બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Katrina kaif Birthday: At the age of 14, Katrina Kaif did this feat, her first film was flope

બર્થ ડે સ્પેશ્યલ / એક બે નહીં 18 દેશોમાં વીત્યું કેટરીનાનું બાળપણ: ભારત ફરવા આવી અને ફિલ્મ મળી ગઈ, આજે બની ગઈ બોલિવૂડની ટોપ એક્ટ્રેસ

Megha

Last Updated: 12:03 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2003માં ફિલ્મ બૂમથી કેટરીના કૈફએ ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. કેટરીનાનું બાળપણ લગભગ 18 દેશોમાં વીત્યું હતું. કેટરિના કૈફ સતત મુસાફરીને કારણે ક્યારેય શાળાએ જઈ શકી ન હતી,

  • 2003માં ફિલ્મ બૂમથી કેટરીના કૈફએ ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી
  • કેટરીનાના માતા-પિતાએ ડિવોર્સ લઈ લીધા હતા
  • કેટરિના કૈફ સતત મુસાફરીને કારણે ક્યારેય શાળાએ જઈ શકી ન હતી

વર્ષ 2003માં ફિલ્મ બૂમથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કેટરીના કૈફ આજે બોલિવૂડમાં સુપરસ્ટારનો દરજ્જો ધરાવે છે. જોકે અહીં સુધી પહોંચવાની તેમની સફર મુશ્કેલીઓ અને સંઘર્ષોથી ભરેલી હતી. 16 જુલાઈ 1983ના રોજ વિક્ટોરિયા હોંગકોંગમાં જન્મેલી કેટરિનાના 6 ભાઈ-બહેનો છે. તેની માતા સુઝેને એમને ખૂબ જ મુશ્કેલીથી ઉછેર્યા. કેટરીના ક્યારેય શાળાએ પણ નથી ગઈ કારણ કે કેટરીનાના માતાપિતાના ડિવોર્સ બાદ તેની માતા એ કામ માટે ઘણા દેશોમાં ભટકવું પડ્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ વિક્ટોરિયા, હોંગકોંગમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ કૈફ છે જેઓ મૂળ કાશ્મીરના હતા. મોહમ્મદ કૈફના પૂર્વજો અમેરિકામાં સ્થાયી થયા અને ત્યાં બિઝનેસ કરવા લાગ્યા. કેટરિના કૈફની માતાનું નામ સુઝેન ટર્કોટ છે, જે એક વકીલ અને સોશ્યલ એક્ટિવિસ્ટ છે.  કેટરીના કૈફનો જન્મ હોંગકોંગમાં મોટા પુત્ર સેબેસ્ટિયન અને ત્રણ મોટી પુત્રીઓ સ્ટેફની, ક્રિસ્ટીન અને નતાશા પછી થયો હતો. કેટરિનાને ત્રણ નાની બહેનો મેલિસા, સોનિયા અને ઈસાબેલ પણ છે. 

થોડા સમય કેટરીનાના માતાપિતા વચ્ચે પરસ્પર મતભેદો વધવા લાગ્યા તો કેટરીનાના માતા-પિતાએ ડિવોર્સ લઈ લીધા હતા અને એ પછી મોહમ્મદ કૈફે સુઝાન સાથે 8 બાળકોને છોડીને ચાલ્યા ગયા હતા. એ બાદ એમને ક્યારેય આર્થિક કે અન્ય મદદ કરી નથી. આ સ્થિતિ બાદ તેની માતાએ અલગ-અલગ શહેરોમાં કામ કરીને બાળકોને ઉછેરવાનું શરૂ કર્યું. ત્યારથી આજ સુધી કેટરીના તેના પિતાને ક્યારેય મળી નથી. કેટરીનાનું બાળપણ એક-બે નહીં પરંતુ લગભગ 18 દેશોમાં વીત્યું હતું. કેટરિના કૈફ સતત મુસાફરીને કારણે ક્યારેય શાળાએ જઈ શકી ન હતી, જોકે તેને ભણાવવા માટે હોમ ટ્યુટર રાખવામાં આવ્યો હતો.

14 વર્ષની ઉંમરે બ્યુટી સ્પર્ધા જીત્યા બાદ તેના દિવસો બદલ્યા અને વર્ષ 2003માં ભારત આવ્યા બાદ તેમનું નસીબ બદલાઈ ગયું.  કેટરિના કૈફ કામ કરવા માટે નહીં પરંતુ તેના મિત્રો સાથે ફરવા માટે ભારત આવી હતી અને અંહી આવી તેને મુંબઈમાં ચાલી રહેલા એક ફેશન શોમાં પહોંચી હતી. આ શોમાં કેટરીનાની મુલાકાત ફિલ્મમેકર કૈઝાદ ગુસ્તાદ સાથે થઈ હતી. તેણે 2003માં રિલીઝ થયેલા એ જ ફેશન શોમાં કેટરિનાને બૂમ ફિલ્મની ઑફર કરી હતી. આ ફિલ્મમાં કેટરીનાએ સુપર મોડલની ભૂમિકા ભજવી હતી.જેમાં કેટરીનાએ સુપર મોડલ રીનાનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કેટરીનાએ ગુલશન ગ્રોવર સાથે કિસિંગ સીન કર્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

વર્ષ 2003માં તેણે ફિલ્મ બૂમથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી, તે કિંગફિશર કેલેન્ડર, કોકા-કોલા, એલજી, ફેવિકોલની એડમાં પણ જોવા મળી હતી. બોલિવૂડમાં કામ ન મળતાં કેટરિનાએ તેલુગુ ફિલ્મમાં કામ કર્યું. એ બાદ તેની મુલાકાત સલમાન ખાન સાથે થઈ હતી અને ત્યારથી તેને ફરી ફિલ્મો મળવાની શરૂઆત થઈ હતી. સલમાને કેટરિનાને તેની આગામી ફિલ્મ મૈંને પ્યાર ક્યૂં કિયા ઓફર કરી. ફિલ્મમાં મોડલ બનેલી કેટરીનાને સલમાન સાથે દેશભરમાં ઓળખ મળી અને અહીંથી તેની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ થઈ.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ