બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / know 5 easy Tips and you can do bike service by own

કામની વાત / વધારે રૂપિયા ખર્ચ કર્યા વિના આ 5 ટિપ્સની મદદથી તમે ઘરે જ કરી શકો છો બાઈકની સર્વિસ, આજે જ કરો ટ્રાય

Bhushita

Last Updated: 06:24 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારા બાઈકની પાસે વધારે સારા પરફોર્મન્સની આશા રાખો છો તો તેની સમયસર સર્વિસ કરતા રહેવું એ જરૂરી છે. એવામાં તમે આ 5 ટિપ્સનું ધ્યાન રાખશો તો તમે બાઈકને મેન્ટેન કરી શકો છો. તમારે સર્વિસ સેન્ટર પર કે મિકેનિક પાસે જવાની જરૂર રહેશે નહીં.

  • ઘરે જ કરો બાઈકની સર્વિસ
  • રાખી લો આ 5 વાતોનું ધ્યાન
  • નહીં પડે સર્વિસ સેન્ટર કે મિકેનિકની જરૂર
  • સરળતાથી વધશે બાઈકનું પરફોર્મન્સ

જ્યારે તમે ઘરે જાતે જ બાઈકની સર્વિસ કરવા ઈચ્છો છો તો તમે આ 5 બાબતોનું ધ્યાન રાખી લો તે જરૂરી છે. આમ કરવાથી તમારું બાઈક તમને સારી માઈલેજ આપશે અને તેને વધારે પડતી સર્વિસની જરૂર રહેશે નહીં. તો જાણી લો આ 5 વાતો અને મેન્ટેન કરી લો તમારું બાઈક જાતે જ.

ટાયર્સમાં ચેક કરો હવા

દર અઠવાડિયે 1 વાર બાઈકના બંને ટાયરમાં હવા ચેક કરાવો. મોટાભાગે લોકો પોતાની મરજીથી ટાયરમાં હવા ભરાવી લે છે. આ ખોટું છે. કંપનીએ નક્કી કરીને જે આંક આપ્યો હોય તેટલી હવા ભરાવવામાં આવે તો બાઈક સારી રીતે કામ કરે છે. શક્ય હોય ત્યાં સુધી નાઈટ્રોજન એરનો ઉપયોગ કરો તો સારું રહે છે.

પ્રતિકાત્મક ફોટો

ઓઈલ બદલવું

મોટાભાગે દરેક સર્વિસમાં બાઈકનું ઓઈલ બદલી લેવામાં આવે છે. આ વસ્તુ જરૂરી પણ છે. તેનાથી બાઈકની માઈલેજ અને પરફોર્મન્સ પર અસર થાય છે. બાઈકના મેન્યુઅલમાં જાણી લો કે ક્યારે તમારે ઓઈલ બદલવું જોઈએ. ઓઈલ બદલાવવા માટે તમારે સર્વિસ સેન્ટર પર જવાની જરૂર નથી, તમે તેને જાતે જ બદલી શકો છો. 

આ રીતે બદલો ઓઈલ

પહેલાં બાઈકને પાંચ મિનિટ માટે સ્ટાર્ટ કરો. પછી બંધ કરો. તેનાથી ઓઈલ ગરમ થઈ જશે અને લાઈટ થશે. આ સિવાય એન્જિનની નીચેની કેપને હટાવી લો અને ઓઈલને કોઈ વાસણમાં કાઢી લો. ત્યારપછી બાઈકને હલાવો અને ઓઈલને એન્જિનમાંથી બહાર નીકળી જવા દો. જૂનું ઓઈલ નીકળી જાય પછી નવું ઓઈલ નાંખો. 

એર ફિલ્ટર બદલો

જો તમે તમારી બાઈકનું પરફોર્મન્સ વધારવા ઈચ્છો છો તો તમે એર ફિલ્ટરને સાફ રાખો અને તે ખરાબ થયું હોય તો તેને બદલી દો. લગભગ 1500-2000 કિમી પર એર ફિલ્ટર બદલી દેવું જરૂરી છે. એર ફિલ્ટર બાઈકની સીટની નીચે લાગેલું હોય છે. તેને બદલવા માટે ફિલ્ટરના કેવરને ખોલો અને તેને કાઢીને ફિલ્ટર બોક્સને પેટ્રોલથી સાફ કરો. આમ કરવાથી તેમાની ગંદગી સાફ થશે. હવે નવું ફિલ્ટર લગાવી લો. બાઈકનું પરફોર્મન્સ વધી જશે.

પ્રતિકાત્મક ફોટો

ચેઈનને સાફ કરો

બાઈકની ચેઈનને સમયાંતરે સાફ કરતા રહો. તમે તેને જાતે જ સાફ કરી શકો છો. આ માટે ચેઈન કવરને હટાવો અને ચેઈન પર પેટ્રોલ નાંખો અને સાફ કરો. તમામ ગંદગી સાફ થયા બાદ ચેઈનમાં લ્યુબ્રિકેંટ નાંખો. ચેઈન પર ગ્રીસનો ઉપયોગ ન કરો. ગ્રીસ લગાવવાના કારણે રોટેશનમાં તકલીફ આવી શકે છે. ગ્રીસ ચીકણું હોવાથી ચેઈન પર ગંદગી પણ ઝડપથી જામે છે. 

કૂલેંટ બદલો

મોટાભાગે કૂલેંટનો ઉપયોગ ગાડી માટે કરવામાં આવે છે. પરંતુ આજકાલ પ્રીમિયમ બાઈક્સમાં પણ કૂલેંટ વાપરવામાં આવે છે. તે એન્જિનને ગરમીથી બચાવે છે. કૂલેંટ બદલવા માટે તમારે સૌ પહેલાં ફ્યૂલ ટેન્કના કવરને હટાવો. ત્યારબાદ રેડિએટર કેપની પાસેની કૂલેંટ કેપની નીચેથી એક વાયર પસાર થાય છે. તેની નીચે એક નાનો બોલ્ટ હશે તેને ખોલીને કૂલેંટ કાઢી લો. ત્યારબાદ રેડિએટરમાં ડિસ્ટલ વોટર નાંખીને કૂલેંટને ફ્લશ કરો. આ સાથે 2-3 મિનિટ માટે બાઈકને સ્ટાર્ટ કરો. આ પ્રક્રિયા 2-3 વખત કરવાથી કૂલેંટ નીકળી જશે. હવે તમે નવું કૂલેંટ નાંખી શકો છો. 

આ 5 વાતોનું ધ્યાન રાખી લેવાથી તમારું બાઈક હંમેશા સારી માઈલેજ આપશે અને તમારે સર્વિસ સેન્ટર કે મિકેનિકની જરૂર રહેશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

5 ટિપ્સ Auto Do bike service Utility News tips ઘરે જ કરો સર્વિસ બાઈકની સર્વિસ મિકેનિક Utility news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ