બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગુજરાતમાં ચાંદીપુરા, મહારાષ્ટ્રમાં ઝીકા, કેરલમાં નિપાહ, એકસાથે ત્રણ-ત્રણ રાજ્યોમાં વાયરસે કહેર વર્તાવતા તંત્ર એલર્ટ

ધ્યાન રાખજો / ગુજરાતમાં ચાંદીપુરા, મહારાષ્ટ્રમાં ઝીકા, કેરલમાં નિપાહ, એકસાથે ત્રણ-ત્રણ રાજ્યોમાં વાયરસે કહેર વર્તાવતા તંત્ર એલર્ટ

Last Updated: 01:07 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચાંદીપુરા, કેરળમાં નિપાહ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ ત્રણ અલગ અલગ વાયરસને કારણે આ રાજ્યોની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી તેના કારણે 27 લોકોના મૃત્યુ થયા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.

chandipura-virus

ગુજરાતમાં ચાંદીપુરા, કેરળમાં નિપાહ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ ત્રણ અલગ અલગ વાયરસને કારણે આ રાજ્યોની હેલ્થ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે.

chandipura-final

નિપાહ વાઈરસ એ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતું સંક્રમણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, તે મનુષ્યો તેમજ પ્રાણીઓને ગંભીર અસર કરી શકે છે. તેને ચામાચીડિયા અને ડુક્કરમાં સૌથી વધુ ચેપી માનવામાં આવે છે. કેરળમાં ફરી એકવાર આ વાયરસનો પ્રકોપ વધવા લાગ્યો છે. તાજેતરનો કેસ કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે.

PROMOTIONAL 12

આ તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલ આ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 71 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.

વધુ વાંચો: શું છે આ નિપાહ વાયરસ? જેનાથી કેરલમાં નિપજ્યું પ્રથમ મોત, જાણો લક્ષણથી લઇને ઉપાય

આ તરફ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઝીકાના 34 કેસ નોંધાયા છે, જેમાંથી પુણેમાં 19 જુલાઈ સુધી 28 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર આ વાયરસના પ્રકોપને રોકવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ આ ઝીકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ઝીકા વાયરસ ગર્ભવતી સ્ત્રીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં ફેલાય છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zika virus Chandipura Virus Nipah Virus Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ