બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આ દિગ્ગજ બોલરે ક્રિકેટમાંથી કર્યું સંન્યાસનું એલાન, કહ્યું- 'શરીર હવે સાથ નથી આપતું'
Last Updated: 06:05 PM, 27 January 2026
ઓસ્ટ્રેલિયાની ટીમના ફાસ્ટ બોલર કેન રિચર્ડસને ફક્ત 34 વર્ષની ઉંમરમાં પ્રોફેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટનું એલાન કરી દીધુ છે. કેન રિચર્ડસન ટી 20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો છે. 2021માં ઓસ્ટ્રેલિયાએ ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો અને ટીમમાં કેન રિચર્ડસન પણ સામેલ છે. કેન રિચર્ડસને 61 ઇન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયામાં રમ્યો હતો. જેમાં 25 વનડે ઇન્ટરનેશનલ અને 36 ટી 20 ઇન્ટરનેશનલ મેચ સામેલ છે.
ADVERTISEMENT
કેન રિચર્ડસનએ 2008-09ની સીઝનમાં લિસ્ટ એ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ છે અને 2013માં તેણે ઓસ્ટ્રેલિયા માટે પહેલી વખત વનડે ઇન્ટરનેશનલ મેચ રમવાનો મોકો મળ્યો. રિચર્ડસનનો બિગ બેશ લીગ એટલે બીબીએલ કરિયર પણ શાનદાર રહ્યું છે. તે અમુક ગણતરીના ખેલાડીઓમાં સામેલ છે જે ટૂર્નામેન્ટને એક એડિશન રમે છે. તેણે 2017-18માં મલબર્ન રેનેગેડ્સમાં જતા પહેલા એડિલેડ સ્ટ્રાકર્સની સાથે 6 સિઝન રમ્યો. 2025-26 એડિશન તે સિડની સિક્સર્સ માટે રમશે, પરંતુ તેનાથી 8 સિઝન સુધી તેણે મેલબર્ન રેનેગેડ્સ માટે બીબીએલ રમ્યો હતો.
રિચર્ડસનનું નામ 142 ક્રિકેટ બીબીએલમાં છે અને તે આ કોમ્પિટિશનના પાંચમો સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. રિચર્ડસને રિટાયરમેન્ટને લઇને નિવેદન આપ્યુ છે કે, 2009માં ડેબ્યુ કરવાથી લઇ અત્યાર સુધી મને લાગે છે કે પોતાનુ બધુ આપી દીધુ છે અને હવે પોતાનુ જીવનના એટલા મજેદાર કિસ્સાને ખતમ કરવાનો આ સાચો સમય છે. તેણે કહ્યું, ઉંમર તેની ભલે 34 વર્ષ છે પરંતુ તેનુ શરીર તેનો સાથ આપી રહ્યુ નથી. એક ફાસ્ટ બોલર માટે આ ઉંમરમાં બોલિંગ કરવુ અઘરુ છે.
ADVERTISEMENT
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું ખુશનસીબ છું કે મને પોતાના દેશની સાથે દુનિયાભરની અનેક ફ્રેન્ચાઇઝી ટીમો અને ઓસ્ટ્રેલિયામાં પણ રમવાનો મોકો મળ્યો. મારે આ મોકાને હલકામાં નથી લીધુ અને મને આશા છે કે જોનારા લોકો જાણે છે કે જ્યારે હું ડાર્વિનમાં બાળક હતો, ત્યારથી મને ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોયુ હતુ. તેણે પોતાના ચાહકો, વાઇફ - બાળકો તથા સ્પોન્સર્સનો કરિયરમાં સપોર્ટ કરવા બદલ આભાર માન્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.