બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / J&K: Police Officers arrested 2 terrorists of lakshkar e taiba who were supplying the weapons to lashkar

વીર જવાનો / J&Kમાં સુરક્ષાકર્મીઓને મળી મોટી સફળતા: લશ્કર-એ-તૈયબાનાં 2 આતંકીઓને જીવતા પકડ્યા, ચેકિંગ દરમિયાન શક ગયો અને..

Vaidehi

Last Updated: 06:38 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ અધિકારીએ જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાનાં 2 આતંકવાદી સહયોગીઓને ઉત્તરી કાશ્મીરમાં બારામૂલાનાં ઉરી વિસ્તારથી પકડી પાડવામાં આવ્યાં છે.

  • પોલીસે ઉરી વિસ્તારમાંથી 2 આતંકીઓની ધરપકડ કરી 
  • લશ્કર-એ-તૈયબાનાં લશ્કરને હથિયારો સપ્લાય કરતાં હતાં 
  • પિસ્તોલ, ગ્રેનેડ સહિત હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં

છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. તેવામાં  જમ્મૂ-કાશ્મીરનાં બારામૂલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકી મોડ્યૂલનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે 2 આતંકીઓની ધરપકડ કરી છે. તેમની પાસે રહેલ હથિયારો અને બોમ્બને પણ જપ્ત કરવામાં આવ્યાં છે. 

2 આતંકી સહયોગીઓની ધરપકડ
પોલીસે આજે એટલે કે શુક્રવારે જાણકારી આપતાં કહ્યું કે લશ્કર-એ-તૈયબાનાં 2 આતંકી સહયોગીઓને ઉત્તરી કાશ્મીરમાં બારામૂલાનાં ઉરી વિસ્તારથી પકડી પાડવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે તેમની પાસેથી 2 પિસ્તોલ અને 5 હેન્ડ ગ્રેનેડ સહિત કેટલીક આપત્તિજનક સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે.

સીમા પાર હથિયારો પહોંચાડવાનું કામ કરતાં હતાં
પોલીસ અનુસાર જૈદ હસન મલ્લા અને મોહમ્મદ આરિફ ચન્ના બારામૂલાનાં નિવાસી છે. તેમણે કહ્યું કે બંને સીમા પાર પાકિસ્તાન સ્થિત પોતાના આકાઓનાં ઈશારા પર હથિયાર અને બોમ્બની તસ્કરી કરતાં હતાં અને આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે આ હથિયાર અને બોમ્બને લશ્કરનાં આતંકવાદીઓ સુધી પહોંચાડવાનું કામ કરતાં હતાં.

પોલીસને જોતાં ભાગ્યા આતંકીઓ
પોલીસે કહ્યું કે ઉરીનાં પરનપીલન પુલમાં નાકાની તપાસ દરમિયાન સંયુક્ત ટીમે 2 સંદિગ્ધ વ્યક્તિઓને જોયા. તેઓ દાચીથી પરનપીલન પુલની તરફ આવી રહ્યાં હતાં અને પોલીસને જોતાં બંને ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ સંયુક્ત ટીમે તેમને પકડી પાડ્યાં.

આ હથિયારો મળી આવ્યાં
પોલીસ અનુસાર આ બંને પાસેથી 2 ગ્લોક પિસ્તોલ, 2 પિસ્તોલ મેગઝીન, 2 પિસ્તોલ સાયલેંસર, 5 ચીન નિર્મિત ગ્રેનેડ અને 28 કારતૂસ જપ્ત કર્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ