બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / jyotiraditya scindia shows confidence about india becoming global leader in drones

BIG NEWS / સરકારની મોટી જાહેરાત: ડ્રોન બનાવામાં 2030 સુધીમાં નંબર 1 દેશ હશે ભારત, કેન્દ્રીય મંત્રી સિંધિયાનો દાવો

Pravin

Last Updated: 02:50 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું કે, ભારત 2030 સુધીમાં ડ્રોન બનાવામાં વિશ્વમાં સૌથી અગ્રણી દેશ બની જશે.

  • 2030 સુધીમાં ડ્રોનના ક્ષેત્રમાં પાવરફુલ દેશ બની જશે ભારત
  • રીઝનલ કનેક્ટિવિટી પર સરકારનું ફોક્સ
  • ભારત દુનિયામાં ઝડપથી વધી રહેનારુ નાગરિક ઉડ્ડયન માર્કેટ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું કે, ભારત 2030 સુધીમાં ડ્રોન બનાવામાં વિશ્વમાં સૌથી અગ્રણી દેશ બની જશે. તેમણે કહ્યું છે કે, તેને લઈને પાયાની તૈયારી શરૂ કરી દીધી છે. હૈદરાબાદમાં વિંગ્સ ઈંડિયા 2022માં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા સિંધિયાએ મોટો આકાર, એરપોર્ટ્સ અને નવા રૂટ્સ ઉપરાંત ભારત મેંટેનેંસ, રિપેયર અને ઓવરહોલ, કાર્ગો ફ્લાઈટ અને પ્રશિક્ષણ સંગઠન તથા ડ્રોનના ઈકોસિસ્ટમનો પણ વિસ્તાર કરશે.

 

2030 સુધીમાં ડ્રોનના ક્ષેત્રમાં પાવરફુલ દેશ બની જશે ભારત

તેમણે કહ્યું કે, હું ભારતમાં મોટા આકાર, વિમાન, હવાઈ અડ્ડાના નિર્માણ, નવા માર્ગો અને વિસ્તાર પરિસ્થિતિકી તંત્રમાં વૃદ્ધિ માટે બહુ આશાવાદી છું, પછી ભલે એમઆરઓ, કાર્ગો, એફટીઓ અને ડ્રોન હોય, ડ્રોન સેક્ટરમાં ભારતની કેપિસિટી અને ડેવલપમેંટની સંભાવનાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણનો હવાલો આપતા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, પીએમ કહ્યું છે કે, ભારતમાં વર્ષ 2030 સુધી ડ્રોનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની ક્ષમતા છે. નીતિ, પ્રોત્સાહન અને માગની દ્રષ્ટિના આધાર તથા પાયાને મજબૂત રાખવામાં આવી રહ્યો છે. 

ભારત દુનિયામાં ઝડપથી વધી રહેનારુ નાગરિક ઉડ્ડયન માર્કેટ

સંમેલનના ઉદ્ધાટન સત્ર દરમિયાન સિંધિયાએ કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતું નાગરિક ઉડ્ડયન માર્કેટ છે. તેમણે કહ્યું કે, દેશમાં હવાઈ અડ્ડાની સંખ્યા 2013-14માં 74થી વધીને હવે 140 થઈ ગઈ છે. તેમાં હેલીપોર્ટ અને પાનીની ગુંબદ પણ સામેલ છે. આ ક્ષેત્રમાં સ્પેક્ટ્રમનો વિસ્તાર પણ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, 2024--25 સુધી એરપોર્ટની સંખ્યા 220 સુધી જવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 7 વર્ષ પહેલા દેશમાં 400 વિમાન હતા, અને આ સંખ્યા વધીને હવે 710 થઈ ઘઈ છે. ટાર્ગેટ દર વર્ષે 100થી વદારે વિમાન તૈયાર થાય તેવો છે. 

રીઝનલ કનેક્ટિવિટી પર સરકારનું ફોક્સ

તેમણે કહ્યું કે, લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની જોગવાઈઓ સાથે સરકારનું ફોક્સ રીઝનલ કનેક્ટિવિટી પર છે. ઉડાન યોજના પીએમ મોદીનું વિઝન છે. તેમણએ કહ઼્યું કે, આ યોજના અંતર્ગત 409થી વધારો માર્ગ પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે 1.75 લાખથી વધારે ફ્લાઈટોએ ઉડાન ભરી છે. અને 91 લાખથી વધારે મુસાફરો લાભાન્વિત થયા છે. રીઝનલ એર કનેક્ટિવિટીને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સિંધિયાએ સ્મોલ એરક્રાફ્ટ સબ સ્કીમ શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એરપોર્ટ ઓપરેટર્સ, સ્ટેટ્સ, પોલિસી મેકર્સ, એરલાઈનો અને કેટલાય અન્ય સંબંધિત સ્ટેકહોલ્ડર્સે એક સાથે લાવીને નાના વિમાને સફળ ઓપરેશન માટે એક ઈકોસિસ્ટ્મના નિર્ણામની સુવિધા આપવાનું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ