ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી', નેમ પ્લેટ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો

BIG BREAKING / દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી', નેમ પ્લેટ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Last Updated: 01:53 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે.

ADVERTISEMENT

કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કોર્ટે આ નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ પોતાનું નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી.

કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર એ જણાવવું પડશે કે તેઓ કયા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચી રહ્યા છે. ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે દુકાનદારોને પ્રકાશિત કરવાની જરૂર છે.

આ સંદર્ભમાં કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે.

યુપીના મુઝફ્ફરનગરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી

યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કંવર યાત્રા પહેલા જરૂરી સૂચનાઓ આપી હતી. સરકારના જણાવ્યા મુજબ, રસ્તાની બાજુના સ્ટોલ સહિત દરેક ખાદ્યપદાર્થોના સ્ટોલના માલિકો માટે તેમના નામ સાથેનું બોર્ડ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ નિયમ મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો. ત્યાં સ્થાનિક પ્રશાસને કંવર યાત્રાળુઓના માર્ગ પર આવતી દુકાનો પર તેમના માલિકો અને સંચાલકોના નામ લખવાની સૂચના આપી હતી.

વધુ વાંચોઃ ગુજરાતમાં ચાંદીપુરા, મહારાષ્ટ્રમાં ઝીકા, કેરલમાં નિપાહ, એકસાથે ત્રણ-ત્રણ રાજ્યોમાં વાયરસે કહેર વર્તાવતા તંત્ર એલર્ટ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 19 જુલાઈએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સમગ્ર રાજ્યમાં કંવર તીર્થયાત્રીઓના માર્ગ પર આવતી દરેક દુકાનના માલિક અને સંચાલકના નામ લખવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ હલાલ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kavad Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ