બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Kapildev said Kohli age is not in form so Virender Sehwag told him to shake it off

ક્રિકેટ / કપિલદેવે કહ્યું- કોહલીની ઉંમર થઇ એટલે ફોર્મમાં નથી, તો વિરેન્દ્ર સહેવાગે તેને ઝાટકી નાખતા કહ્યું કે...

Published By: Intern

Last Updated: 04:55 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકા સામે ૧૨ માર્ચથી શરૂ થઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓ શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વરકુમારની ટીમમાં વાપસી થતાં ભારતીય ટીમ મજબૂત બની છે.

  • કપિલે કોહલીને લઈને ઉઠાવ્યા સવાલ
  • વીરેન્દ્ર સેહવાગને કપિલદેવની આ વાત યોગ્ય લાગતી નથી
  • કોહલીને વધારે પ્રેક્ટિસની જરૂર છે - કપિલ દેવ

ભારતીય ચાહકો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે કેપ્ટન કોહલીનું ફોર્મ. ચાર ટી-૨૦, ત્રણ વન ડે, બે ટેસ્ટ અને એક પણ સદી નહીં. ત્યારબાદ તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ પર સવાલો ઊઠવા માંડે એ સ્વાભાવિક છે, કારણ કે ૨૦૧૪માં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ આ તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. કોહલી ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ૧૧ ઇનિંગ્સમાં માત્ર ૨૧૮ રન જ કરી શક્યો. ઉંમર વધવાની સાથે બેટ્સમેનો માટે હાથ-આંખનો તાલમેલ બેસાડવો મુશ્કેલ બની જાય છે.

કોહલી હવે ૩૦ની ઉંમર વટાવી ચૂક્યો છે અને ભૂતપૂર્વ કેપ્ટન કપિલદેવે કોહલીના હાથ-આંખના સંયોજનમાં ઊણપ બતાવીને મુદ્દો ઊભો કરી દીધો, પરંતુ પોતાની કરિયરમાં ખુદ આ પરેશાની સાથે ઝઝૂમનારા વીરેન્દ્ર સેહવાગને કપિલદેવની આ વાત યોગ્ય લાગતી નથી.

વીરેન્દ્ર સેહવાગનું એવું માનવું છે કે કોહલીની સાથે હાલ ફક્ત ફોર્મની સમસ્યા છે, હાથ-આંખના સંયોજનનો કોઈ મુદ્દો છે જ નહીં. વીરુએ કહ્યું, ''જ્યારે તમે ફોર્મમાં નથી હોતા ત્યારે એક પણ વસ્તુ તમારા માટે કામ કરતી નથી. એવું નથી કે વિરાટ પ્રયાસ નથી કરી રહ્યો, પરંતુ નસીબ તેની સાથે નથી. ફોર્મ જ સૌથી મોટો મુદ્દો છે. ન્યૂઝીલેન્ડમાં તે સારા બોલ પર જ આઉટ થયો છે.''
વીરુના કહેવા અનુસાર, ''ન્યૂઝીલેન્ડમાં બોલ સ્વિંગ થાય છે અને જો તમે રન ના બનાવી રહ્યા હો તો પડકાર વધુ મુશ્કેલ બની જાય છે. સ્પષ્ટ વાત છે કે તમે ફ્રન્ટફૂટ પર રમી, બોલને છોડતાં તાલમેલ બેસાડી શકો છે.''

કપિલદેવે પણ અગાઉ કહ્યું હતું કે, ''કોહલીને વધારે પ્રેક્ટિસની જરૂર છે.  જ્યારે તમે ૩૦ની ઉંમર વટાવી જાવ છો ત્યારે તમારી આંખોની રોશની પ્રભાવિત થાય છે. જ્યારે બોલ સ્વિંગ થાય છે ત્યારે કોહલી સજાગતા સાથે ચોગ્ગો ફટકારે છે, પરંતુ ન્યૂઝીલેન્ડમાં તે આવું કરવાના પ્રયાસમાં બે વાર આઉટ થઈ ગયો. જ્યારે મોટા ખેલાડી સ્વિંગ બોલ પર બોલ્ડ અથવા એલબી આઉટ થાય છે ત્યારે તેમણે વધુ ને વધુ પ્રેક્ટિસ કરવાની જરૂર હોય છે.''

શું છે હાથ-આંખનું સંયોજન?


બેટિંગમાં હાથ-આંખનું સંયોજન અને સજાગતા બહુ જ જરૂરી હોય છે. આનો અર્થ છે કે શું તમે બોલને સારી રીતે જોઈ શકો છો ખરા? જો તમે બોલને સારી રીતે જોઈ ના શકતા હો તો યોગ્ય સમયે તમારું બેટ બોલ પર આવી શકતું નથી. આ સ્થિતિમાં તમે કાં તો જલદી બેટ વીંઝી દો છો અથવા થોડું મોડું. એ ઉપરાંત જો તમારી સજાગતા (રિફ્લેક્શન્સ) ધીમી પડી હોય તો તમે સમયસર બેટ ચલાવી શકતા નથી. આ સ્થિતિમાં બોલ પહેલાં નીકળી જાય છે અને બેટ બાદમાં આવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Kapil dev Virat Kohli કપિલ દેવ ક્રિકેટ વિરાટ કોહલી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ