બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / khalistan group want to create trouble at the hindu laxmi narayan mandir in surrey canada

કાર્યવાહીની માંગ / કેનેડામાં ફરીવાર અપાઇ હિન્દુ મંદિર પર હુમલાની ધમકી, ભારતીય મૂળના સાંસદે શેર કર્યો ખાલિસ્તાનીઓનો Video

Dinesh

Last Updated: 10:37 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hindu temple attack Threat: કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ખાલિસ્તાનીઓની ધમકી સામે કડક કાર્યવાહીની તેમજ કેનેડાની પોલીસને તેની સામે પગલાં લેવાની માંગ કરી છે.

  • કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી
  • લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો કરવાની આપી ધમકી
  • કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કાર્યવાહી કરવા માગ કરી


Hindu temple attack Threat: ભારતની આકરી પ્રતિક્રિયાઓ બાદ પણ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો આતંક ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ખાલિસ્તાનીઓએ ફરી એકવાર એક વીડિયો જાહેર કર્યો છે અને હિન્દુ મંદિર પર હુમલો કરવાની ધમકી આપી છે. ખાલિસ્તાનીઓએ કહ્યું છે કે, તેઓ રવિવારે લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો કરશે. આ વીડિયો કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ શેર કર્યો છે. તેમણે ખાલિસ્તાનીઓની ધમકી સામે કડક કાર્યવાહીની તેમજ કેનેડાની પોલીસને તેની સામે પગલાં લેવાની માંગ કરી છે.

હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થયા
ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, કેટલાક અહેવાલો અનુસાર ગયા અઠવાડિયે ખાલિસ્તાન સમર્થકોએ સરે બીસીમાં એક શીખ ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાન જૂથ સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે. આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. કેનેડાના સાંસદે વધુમાં કહ્યું કે, તૂટેલા રેકોર્ડની જેમ હું ફરીથી કેનેડિયન સત્તાવાળાઓને હસ્તક્ષેપ કરવા અને પગલાં લેવાનું કહી રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થયા છે. હિંદુ-કેનેડિયનો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. આ બાબતોને ખુલ્લેઆમ અને જાહેરમાં ચાલુ રાખવા દેવી તે સ્વીકાર્ય નથી.

કોણ છે ચંદ્ર આર્ય
તમને જણાવી દઈએ કે ચંદ્ર આર્ય મૂળ કર્ણાટકનો છે. ગયા વર્ષે તેનો એક વીડિયો વાયરલ થયો હતો જ્યારે તે કેનેડાની સંસદમાં તેની માતૃભાષા કન્નડમાં બોલ્યો હતો. ચંદ્ર આર્ય કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. તે કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના છે. તેમણે ધારવાડની કૌસાલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તે 2006માં કેનેડા આવ્યા હતો. રાજનીતિમાં પ્રવેશતા પહેલા આર્ય ઈન્ડો-કેનેડા ઓટ્ટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ હતા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ