ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ગુરૂના આદેશથી લાઈવ આવવાનું ટાળ્યું' ઈન્દ્રભારતી બાપુનો પર્દાફાશની બડાઈ મારનારી કીર્તિ પાણીમાં બેસી!

વિવાદ / 'ગુરૂના આદેશથી લાઈવ આવવાનું ટાળ્યું' ઈન્દ્રભારતી બાપુનો પર્દાફાશની બડાઈ મારનારી કીર્તિ પાણીમાં બેસી!

Published By: Vidhata Gothi

Last Updated: 11:01 AM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kirti Patel Junagadh Mela Controversy: મૃગીકુંડથી શરૂ થયેલો વિવાદ ક્યાં જઇને અટકશે? કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુનો પુરાવા સાથે પર્દાફાશ કરવાની બડાઈ મારી અને હવે પછી કીર્તિ પટેલે યુ-ટર્ન લઈ લીધો. વીડિયો શેર કરીને લાઇવ રોકવા પોલીસ પીછો કરતી હોવાનો આરોપ લગાવ્યો.

ADVERTISEMENT

Kirti Patel Viral Video: મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલ ફરી એકવાર યુ-ટર્ન લઈને ચકચાર મચાવી રહી છે. ઈન્દ્રભારતી બાપુ વિશે મોટા ખુલાસા અને લાઈવમાં પર્દાફાશ કરવાની ધમકી આપ્યા બાદ કીર્તિ પટેલ અચાનક પાછી હઠી ગઈ છે. હવે નવો વીડિયો વાયરલ કરીને તેણે ગુરુના આદેશથી લાઈવ ટાળવાની વાત કરી છે.

મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલે મંગળવારે સોશિયલ મીડિયા દ્વારા ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવીને જોશમાં આવીને ઇન્દ્રભારતી બાપુનો પર્દાફાશ કરવાની બડાઈ મારી હતી. તેણે ઈન્દ્રભારતી બાપુ અને તેમના ચેલાઓ પર નિશાન સાધીને ગંભીર આરોપ લગાવીને કહ્યું હતું કે રાતે લાઇવ આવીને પુરાવા સાથે તેમનો પર્દાફાશ કરશે. હવે જુનાગઢ વિવાદને લઈને કીર્તિ પટેલનો વધુ એક વીડિયો વાયરલ થયો, જેમાં તેણે ગુરૂના આદેશથી લાઇવ ટાળ્યું હોવાનું કહીને યુ-ટર્ન લઈ લીધો. તેણે વીડિયો શેર કરીને લાઇવ રોકવા પોલીસ પીછો કરતી હોવાનો આરોપ લગાવ્યો.

કીર્તિ પટેલે વાયરલ વિડિયોમાં દાવો કર્યો કે ગુરુનો આદેશ મળ્યો કે લાઈવ ન થવું. કીર્તિ પટેલે વીડિયો પોસ્ટ કરીને કહ્યું - 'આજે જે મેં 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઇવ કરવાની છું, એ લાઇવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે લાઇવ નથી થવાનું. ગુરુનો આદેશ મારા માટે શિરોમણી છે, સારા-સારા સાધુ-સંતોનો આવ્યો કે સનાતન ધર્મને છાંટા ઊડે એવું લાઇવ નથી કરવાનું બેટા, લાઇવ ન કરતી, એટલે હું આ બધાનું માન-સન્માન રાખીને હું વાત જ કરતી જ હતી એટલે મારું લાઇવ રોકવા માટે પોલીસની બે-બે ગાડીઓ મારી પાછળ આવી. વિચારો કે મારી વાતમાં કેટલી સચ્ચાઈ હશે કે આટલા લોકોએ મને રોકવા આવવું પડે છે."

તેણે વીડિયોમાં એવો ઉલ્લેખ પણ કર્યો કે અન્ય સાધુ-સંતોના ફોન પણ આવ્યા કે સનાતન ધર્મને નુકસાન થાય એવું કંઈ ન કરવું. સાથે જ સોશિયલ મીડિયામાં લાઇવ રોકવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ પણ લગાવ્યો અને કહ્યું - 'મારું આ એક લાઇવ રોકવા માટે પોલીસ મારી પાછળ કેમ પડી છે? અત્યારે હાલમાં પણ મારો પીછો કરે છે. હવે તો કઈં પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે. જુઓ પોલીસની કામગીરી તમે એક દીકરીને રોકવા માટે, પોલીસ પાછળ પડી છે.' મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે માત્ર કીર્તિ પટેલને જ નિશાન બનાવ્યાનો આક્ષેપ લગાવ્યો. મૃગીકુંડમાં અન્ય લોકો પણ સ્નાન કરતા હતા હોવાનો કીર્તિ પટેલે દાવો કર્યો. તેણે કહ્યું કે સત્તા દ્વારા તેણે સચ્ચાઈ બહાર લાવવા રોકવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલે ગઈકાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે રાત્રે 9 વાગ્યે લાઈવમાં આવીને ઈન્દ્રભારતી બાપુની "સાચી હકીકત" બહાર લાવશે. તેણે પુરાવા સાથે ઈન્દ્રભારતી બાપુનો પર્દાફાશ કરવાની વાત કરી હતી. મૃગીકુંડ મેળામાંથી ઈન્દ્રભારતી બાપુએ તેને બહાર કાઢાવ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

vtv app promotion

મૃગીકુંડ સ્નાન વિવાદ

જણાવી દઈએ કે જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઘૂસી આવી કીર્તિ પટેલે મહિલા પોલીસ કર્મચારી સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી હતી. કીર્તિ પટેલ ભગવો વેશ ધારણ કરીને શિવરાત્રીમાં મેળામાં પહોંચી હતી અને ગુંડાગીરી કરી હતી. જુનાગઢના મેળામાં રવેડી પૂરી થયા પછી સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા. એ સમયે કીર્તિ પટેલ પણ સાધુઓની વચ્ચે પહોંચી ડૂબકી લગાવતી જોવા મળી હતી. તે 'હર હર મહાદેવ'ના નાદ સાથે સ્નાન કરતા હોવાના દ્રશ્યો સામે આવતા જ વાતાવરણ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર તરત જ સક્રિય બન્યું અને તેને મેળા પરિસરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી હતી. આ ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો.

આ પણ વાંચો: "કોઇની મનમાં ને મનમાં ના રહી જાય...", મૃગીકુંડ સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલના હવાતિયાં!

મેળામાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા મહિલા કર્મચારીઓ સાથે કીર્તિ પટેલે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં મેળામાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પણ કીર્તિ પટેલે ગેરવર્તણૂક કરી હતી. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. તેના ભૂતકાળના કારસ્તાનોને કારણે તે જેલ સુધી પણ જઈ ચૂકી છે. સોશિયલ મીડિયાના ઉપયોગ મારફતે તે સતત વિવાદો ઊભા કરતી આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kirti Patel Viral Video Kirti Patel Junagadh Mela Controversy Mrigikund Snan Controversy

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ