે ક્યાંથી આવે છે.

RBI પાસે 566 ટન ગોલ્ડ ભંડાર
આરબીઆઈ પાસે બે પ્રકારનાં રિઝર્વ છે, જેમાંથી એક છે મુદ્રા અને બીજું ગોલ્ડ રીવોલ્યુએશન એકાઉન્ટ (CGRA) છે. જેનાથી બેંકની વિદેશી મુદ્રા અને સોનાના ભંડાર વિશે ખ્યાલ આવે છે. આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 566 ટનથી થોડો વધારે છે. વિદેશી હૂંડિયામણનાં ભંડોળ સાથે સોનાનાં ભંડાર બેંકની કુલ સંપત્તિનાં 77 ટકા છે. નાણાંકીય વર્ષ 2016-17ની જો વાત કરીએ તો તે સમયે આરબીઆઈની બેલેન્સ શીટ રૂ. 36.2 લાખ કરોડ હતી.

Contingency fund

શું હોય છે આકસ્મિક ભંડોળ?
આકસ્મિકતા ભંડોળ (CF) એ એક વિશેષ જોગવાઇ હોય છે કે જે નાણાંકીય નીતિ અને વિનિમય દર કામગીરીને કારણ અણધારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આ રીતે થાય છે RBIને કમાણી
આરબીઆઈ સરપ્લસ એ તે રકમ છે કે જેને આરબીઆઈ સરકારમાં ટ્રાન્સફર કરે છે. આરબીઆઈને તેની સિક્યોરિટીઝ પર વ્યાજ મેળવે છે. ગયા વર્ષે આરબીઆઈએ સોનું અને વિદેશી વિનિમય એમ બંને ભંડોળમાં હસ્તક્ષેપ કરી હતી. જેથી આ વખતે બેંક પાસે રેકોર્ડ સરપ્લસ હતું. બેંકે મોટા નફા સાથે ડૉલર વેચ્યાં હતાં અને મની માર્કેટમાં રેકોર્ડ બોન્ડ્સ ખરીદ્યાં કે જેની પર સારું વ્યાજ મેળવવામાં આવ્યું.

ત્રણથી પાંચ વર્ષમાં મળશે પૈસા
સરકારને આ નાણાં આરબીઆઇ પાસેથી ત્રણથી પાંચ વર્ષમાં મળશે. આકસ્મિક ભંડોળ, ચલણ અને ગોલ્ડ રીવૈલ્યુએશન એકાઉન્ટને મિલાવીને આરબીઆઇ પાસે 9.૨ લાખ કરોડનું રિઝર્વ છે. જે કેન્દ્રીય બેંકનાં કુલ બેલેન્સ શીટ સાઇઝનાં 25 ટકા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Contingency fund Economy RBI Reseve Bank of India business આકસ્મિક ભંડોળ આરબીઆઇ Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ