બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / keep these 4 things in mind while choosing health insurance there may be problems at the time of claim

તમારા કામનું / હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે આ પાંચ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર ક્લેમ કરતા સમયે થઈ શકે છે મુશ્કેલી

Manisha Jogi

Last Updated: 04:47 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ હોવો જરૂરી છે. આ કારણોસર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ જરૂરી.
  • કોઈપણ સમયે આવી શકે છે મુશ્કેલી. 
  • આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખી હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો.

આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ હોવો જરૂરી છે. લોકોએ સમજવું જરૂરી છે કે, કોઈપણ સમયે આરોગ્ય સંબંધિત સમસ્યા આવી શકે છે, જે માટે તૈયાર રહેવું જોઈએ. ભારતમાં વ્યક્તિગત યોજનાઓથી લઈને ફેમિલી ફ્લોટર અને વરિષ્ઠ નાગરિક આરોગ્ય વીમા સુધી અનેક સ્વાસ્થ્ય યોજનાઓ છે. આ કારણોસર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

યોગ્ય કવરેજ લો
આરોગ્ય સમસ્યાઓ સામે રક્ષણ આપે તેવો હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. આ પોલિસી હેઠળ તમારા પરિવારને કવર કરવામાં આવે છે કે નહીં, તે ચેક કરી લેવું. જરૂરિયાત પર વિચાર કરો તથા ખર્ચાઓ અને લાભ બાબતે યોજનાની સરખામણી કરો. હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

વ્યાજબી હોય તે જરૂરી છે 
આ હેલ્શ ઈન્શ્યોરન્સ તમારી આવક અનુસાર છે કે, નહીં તે અંગે ધ્યાન આપવું જરૂરી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદતા સમયે હજેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. યોજનાની કિંમત પર વિચાર કરતા પહેલા તેના લાભ અંગે વિચારણાં કરવી જોઈએ. ઉચિત મૂલ્યનો હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો તે યોગ્ય નિર્ણય રહેશે. આવક, પરિવાર અને જરૂરિયાતમાં વૃદ્ધિની સાથે ઉચિત રૂપે કવર વધારી શકો છો. 

લાઈફટાઈમ રિન્યુએબિલિટી પ્લાન
હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદતા સમયે તપાસ કરવી જરૂરી છે કે, આ યોજના હેઠળ કેટલા વર્ષો સુધી કવર કરવામાં આવશે કે માત્ર સીમિત સમય સુધી રહેશે. પાછળના વર્ષોમાં હેલ્થ ઈન્શ્યોરન્સની સૌથી વધુ જરૂર રહેશે. આ કારણોસર આજીવન રિન્યુએબિલિટી પ્લાનની પસંદગી કરવી જોઈએ. 

નેટવર્ક હોસ્પિટલ કવરેજ
હેલ્થ ઈન્શ્યોરન્સની સૂચિ તૈયાર કર્યા પછી તમારી પસંદગીની હોસ્પિટલ નેટવર્કમાં શામેલ છે કે, નહીં તે ચેક કરવું જરૂરી છે. જે હેલ્થ ઈન્શ્યોરન્સમાં વધુ તથા અલગ અલગ હોસ્પિટલ અને વિસ્તૃત નેટવર્ક હોય તેવા હેલ્થ ઈન્શ્યોરન્સની પસંદગી કરવી. 

ક્લેમ સેટલમેન્ટ રેશિયો
ક્લેમ સેટલમેન્ટ રેશિયો પર ધ્યાન આપો. કુલ ક્લેમ અને કેટલા ક્લેમનું નિવારણ કરવામાં આવ્યું તેની સંખ્યા ચેક કરવી જરૂરી છે. જે વીમાકર્તાએ વધુ ક્લેમનું નિવારણ કર્યું હોય તેવા વીમાકર્તાની પસંદગી કરવી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ