બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kashmir connection exposed in bogus driving license scam in Gandhinagar RTO

તપાસનો ધમધમાટ / ગાંધીનગર RTOમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડમાં સામે આવ્યું કાશ્મીર કનેક્શન, સુરક્ષા એજન્સીઓ થઇ દોડતી

Malay

Last Updated: 03:35 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: કાશ્મીરીઓના લાયસન્સ કૌભાંડમાં મિલિટરી ઇન્ટેલિજન્સે ‘‌સિક્રેટ ઈન્વેસ્ટિગેશન’ શરૂ કર્યું છે. IB, સેન્ટ્રલ IB તેમજ મિ‌લિટરી ઇન્ટેલિજન્સ દ્વારા એજન્ટોની પૂછપરછ કરાયા બાદ હવે રો, એનઆઇએ સહિતની એજન્સીઓ પણ તપાસ કરશે.

 

  • લાયસન્સ કૌભાંડ મામલે RTOમાં થશે તપાસ
  • રો, NIA સહિતની એજન્સીઓ પણ કરશે તપાસ
  • RTOના કર્મચારીઓની થશે પૂછપરછ

જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષાદળોના જવાન બનાવીને બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ગાંધીનગર આરટીઓમાં બનાવવાના સૌથી મોટા કૌભાંડમાં સેન્ટ્રલની સુરક્ષા એજન્સીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. મિલિટરી ઇન્ટેલિજન્સ (MI)એ ઇન્વે‌સ્ટિગેશન શરૂ કરી દીધું છે. ગઇ કાલે IB, સેન્ટ્રલ IB તેમજ મિ‌લિટરી ઇન્ટેલિજન્સે આરટીઓના બંને એજન્ટોની પૂછપરછ કરી હતી, જ્યારે હવે રો, એનઆઇએ સહિતની એજન્સીઓ પણ તપાસ કરશે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. ગાંધીનગર આરટીઓના બે એજન્ટોએ જમ્મુ-કાશ્મીરના શકમંદો સાથે મળીને એક હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવી દીધાં હતાં, જેના મામલે કેન્દ્રીય એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે.


 
ક્રાઇમ બ્રાંચે બે એજન્ટની કરી ધરપકડ 
ગાંધીનગર આરટીઓના બે એજન્ટ દ્વારા કાશ્મીરી યુવકો સાથે મળીને ગાંધીનગરમાં આવેલા વિવિધ કેન્ટોન્મેન્ટના એડ્રેસ પર બોગસ ડોક્યુમેન્ટના આધારે છેલ્લાં ત્રણ વર્ષમાં એક હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે એજન્ટની ધરપક કરી હતી. ક્રાઇમ બ્રાંચે બંન્ને એજન્ટો પાસેથી 288થી વધુ લાયસન્સ રિકવર કર્યા હતા, જ્યારે ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી હતી.


 
J-Kના લોકોના કાઢતા હતા ડ્રાઈવિંગ લાયસન્સ
પાટનગર ગાંધીનગર આરટીઓમાંથી જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને પુલવામાના ઉરી સેક્ટરમાં રહેતા લોકોના લાયસન્સ નીકળી રહ્યા હતા. આ લાયસન્સ જમ્મુ-કાશ્મીરના એડ્રેસ પર નહીં, પરંતુ ગાંધીનગર અને અન્ય કેન્ટોન્મેન્ટ વિસ્તારના એડ્રેસ પર નીકળી રહ્યા હતા. એડ્રેસ કૅન્ટોન્મેન્ટ વિસ્તારનું હોવાના કારણે લાયસન્સ બનાવવા માટે ગાંધીનગર અને ચાંદખેડામાં રહેતા સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના એજન્ટનો સંપર્ક જમ્મુ-કાશ્મીરના લોકોએ કર્યો હતો અને આખા રેકેટની શરૂઆત ત્યાંથી થઇ હતી. બે-ત્રણ વર્ષથી ચાલતા આ રેકેટમાં મહત્ત્વની કડી મિલિટરી ઇન્ટેલિજન્સ પુણે યુનિટને મળી હતી, જે ઇનપુટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપ્યા હતા. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરની અંદર ડિફેન્સના લોકોનાં લાયસન્સ કઢાવનાર લોકોની કડી મળી અને આખા દેશમાં ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવું નેટવર્ક તેમણે ઝડપી પાડ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના યુવકોના સંપર્કમાં હતા એજન્ટો
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ મિતેશ ત્રિવેદી અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે બે વ્યક્તિઓ પાસેથી 228 ડ્રાઇવિંગ લાયસન્સ અને અત્યાર સુધી તેમણે કઢાવેલા એક હજારથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યાની કડી મળી હતી. સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ બંને શખ્સ જમ્મુ-કાશ્મીરમાં અયાન, અસફાક, નઝીર અને વસીમ સાથે સંપર્કમાં હતા. સંતોષ અને ધવલ બંને ભેગા મળીને લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવાનું પણ કામ કરતા હતા.

લાયસન્સ કૌભાંડમાં થશે મોટા પર્દાફાશ 
આ સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે જે રૂપિયા બંન્ને એજન્ટોને મળતા હતા તેની તમામ વિગતો બેંક પાસેથી લેવામાં આવશે તો બીજી તરફ આરટીઓ એજન્ટની મા‌હિતીના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સમગ્ર રેકેટમાં તપાસમાં લાગી ગઇ છે. આવનારા દિવસોમાં બોગસ લાયસન્સ કૌભાંડમાં મોટા પર્દાફાશ થાય તે વાત નકારી શકાતી નથી. આર્મી કેમ્પ પર જ્યાં આતંકીઓએ હુમલા કર્યા હતા તે જ વિસ્તારમાં રહેતા રહીશોએ બોગસ લાયસન્સ બનાવ્યા હોવાથી અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. 

RTO અધિકારીઓની પણ સંડોવણી સામે આવશે 
ક્રાઇમ બ્રાંચના પીઆઇ મિતેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર કૌભાંડનું જડમૂળ ગાંધીનગર આરટીઓમાં છે. આજે 10 પોલીસ કર્મચારીઓની ટીમ સાથે ગાંધીનગર આરટીઓમાં તપાસ માટે જવાની છે, જેમાં છેલ્લા ચાર વર્ષમાં આર્મીના જવાનોના નામે ઈશ્યૂ થયેલા તમામ લાયસન્સ અને તેમાં આપવામાં આવેલા ડોકયુમેન્ટ્સની તપાસ કરવામાં આવશે. આ કૌભાંડમાં આરટીઓના અધિકારીઓની પણ સંડોવણી સામે આવશે, જ્યારે એક પછી એક ધરપકડનો દોર શરૂ થશે. તમામ ડેટા ચેક કર્યા બાદ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવશે, જ્યારે ક્રાઇમ બ્રાંચની એક ટીમ જમ્મુ-કાશ્મીર પણ જશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ