બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Khadi and khaki, like 'Sholay's' coin, accused of 'cutting' leaders after police crackdown in Rajkot

'એક-દૂજે કે લીએ' / ખાદી અને ખાખી,જાણે 'શોલે'નો 'સિક્કો',રાજકોટમાં પોલીસના તોડ કાંડ બાદ નેતાઓ પણ કટકટાવતા હોવાનો આરોપ

Mehul

Last Updated: 07:08 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ બેડાના કહેવાતા 'બડે ખાં' સામે દમદાટી,ધમકીની તપાસ,તો બીજી તરફ ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર સામે જમીન કૌભાંડનો આક્ષેપ

  • રાજકોટમાં પોલીસ 'તોડ કાંડ'ની તપાસ ચાલુ 
  • બીજી તરફ ભાજપના નેતાઓ સામે ચિંધાઈ આંગળી 
  • કરોડો રૂપિયાની જમીન પર નેતાઓની મેલી મુરાદ 

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ બેડાના કહેવાતા 'બડે ખાં' સામે દમદાટી,ધમકી, બળજબરીથી ચેક લખાવી લેવા, જમીન પચાવવા કે દબાણ કરી જમીનના નાણા વસૂલવા જેવા આરોપોની એક તરફ તપાસ ચાલી રહી છે ત્યાં જ બીજી બાજુ કેટલાક નેતાઓ પણ આ જ ધંધો લઈને બેઠા હોવાનો આરોપ  થતા સનસનાટી મચી ગઈ છે. રાજકોટમાં પોલીસ બાદ હવે રાજકીય આગેવાનો પર આક્ષેપો થવા શરુ થયા છે. જેમાં ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર સામે જમીન કૌભાંડનો આક્ષેપ કરવમાં આવ્યો છે. રાજકોટમાં કરોડો રૂપિયાની  વાવડીની જમીન અંગે 2 રાજકીય આગેવાનો પર આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. આ કેસમાં નરેન્દ્ર સોલંકી અને રાજુ બોરીચા સામે ફરિયાદીઓએ કેટલીક ચોંકાવનારી રજૂઆતો કરી છે.

રાજકોટના પોલીસ વિભાગ પર છેલ્લા ચાર-પાંચ દિવસથી થી રહેલા આક્ષેપો બાદ હવે રાજકોટની ભાજપની નેતા ગીરી પર જમીન પડાવવાના આરોપોએ વધુ વમળ સર્જ્યા છે. જેમાં વાવડી વિસ્તારની  જમીન અંગે 2 રાજકીય આગેવાનો પર આક્ષેપો કરાયા છે. આ ફરિયાદમાં 9.09 એકરની સૂચિત સોસાયટી કબજે  કરી લીધા હોવાનો દાવો કરાયો છે. ફરિયાદિઓએ નરેન્દ્ર સોલંકી અને રાજુ બોરીચા પાસે પોતાની કેફીયત રાખતા ફરિયાદ કરી છે. આ કેસમાં કોર્ટમાં 46 અરજદારોના દાવા છતાં જમીન બિનખેતી કરાવીને પ્રોજેકટ શરૂ કરવાની પેરવી હાથ ધરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વિવાદિત  જમીન મુદે પોલીસ અને તંત્ર રજૂઆત છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. નવાઈની વાત તો એ છે કે, કોર્ટમાં દાવા હોવા છતાં બિનખેતી કરાવીને જમીન પર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ