બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / keeping clock at these directions can be giving negative results

તમારા કામનું / જો તમે પણ આ દિશામાં ઘડિયાળ લગાવી હોય તો તરત જ ઉતારી દો નહીતર મળશે અત્યંત ખરાબ ફળ!

Jaydeep Shah

Last Updated: 03:09 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘડિયાળ લગાવતા પહેલા તેની સાચી દિશા તથા વાસ્તુના નિયમો અનુસાર વિસ્તારથી જાણવું જરૂરી છે. ખોટી દિશામાં ઘડિયાળ મુકવાથી ખરાબ તથા સાચી દિશામાં મુકવાથી સારા પરિણામો મળે છે.

  • આ દિશામાં ઘડિયાળ લગાવવાથી મળશે શુભ ફળ 
  • ક્યાં રંગની ઘડિયાળ વાપરવી?
  • શું દરવાજા પર ઘડિયાળ લગાવી શકાય? 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળ માત્ર સમય બતાવવાવાળું મશીન જ નથી પરંતુ મનુષ્યના જીવન પર પણ તેનો પ્રભાવ પડે છે. ઘર કે ઓફીસમાં ઘડિયાળ લગાવતા પહેલા તેની સાચી દિશા તથા વાસ્તુના નિયમો અનુસાર વિસ્તારથી જાણવું ખૂબ જ જરૂરી છે. ખોટી દિશામાં ઘડિયાળ મુકવાથી ખરાબ તથા સાચી દિશામાં મુકવાથી સારા પરિણામો મળે છે. 

કઈ દિશામાં લગાવવી ઘડિયાળ?

વાસ્તુ શાસ્ત્રની માનીએ તો ઘડિયાળને ઉત્તર પૂર્વ દિશાની દીવાલ પર મુકવી શુભ માનવામાં આવે છે. આવું એટલા માટે કેમકે પૂર્વ તથા ઉત્તર દિશામાં સકારાત્મક ઉર્જાનો ભરપૂર સંચાર થાય છે. આ દિશાઓમાં ઘડિયાળ મુકવાથી શુભ ફળ મળે છે. આ સાથે જ જીવનમાં ઉનાતી તથા સફળતા પણ મળે છે. પૂર્વ દિશામાં ઘડિયાળ મુકવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. આ સાથે જ ઘરમાં રહેવાવાળા સદસ્યોના મનમાં સકારાત્મક વિચારો આવે છે. જ્યારે ઘર કે ઓફિસની દક્ષીણ દિશાની દીવાલ પર ઘડિયાળ ન મુકવી જોઈએ, કેમકે આ દિશામાં ઘડિયાળ મુકવાથી નકારાત્મક ઉર્જાનો પ્રચાવ વધે છે. 

કેવા રંગની ઘડિયાળ વાપરવી? 

જણાવી દઈએ કે ઘરના દરવાજા પર ઘડિયાળ ન લગાવવી જોઈએ. જો ઘરના કોઈ દરવાજા પર ઘડિયાળ લાગેલ છે તો તરત જ ઉતારી દો, આવું એટલા માટે કેમકે ઘડિયાળની નીચેથી જે કોઈપણ પસાર થાય છે તેના પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સૌથી અધિક પડે છે. આ ઉપરાંત, જો ઘરમાં કોઈ ઘડિયાળ બંધ છે અથવા ખરાબ છે તો તેને પણ હટાવી દો. અસલમાં, ખરાબ કે બંધ ઘડિયાળના કાંટાઓ નકારાત્મક ઉર્જાનો સંકેત છે. ઘરમાં બંધ ઘડીયાલોને રાખવાથી દરિદ્રતા વધે છે. સાથે જ મનુષ્યનું જીવન ઠહેરાવની સ્થિતિમાં ચાલ્યું જાય છે. જ્યારે ઘર કે ઓફિસમાં લાલ, કાળા અથવા વાદળી રંગની ઘડિયાળ ન લગાવી જોઈએ, પરંતુ પીળા,લીલા અથવા હલકા ભૂરા રંગની ઘડિયાળને શુભ માનવામાં આવે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

clock ઘડિયાળ વાસ્તુશાસ્ત્ર Lifestyle
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ