ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / 60 વર્ષના બુઝર્ગ પર આવ્યું 22 વર્ષની છોકરીનું દિલ, મંદિરમાં કરી લીધા લગ્ન, વીડિયો વાયરલ

અજબ ગજબ / 60 વર્ષના બુઝર્ગ પર આવ્યું 22 વર્ષની છોકરીનું દિલ, મંદિરમાં કરી લીધા લગ્ન, વીડિયો વાયરલ

Published By: Nidhi Panchal

Last Updated: 03:17 PM, 15 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

60 વર્ષની ઉંમરે પ્રેમને મળ્યું નવું નામ અને 22 વર્ષની યુવતીએ જીવનસાથી તરીકે પસંદ કર્યો પોતાથી 38 વર્ષ મોટા પુરુષને. Katihar માં થયેલા આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આશ્ચર્ય સાથે વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે.

ADVERTISEMENT

કટિહારના મણિહારી બ્લોકની બાઘમારા પંચાયતમાંથી એક અનોખી પ્રેમકથા સામે આવી છે, જે હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અહીં 22 વર્ષની યુવતી અને 60 વર્ષના ગ્રામજન સુગ્રીમ પાસવાન વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. બંને વચ્ચે લગભગ 38 વર્ષનો ઉંમરનો તફાવત હોવા છતાં તેઓ એકબીજાની નજીક આવતા ગયા અને અંતે બંન્ને લગ્ન કરી લીધા હતા. આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

યુવતી લાંબા સમયથી સાથે

ગામલોકોના જણાવ્યા મુજબ, સુગ્રીમ પાસવાન અને યુવતી લાંબા સમયથી એકબીજાને મળતા હતા, પરંતુ તેમના સંબંધ વિશે ગામ કે પરિવારને ખાસ જાણ નહોતી. બુધવારે કેટલાક ગ્રામજનોએ બંનેને એકાંત વિસ્તારમાં સાથે જોયા હતા. ત્યારબાદ લોકોમાં આ બાબતને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. શરૂઆતમાં ગામલોકો પણ આશ્ચર્યમાં પડી ગયા કે આટલી નાની ઉંમરની યુવતી 60 વર્ષના વ્યક્તિ સાથે કેવી રીતે પ્રેમમાં પડી શકે. જોકે જ્યારે બંનેને ગામની પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે વાત વધુ સ્પષ્ટ થઈ.

બંનેએ પોતાના સંબંધ વિશે સ્વીકાર્યું

પંચાયત દરમિયાન યુવતી અને સુગ્રીમ પાસવાનને અલગ અલગ રીતે પૂછવામાં આવ્યું કે શું તેઓ ખરેખર સાથે રહેવા અને લગ્ન કરવા માંગે છે કે નહીં. બંનેએ કોઈ ખચકાટ વિના સ્વીકાર્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી પ્રેમમાં છે અને હવે જીવનભર સાથે રહેવા ઈચ્છે છે. બંનેની સહમતિ મળ્યા બાદ ગામલોકોએ પણ તેમના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ગામના મંદિર ખાતે તરત જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ.

ગામલોકોની હાજરીમાં કર્યા લગ્ન

મંદિરમાં પૂજારીને બોલાવવામાં આવ્યા અને ગામલોકોની હાજરીમાં સંપૂર્ણ વિધિ પ્રમાણે લગ્ન કરાવવામાં આવ્યા. વાયરલ વીડિયોમાં યુવતી સુગ્રીમ પાસવાન દ્વારા માંગમાં સિંદૂર ભરાવતા જોવા મળે છે. ત્યારબાદ યુવતીએ કપાળ પર બિંદી લગાવી અને મંદિરના દેવતા સમક્ષ હાથ જોડીને આશીર્વાદ લીધા. લગ્ન પૂર્ણ થયા બાદ દંપતીએ મંદિરમાં પ્રાર્થના કરી અને એકબીજાના ખભા પર હાથ રાખીને વિદાય લીધી. સમગ્ર પ્રસંગ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો અને તસવીરો કેદ કરી હતી, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

આ પણ વાંચો : એક એવું ATM, જ્યાં રૂપિયા નથી ઉપડતા, પરંતુ થાય છે હેર કટિંગ, જુઓ વાયરલ Video

યુવતીએ પોતાની મરજીથી કર્યા લગ્ન

લગ્ન પછી યુવતીએ જણાવ્યું કે તેણે પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે અને તેના પરિવારને પણ આ સંબંધ સામે કોઈ વાંધો નથી. તેણે કહ્યું કે છેલ્લા બે વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને હવે લગ્ન બાદ તેઓ ખુશ છે. બીજી તરફ સુગ્રીમ પાસવાને પણ જણાવ્યું કે તેમના પ્રેમને હવે પૂર્ણતા મળી છે અને તેઓ હવે જીવનભર સાથે રહેશે. બંનેએ દાવો કર્યો કે તેઓ એકબીજાને સારી રીતે સમજે છે અને એકબીજાની સાથે ખુશ છે. જો કે આ વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર પણ લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો આ ઘટનાને “પ્રેમને ઉંમર નથી” નું ઉદાહરણ કહી રહ્યા છે, તો કેટલાક તેને આશ્ચર્યજનક નિર્ણય ગણાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

22 Year Girl Marriage Bihar Viral Marriage Katihar Love Story

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ