બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut came in support of The Kerala Story, saying If you believe that ISIS is not a terrorist organization then you are also a terrorist

મનોરંજન / The Kerala Storyના સમર્થનમાં આવી કંગના રનૌત, બોલી 'એવું માનો છો કે ISIS આતંકવાદી સંગઠન નથી તો તમે પણ આતંકવાદી છો'

Megha

Last Updated: 10:55 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ કેરલા સ્ટોરીને સમર્થન કરતાં કંગના રનૌત બોલી કે, મને લાગે છે કે આ મૂવીમાં ISIS સિવાય બીજું કઈં ખરાબ નથી બતાવવામાં આવ્યું, તમે માનો છો કે ISIS એક આતંકવાદી સંગઠન નથી, તો તમે પણ આતંકવાદી છો'

  • ધ કેરલા સ્ટોરી પર ચાલી રહેલા વિવાદો વચ્ચે કંગનાએ આપ્યું સમર્થન 
  • આ મૂવીમાં ISIS સિવાય બીજું કઈં ખરાબ નથી બતાવવામાં આવ્યું
  • તમે માનો છો કે ISIS એક આતંકવાદી સંગઠન નથી, તો તમે પણ આતંકવાદી છો

કંગના રનૌત હિન્દી સિનેમાની સારી અભિનેત્રીમાંથી એક છે અને તેને એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે કંગનાને પંગા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હંમેશા કોઈને કોઈ સ્ટાર અથવા ડિરેક્ટર સાથે પંગો લેટી રહે છે. હાલમાં જ કંગનાએ કરણ જોહર વિશે ઘણા નિવેદન આપ્યા હતા અને તેમના શબ્દોનું એ યુદ્ધ ઘણા સમાચારની હેડલાઇન્સ બનાવી રહ્યું હતું. એવામાં હાલ કંગના ધ કેરલા સ્ટોરી પર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. ધ કેરલા સ્ટોરી પર ચાલી રહેલા વિવાદો વચ્ચે કંગનાએ હવે નિર્માતાઓને સમર્થન આપ્યું છે. 

ફિલ્મ ધ કેરલા સ્ટોરી પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલ હતી 
જણાવી દઈએ કે ધ કેરલા સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તે વિવાદોમાં ઘેરાયેલું છે. નોંધનીય છે કે તેના ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાંથી ગુમ થયેલી 32,000 છોકરીઓને લવ જેહાદની લાલચ આપીને આતંકવાદી સંગઠન ISISમાં સામેલ કરવામાં આવી હતી. આ આંકડાઓ સામે આવ્યા બાદ કેટલાક નેતાઓએ તેનો જોરદાર વિરોધ કર્યો છે. તે જ સમયે એક મુસ્લિમ સંગઠને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

આ મૂવીમાં ISIS સિવાય બીજું કઈં ખરાબ નથી બતાવવામાં આવ્યું
આ બધા વચ્ચે એક ઇવેન્ટ દરમિયાન કંગના રનૌતને ચાલી રહેલા વિવાદ પર તેના વિચારો વિશે પૂછવામાં આવ્યું હતું. એ સમયે તેને કહ્યું હતું કે 'જુઓ, મેં ફિલ્મ જોઈ નથી પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના ઘણા પ્રયાસો થયા છે. હાઈકોર્ટે કહ્યું છે કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. મને લાગે છે કે આ મૂવીમાં ISIS સિવાય બીજું કઈં ખરાબ નથી બતાવવામાં આવ્યું, બરાબર ને?'

ISIS એક આતંકવાદી સંગઠન છે
કંગનાએ આગળ કહ્યું, 'જો દેશની સૌથી જવાબદાર સંસ્થા આવી વાત કરી રહી છે તો તેઓ સાચા છે. ISIS એક આતંકવાદી સંગઠન છે અને એવું નથી કે માત્ર હું જ તેમને આતંકવાદી કહું છું. આપણા દેશ, ગૃહ મંત્રાલય અને અન્ય દેશોએ પણ તેમને આ જ કહે છે. જો તમને લાગે કે તે આતંકવાદી સંગઠન નથી, તો સ્વાભાવિક છે કે તમે પણ આતંકવાદી છો.'

તો તમે પણ આતંકવાદી છો.. 
કંગનાએ કહ્યું, 'જો તમને લાગે કે આતંકવાદી સંગઠન આતંકવાદી નથી, જ્યારે તેને કાયદાકીય અને નૈતિક રીતે આતંકવાદી જાહેર કરવામાં આવ્યું છે, તો તમે ફિલ્મ કરતાં મોટી સમસ્યા છો. તમારે પહેલા એ વસ્તુ વિશે વિચારવું જોઈએ કે તમે જીવનમાં ક્યાં ઊભા છો?' કંગના રનૌતે એમ પણ કહ્યું કે, 'હું એ લોકો વિશે વાત કરી રહી છું જેઓ વિચારી રહ્યા છે કે આ ફિલ્મ તેમના પર હુમલો કરી રહી છે ISIS પર નહીં. જો તમને લાગે કે તે તમારા પર હુમલો કરી રહી છે તો તમે આતંકવાદી છો. આ હું નથી કહેતી આ બસ ગણિત છે.' 

ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો રિપોર્ટના આધાર પર ધ કેરલા સ્ટોરીએ પહેલા દિવસે 7.50 કરોડનું કલેક્શન કર્યું છે. જોકે આ અર્લી ટ્રેન્ડ્સના આંકડા છે. ઓફિશ્યલ આંકડા તેનાથી વધારે પણ હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ