બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વિશ્વ / justin bieber concert fired after party

આઘાતજનક / જસ્ટિન બીબરના કોન્સર્ટની પાર્ટી બહાર થયો ગોળીબાર, રૈપર કોડક સહિત ગંભીર રીતે 4 થયા ઘાયલ

Pravin

Last Updated: 04:20 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોલિવૂડના પોપ્યુલર સિંગર અને સ્ટાર જસ્ટિન બીબરનો હાલમાં જ અમેરિકાના લોસ એંજલિસમાં એક શાનદાર કોન્સર્ટ થયો હતો. કોન્સર્ટ બાદ પાર્ટી થઈ રહી હતી. આ તમામની વચ્ચે આયોજન સ્થળ પર બહાર ગોળીબાર થયો હતો.

  • લોસ એંજલિસમાં હતો શાનદાર કોન્સર્ટ
  • પાર્ટી દરમિયાન થયો ગોળીબાર
  • ચાર લોકો ગંભીર રીતે થયા ઘાયલ

હોલિવૂડના પોપ્યુલર સિંગર અને સ્ટાર જસ્ટિન બીબરનો હાલમાં જ અમેરિકાના લોસ એંજલિસમાં એક શાનદાર કોન્સર્ટ થયો હતો. કોન્સર્ટ બાદ પાર્ટી થઈ રહી હતી. આ તમામની વચ્ચે આયોજન સ્થળ પર બહાર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. આ પાર્ટીમાં ટોબી મૈગુઈરે જેવા હોલિવૂડ સ્ટાર, જેફ બેજોસ જેવા ઉદ્યોગપતિઓ અને જસ્ટિન બીબર જેવા સંગીતકાર તથા તેની પત્ની હૈલી બાલ્ડવિન જેવી હસ્તીઓ હાજર હતી.

ગોળીબાર થતાં ચાર લોકો ઘાયલ થયાં

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લડાઈ શનિવાર રાતે લામાં દ નાીસ ગાઈ રેસ્ટોરંટમાં થઈ હતી. ગોળી વાગતા ચાર લોકો ઘાયલ થઈ ગયા છે અને આ વ્યક્તિઓની ઉંમર 60,22,20,19 હતી. જો કે, પુરુષોની ઓળખાણ શેર કરવામાં આવી નથી. તેમાંથી એક રૈપર કૌડક બ્લેક હતો. જેવું એક રિપોર્ટમાં જણાવ્યું છે. 

હોસ્પિટલમાં ભરતી કરાવ્યા

પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે, એલર્ટ બાદ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને બે ઘાયલોને જોયા. તેમને જીવલણે ઈજા માટે પેરામેડિકલ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નિવેદનમાં આગળ કહેવાયું છે કે, બે અન્ય પીડિત હતા, જે જાતે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ભરતી ચારેય દર્દીઓની હાલત સ્થિર છે. ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ કાર્યક્રમ સ્થળ પર હાજર લોકો પર હુમલો કરનારાની ઓળખા કરવાનો આગ્રહ કર્યો છે.

કોડક ફોટો ખેંચાવી રહ્યા હતા

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જ્યારે કોડક બ્લેક લોકોના એક ગ્રુપ સાથે ફોટો ખેંચાવી રહ્યા હતા. ત્યાર લડાઈ થઈ ગઈ હતી. લોકો વચ્ચે બચાવ માટે આવતા જોઈ શકાયા. કારણ કે, બ્લેક તે સમયે લડાઈમાં ફસાયેલ હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ