બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 10:42 AM, 29 October 2023
ADVERTISEMENT
કેતુ ગ્રહ 30 ઓક્ટોબરના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 18 મહિના સુધી આ જ રાશિમાં રહેશે. કેતુ માર્ચ 2025 સુધી આ રાશિમાં રહેવાને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. કેતુ ગોચરના કારણે વૃષભ રાશિના જાતકો પર શું અસર થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરવાને કારણે માનસિક પરિસ્થિતિ નબળી થઈ શકે છે. અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કન્યાઓને મિઠાઈ ખવડાવો, સંતાનના કરિઅર બાબતે ચિંતા થઈ શકે છે. કરિઅર ગ્રોથ માટે યોજના બનાવવાની રહેશે અને તે માટેની ચિંતા વધી શકે છે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાનું રહેશે.
ADVERTISEMENT
રિસર્ચ સાથે જોડાયેલ વૃષભ રાશિના જાતકોને કરિઅરમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સારી તક મળી શકે છે. કમ્પ્યુટરમાં ડેટા સુરક્ષિત રાખવા, નહીંતર નુકસાન થવાની સંભાવના છે. જરૂરી ડોક્યુમેન્ટ સાચવીને રાખવા.
વિદ્યાર્થીઓએ મન લગાવીને ભણશે, તો નિશ્ચિતરૂપે સફળતા પ્રાપ્ત થશે. શિક્ષાક્ષેત્રે સારા પરિણામ મળવાનો યોગ બની રહ્યો છે. પ્રેમ સંબંધમાં રહેલા લોકોને ગેરસમજણને કારણે મનભેદ થઈ શકે છે.
આરોગ્ય બાબતે અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર આરોગ્ય બાબતે સાવચેત અને સચેત રહેવું. જો કોઈ બિમારી વિશે ખબર ના પડે તો અન્ય ડોકટરો પાસેથી સલાહ લેવી જોઈએ. પેટ સંબંધિત સમસ્યા બાબતે સતર્ક રહેવું. બિઝનેસ કરતા લોકો સારી કમાણી કરી શકે. બિઝનેસ પર ફોકસ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.