બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut praised javed akhtar for slamming pakistan mumbai attack turkey

પ્રશંસા / 'જય હિંદ સાહેબ, પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યા'..જાવેદ અખ્તરના નિવેદનને કંગનાએ વખાણ્યું, 36 આંકડો ભુસાયો?

Premal

Last Updated: 06:55 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાહોરમાં યોજાયેલ ફેજ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરે પાકિસ્તાનના આતંકવાદીઓને શરણ આપવા માટે ટીકા કરી. ગીતકારના નિવેદનના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થઇ રહ્યાં છે. અભિનેત્રી કંગના રનોતે પણ જાવેદ અખ્તરના વખાણ કર્યા છે.

  • ફેજ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરે પાકિસ્તાનના આતંકવાદીઓને લીધા આડેહાથ
  • પાડોશી દેશને 26-11 મુંબઈ હુમલાની યાદ અપાવતા જાવેદે અરીસો બતાવ્યો
  • આતંકવાદી તમારા દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે: જાવેદ અખ્તર 

જાવેદ અખ્તરે પાકિસ્તાનના આતંકવાદીઓને શરણ આપવા માટે ટીકા કરી

કંગનાએ ટ્વિટ કરી લખ્યું, જય હિન્દ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા... હાહાહા... પાકિસ્તાન વિરુદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે એવુ તીખુ નિવેદન આપ્યું છે, જેની આખા દેશમાં ચર્ચા થઇ રહી છે. પાડોશી દેશને 26-11 મુંબઈ હુમલાની યાદ અપાવતા જાવેદે અરીસો બતાવ્યો. તેમણે કહ્યું, આતંકવાદી તમારા દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. આ નિવેદનને લઇને જાવેદ અખ્તરના ભારતમાં ખૂબ વખાણ થઇ રહ્યાં છે. ગીતકાર વિરુદ્ધ બોલનારી કંગના રનોત પણ તેમના સમર્થનમાં આવી ગઇ છે. જાવેદ અખ્તરના વખાણ કરતા કંગનાએ પોસ્ટ પણ લખી છે. 

કંગનાએ કર્યા જાવેદ અખ્તરના વખાણ 

કંગના રનોતે ટ્વિટ કરી લખ્યું, જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળુ છુ તો લાગતુ હતુ કે કેવીરીતે માં સરસ્વતીજીની તેમની પર આટલી કૃપા છે. પરંતુ જુઓ માણસમાં થોડી હકીકત તો હોય છે ત્યારે તેની સાથે સત્ય હોય છે. જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા.... હાહાહા.. કંગના રનોતે જાવેદ અખ્તરના વખાણ કર્યા તો ઘણા લોકોને આશ્ચર્ય સર્જાયુ. કારણકે જાવેદ અખ્તર અને કંગના રનોત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જે રીતે કંગનાએ જાવેદ અખ્તર સાથે પોતાના વિવાદ અને પહેલાની ભૂલોને ભૂલાવીને તેમના વખાણ કર્યા છે, યુઝર્સે કંગનાના વખાણ કર્યા છે. 

જાવેદે પાકિસ્તાન જઇને શું કહ્યું?

જાવેદ અખ્તરે ફેજ ફેસ્ટિવલમાં કહ્યું, અમે તો નુસરત અને મહેદી હસનના મોટા-મોટા કાર્યક્રમો કર્યા. પરંતુ તમારા દેશમાં તો લતા મંગેશકરનો કોઈ કાર્યક્રમ ના થયો. તો હકીકત એ છે કે આપણે એકબીજા પર આક્ષેપ ના કરીએ, મહત્વની વાત એ છે કે આજકાલ જે ફિજા આટલી ગરમ છે, તે ઓછી હોવી જોઈએ. અમે તો મુંબઈના લોકો છે, અમે તો જોયુ છે અમારા શહેર પર કેવીરીતે હુમલો થયો હતો. તે લોકો નોર્વેથી પણ નહોતા આવ્યાં અને ઈજિપ્તથી પણ નહોતા આવ્યાં. તેઓ હજી પણ તમારા દેશમાં ફરી રહ્યાં છે. તો આ ફરિયાદ દરેક ભારતીયના મગજમાં હોય તો તમારે ખોટુ ના લગાડવુ જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ