બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Karstan of daughter-in-law was caught on CCTV camera in Ahmedabad.

તાંત્રિક વિધિ / પુત્રવધૂના કારસ્તાન સીસીટીવી કેમેરામાં થયા કેદ, દિયરનો ફોટોગ્રાફ્સ મૂકીને કંકુનું પાણી ઢોળ્યું, અમદાવાદનો ચકચારી બનાવ

Malay

Last Updated: 04:34 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ઠા તેના ઘરેથી મોડી રાતે કોઇ અજાણ્યા શખ્સ સાથે કારમાં નીકળી હતી અને દોઢ વાગ્યાની આસપાસ મોટેરા ખાતે પહોંચી હતી. નિષ્ઠાએ મોઢા પર દુપટ્ટો બાંધ્યો હતો અને ચૂપચાપ તે સોસાયટીમાં આવી ગઇ હતી જ્યાં તેણે તાંત્રિક વિધિ કરી ત્યાર બાદ તે નીકળી ગઇ હતી.

  • મોઢા પર દુપટ્ટો બાંધીને રાતે 1:30 વાગે તાંત્રિક વિધિ કરવા આવી 
  • બદલાની આગામાં સળગતી પૂત્રવધૂના કારસ્તાન CCTVમાં કેદ 
  • પોલીસે ગુનો દાખલ નહીં કરતા કોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો

21મી સદીના ટેકનોલોજીના યુગમાં પણ આજે ઘણા એવા લોકો છે જે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખી રહ્યા છે. જેના કારણે ઘણી જિંદગી હોમાઇ ગઇ છે. બે દિવસ પહેલાં વલસાડમાં રૂપિયાનો વરસાદ થશે અને અસીમ શક્તિ મળશે તેવું માનીને નવ વર્ષની માસૂમ દીકરીનો બલિ ચઢાવી દેવાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં સાસરિયાંને બરબાદ કરવાના ઇરાદે તાંત્રિક વિધિના રવાડે ચઢેલી એક પુત્રવધૂનું માની શકાય નહીં તેવું કારસ્તાન સામે આવ્યું છે. પુત્રવધૂએ સાસરીમાં કરેલી તાંત્રિક વિધિની પોલ સીસીટીવી ફૂટેજે ખોલી દેતાં અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. જુલાઇ મહિનામાં પુત્રવધૂએ તાંત્રિક વિધિનાં કારનામાં કર્યાં હતાં. જેમાં કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

હજુ તો ચોમાસું શરૂ નથી થયું ત્યાં તો વીજ થાંભલો બન્યો મોતનું કારણ,  અમદાવાદમાં વીજકરંટથી 2નાં મોત | two die due to Electric shock in chandkheda  ahmedabad gujarati news
ચાંદખેડા પોલીસ સ્ટેશન

માતા પિતા વિરુદ્ધ કોર્ટમાં અનેક વખત કરી ફરિયાદ 
મોટેરા વિસ્તારમાં આવેલા હરગોવિન પાર્ક સોસાયટીમાં રહેતા અછૂતુ શારદા શ્રી ગલીના પુત્ર પ્રવીણભાઇનાં લગ્ન નારણપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ એવન્યુમાં રહેતી નિષ્ઠા સાથે વર્ષ 2015માં સમાજિક રીત રીવાજ મુજબ થયાં હતાં. બે વર્ષનાં લગ્ન જીવનમાં નિષ્ઠા અને પ્રવીણ વચ્ચે મનમેળ નહીં આવતાં બન્ને અલગ થઇ ગયાં હતાં. નિષ્ઠાએ પ્રવીણ તેમજ તેનાં માતા પિતા વિરુદ્ધ કોર્ટમાં અનેક વખત ફરિયાદ કરી હતી. જે કેસ હાલ ચાલી રહ્યા છે. 23 જુલાઇ 2022ના રોજ પ્રવીણ અને તેનો પરિવાર ઊઠ્યો ત્યારે તેમણે ઘરની બહાર જોયું તો તાંત્રિક વિધિના સામાન પડ્યો હતો. જેના ઉપર પ્રવીણના નાના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો. 

સીસીટીવી ફૂટેજ જોઈને ચોંકી ગયો પરિવાર
વાળના ગુચ્છા ઉપર પ્રવીણના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો તેમજ લીંબુ, કંકુ,  અગરબત્તી અને ચપ્પુ પડ્યાં હતાં. આ ઘટના જોતાંની સાથે જ પ્રવીણભાઈ અને તેમનો પરિવાર આઘાતમાં આવી ગયો હતો અને તાત્કાલીક સોસાયટીના ચેરમેનને નોટિસ આપીને સીસીટીવી ફૂટેજની માગ કરી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવતાંની સાથે જ પ્રવીણ અને તેના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી કારણ કે તાંત્રિક વિધિ કરનાર બીજું કોઇ નહીં પરંતુ પ્રવીણની પત્ની નિષ્ઠા હતી. નિષ્ઠા મોડી રાતે કોઇ યુવક સાથે કારમાં આવી હતી અને મોઢા પર દુપ્પટો બાંધીને તાંત્રિક વિધિ કરીને જતી રહી હતી.   

મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો: મૃત પતિને મોક્ષ અપાવવાને બહાને મહિલા સાથે  થયું એવું કે... | widow Women tantrik fraud in Bharuch Gujarat
પ્રતિકાત્મક તસવીર

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આપી હતી ફરિયાદ
પ્રવીણની માતા અછૂતુ શારદા શ્રીએ 23 જુલાઇના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ આપી છતાંય પોલીસે ગુનો દાખલ કર્યો નહીં. જેથી તેમણે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને બે વખત ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ગુનો દાખલ કરવાનો આદેશ નહીં આપતાં અંતે અછૂતુ શારદા શ્રીએ ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજ તેમજ પુરાવા હોવા છતાંય પોલીસે ગુનો દાખલ નહીં કરતાં અંતે ગાંધીનગર કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંદીપ ક્રિષ્ટીએ સીઆરપીસી 156(3) મુજબ ગુનો દાખલ કરવા માટેનો આદેશ કર્યો હતો. 

કોર્ટના આદેશ બાદ પોલીસે નોંધ્યો ગુનો
કોર્ટે આદેશ કર્યા બાદ ગઇ કાલે ચાંદખેડા પોલીસે નિષ્ઠા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નિષ્ઠા કોની સાથે કારમાં આવી, કોના કહેવાથી તેણે તાંત્રિક વિધિ કરી તે તમામ મુદ્દા તપાસના હોવાથી કોર્ટે ચાંદખેડા પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ