બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kendriya Vidyalaya took a big decision

વાલીઓ ધ્યાન આપે / કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં એડમિશન માટે ઉંમરમાં કર્યો વધારો, 6 વર્ષના બાળકોને આપશે એડમિશન

Pravin

Last Updated: 04:55 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય વિદ્યાલય સંગઠને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત પહેલા ધોરણમાં એડમિશન માટે kvs બાળકોની ઉેમર વધારી દેવામાં આવી છે.

  • કેન્દ્રીય વિદ્યાલયની મોટી જાહેરાત
  • પહેલા ધોરણમાં એડમિશન માટેની ઉંમર વધારી
  • 25 માર્ચ સુધી કરી શકશો અરજી

કેન્દ્રીય વિદ્યાલય સંગઠને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત પહેલા ધોરણમાં એડમિશન માટે kvs બાળકોની ઉેમર વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલયે આ નિર્ણય નવી શિક્ષણ નીતિ અંતર્ગત લીધો છે. શૈક્ષણિક સત્ર 2022-23થી કલાસમાં રજીસ્ટ્રેશન માટે હવે બાળકોની ઉંમર એક માર્ચ 2022 સુધી છ વર્ષ પુરા થવા જોઈએ. જો કે, આ અગાઉ ઉંમર પાંચ વર્ષ હતી, પણ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

આ તારીખથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે

વાલીઓ ધ્યાન આપે કે, kvsએ નવા સત્ર 2022-23 માટે એડમિશનની તારીખો જાહેર કરી દીધી છે. જે અનુસાર આ ધોરણમાં પ્રવેશ માટે આગામી 28 ફેબ્રુઆરી, 2022થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ જશે. નામાંકન ફોર્મ ઓનલાઈન ભરવામાં આવશે, ત્યારે આવા સમયે જે પણ પેરેન્ટ્સ પોતાના બાળકોને કેન્દ્રીય વિદ્યાલયોમાં એડમિશન અપાવા માગે છે, તો તે આ દરમિયાન કેવીએસની સત્તાવાર વેબસાઈટ /kvsonlineadmission.kvs.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે. 

25 માર્ચ સુધી કરી શકશો અરજી

વાલીઓ ધ્યાન આપે કે, આ ક્લાસ માટે 21 માર્ચ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ક્લાસ 1માં એડમિશાન માટે પ્રથમ લિસ્ટ 25 માર્ચે જાહેર કરવામાં આવશે, તો વળી બીજી અને ત્રીજી યાદી એક એપ્રિલ અને આઠ એપ્રિલે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણમાં સીટોનું અનામત કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ દિશા-નિર્દેશ અનુસાર કરવામાં આવશે. આ ઉપરાંત ક્લાસ બે તથા તેનાથી ઉપરના ક્લાસ માટે રજીસ્ટ્રેશન યાદી 21 એપ્રિલથી સીટો ખાલી રહેવા પર કરવામાં આવશે. તો વળી એડમિશન સાથે જોડાયેલા વધું જાણકારી વાલીઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને વિજીટ કરી શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ