બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Keep God at your head.! Farmers are thirsty for electricity during the day and electricity is wasted in the AC offices of government officials

મહામંથન / ભગવાનને માથે રાખો.! ખેડૂત દિવસે વીજળી માટે તરસે અને સરકારી બાબુઓની AC ઓફિસમાં વીજળી વેડફાતી રહે , કેટલું યોગ્ય?

Vishal Khamar

Last Updated: 10:24 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ખેડૂતોને દિવસ વીજળી નથી મળતી ત્યારે સરકારી કચેરીઓમાં વીજળીને વેડફાટ થઈ રહ્યો છે. શિયાળાની સીઝનમાં કાતિલ ઠંડીમાં કેટલાય ખેડૂતોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. આ સરકાર ક્યારે સમજશે ખેડૂતોની વેદના...

કવિ કરસનદાસ માણેકની એ પંકતિઓ કદાચ દરેક ગુજરાતી જાણતો જ હશે કે મને એ જ સમજાતું નથી કે આવુ શાને થાય છે ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે. અત્યારે બે વિરોધાભાસ એવા સર્જાયા છે કે જેમાં આ પંક્તિઓ સુપેરે ફીટ બેસે છે. એક તરફ જયાં રાજ્યમાં કેટલીક સરકારી કચેરીઓ છે કે જયાં અધિકારીઓ આવ્યા હોય કે ન આવ્યા હોય પણ લાઈટ-પંખા આડેધડ ચાલુ હોય અને બીજી તરફ સરકારની જાહેરાત છતા દિવસે વીજળી માટે રાજ્યનો ખેડૂત વલખા મારતો હોય. એ વાત પણ કોઈનાથી છૂપી નથી કે દિવસે વીજળીના અભાવે ખેડૂતોએ રાત્રે પિયત માટે જવું પડે છે અને તાજેતરમાં શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડીથી કેટલાક ખેડૂતોનું મૃત્યુ પણ થયું. આવી વિરોધાભાસી સ્થિતિની વચ્ચે ખેડૂતની ફરિયાદનો ઉકેલ કયારે?, કચેરીઓમાં વીજળીનો વેડફાટ ન થવો જોઈએ આટલી સાદી સમજણ ઉચ્ચ શિક્ષણ મેળવેલા અધિકારીઓને શું નહીં હોય..? જો કચેરીઓમાં વીજળીના આવા વેડફાટના દ્રશ્યો સામાન્ય હોય તો પછી એ અધિકારીઓને ખેડૂતોની રજૂઆત કે વેદના કયારેય પણ સમજાશે ખરા?

  • સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ
  • સરકારી કચેરીઓમાં આડેધડ વીજળી વપરાઈ રહી છે
  • અધિકારી હાજર હોય કે ન હોય લાઈટ-પંખા ચાલુ રહે છે
  • કલાકો સુધી કચેરીમાં કોઈ ન આવે પણ વીજવપરાશ યથાવત રહે છે

સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ છે. સરકારી કચેરીઓમાં આડેધડ વીજળી વપરાઈ રહી છે. અધિકારી હાજર હોય કે ન હોય લાઈટ-પંખા ચાલુ રહે છે. કલાકો સુધી કચેરીમાં કોઈ ન આવે પણ વીજવપરાશ યથાવત રહે છે. સરકારી કચેરીમાં વીજળીના બેફામ વપરાશની સામે બીજો વિરોધાભાસ પણ છે. ખેડૂતો દિવસે વીજળી માટે અનેકવાર રજૂઆતો કરે છે. દિવસે વીજળી આપવાની યોજના પણ છે, પરંતુ તેની અમલવારી થતી નથી. વીજળી માટે ખેડૂત તરસતો રહે અને કચેરીઓમાં વીજળી મનફાવે તેમ વપરાતી રહે. 

  • રાજ્યમાં સરકારી કચેરીઓમાં વીજળીના વપરાશ ઉપર કોઈ નિયમન નથી?
  • VTV NEWSના રિયાલીટી ચેકમાં બેજવાબદારીની હદ વટાવતા દ્રશ્યો સામે આવ્યો
  • કચેરીઓ ખાલીખમ હતી પરંતુ વીજવપરાશના તમામ સાધન ચાલુ હાલતમાં હતા

આ સ્થિતિને કેમ નિવારવી?
રાજ્યમાં સરકારી કચેરીઓમાં વીજળીના વપરાશ ઉપર કોઈ નિયમન નથી? ત્યારે VTV NEWSના રિયાલીટી ચેકમાં બેજવાબદારીની હદ વટાવતા દ્રશ્યો સામે આવ્યો છે.  કચેરીઓ ખાલીખમ હતી પરંતુ વીજવપરાશના તમામ સાધન ચાલુ હાલતમાં હતા. જે તે ટેબલ ઉપર કોઈ અધિકારી નહીં પરંતુ લાઈટ-પંખા ચાલુ હતા. 11 વાગ્યા સુધી કોઈ આવ્યું ન હોય પરંતુ લાઈટ, AC, પંખા ચાલુ જ રહ્યા હોય. અમદાવાદ અને ભાવનગરની કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ થઈ રહ્યો હતો. 

અહીં વેડફાય છે વીજળી
અમદાવાદ
 

જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી
રિજિયોનલ ડેપ્યુટી એક્ઝામીનરની ઓફિસ
સહકારી મંડળીની ઓફિસ
સંયુક્ત રજીસ્ટ્રારની ઓફિસ
કાર્યપાલક ઈજનેર, વિદ્યુત વિભાગ
એક્ઝિક્યુટીવ ઈજનેર
નગર નિયોજક કચેરી
હિસાબી શાખા

વહીવટી અધિકારીની કચેરી

ભાવનગર 

જિલ્લા પંચાયત કચેરી

  • કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળીની જાહેરાત
  • ગુજરાતના અનેક વિસ્તાર એવા છે કે જયાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી
  • દિવસે વીજળી ન મળતા ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર બને છે 

ખેડૂતોની ફરિયાદનો ઉકેલ શું?
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. ગુજરાતના અનેક વિસ્તાર એવા છે કે જયાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. દિવસે વીજળી ન મળતા ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર બને છે. સરકાર ફીડરની લંબાઈ, વિભાજનના કારણો આગળ ધરે છે. ખેતીની વીજળી માટેના જરૂરી લોડનું પણ કારણ આગળ ધરવામાં આવે છે. શિયાળાની સિઝનમાં તાજેતરમાં કેટલાક ખેડૂત ઠંડીને લીધે મૃત્યુ પામ્યાના બનાવ બન્યા. ખેડૂત દિવસે વીજળી માટે વલખા મારે અને કચેરીઓમાં વીજળી વેડફાતી રહે. કચેરીઓ સરકારી કામકાજનું વહન કરવા માટે છે તો ખેડૂતો પણ અન્નદાતા છે. અન્નદાતા જ વીજળી માટે તરસતો રહે તે સ્થિતિ કેટલી યોગ્ય તે મહત્વનો સવાલ. કચેરીઓ વીજળી વેડફતી રહે અને ખેડૂતને વિવિધ કારણોથી વીજળી ન મળે. 

કયા વિસ્તારમાં ખેડૂતોને વીજળીની સમસ્યા?

ગીર-સોમનાથ
જૂનાગઢ
સાણંદ
નવસારી
ઊંઝા
ડીસા

 હવે વીજળીનો વેડફાટ ન પોષાય

  • 2023માં એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઈન્ડિયા રિપોર્ટ જારી કરાયો
  • 2023માં ગુજરાત વીજ ઉત્પાદન ક્ષમતામાં પ્રથમ નંબરે હતું
  • 2023માં ગુજરાતે 37.35 ગીગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી
  • વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાત મહારાષ્ટ્રથી આગળ નિકળી ગયું
  • એક વર્ષમાં ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા 10% વધી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ