બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / kankaria carnival tomorrow by the chief minister following the guidelines corona

પ્રારંભ / આવતીકાલે અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુલ્લો મુકશે કાંકરિયા કાર્નિવલ 2022, કોરોના ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Kishor

Last Updated: 11:26 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે અમદાવાદના આંગણે કાંકરિયા કાર્નિવલ 2022ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. જેમાં માનવ મહેરામણ ઉમટી પડશે.

  • આવતીકાલે અમદાવાદના આંગણે કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાશે કાંકરિયા કાર્નિવલ
  • કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

કોરોનાને લઈને વિશ્વમાં સ્થિતિ વિકટ બની રહી છે. જેની સામે ગુજરાતમાં પણ કોરોનાની દહેશત વર્તાઈ રહી છે.આવી સ્થિતિ વચ્ચે આવતીકાલે રવિવારે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે.ભવ્ય કાંકરિયા કાર્નિવલ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે આ પ્રસંગે લાખોની મેદની ઉમટી પડવાના હોવાથી તંત્ર દ્વારા ગાઇડલાઇન્સ અમલી બનાવાઈ છે. ત્યારે આ અવસરે આવતા લોકોએ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા જણાવાયું છે. આ ઉપરાંત શહેરીજનોને નિયમોનું પાલન કરાવવા 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવશે.

રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભજન સાહિત્યની રમઝટ બોલાવશે

અમદાવાદના આંગણે 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રાખવામા આવ્યા છે. જેમાં રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો ભજન સાહિત્યની રમઝટ બોલાવશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે લેસર બીમ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બાળકો માટે બાળ નગરી ઉભી કરાઈ

વધુમાં આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા તીસરી આંખ થકી સતત મોનીટરીંગ અને નજર રાખવામાં આવશે. વધુમાં અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે. આ અવસરે 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકશે જે તમામને નિઃશુલ્ક પ્રવેશ આપવામા આવશે. ઉપરાંત નાના બાળકો માટે બાળનગરી 
બનાવાઈ છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ અને વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનના સભ્ય કામગીરી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ