ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જિયોએ લોન્ચ કર્યુ ₹10 હજારનું રિચાર્જ, 36 મહિના સુધી મળશે આ સુવિધાઓ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / જિયોએ લોન્ચ કર્યુ ₹10 હજારનું રિચાર્જ, 36 મહિના સુધી મળશે આ સુવિધાઓ

Last Updated: 03:23 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રિલાયન્સ જિયોના ₹10,000ના રિચાર્જ પ્લાનની ચર્ચા થઈ રહી છે, જેમાં 3 વર્ષની વેલિડિટી અને અનેક ડિજિટલ સુવિધાઓ મળવાનો દાવો છે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ, SMS અને મનોરંજનની સુવિધાઓ સામેલ હોવાનું જણાવાયું છે.

1/6

photoStories-logo

1. જિયોએ લોન્ચ કર્યુ ₹10 હજારનું રિચાર્જ

મોબાઈલ રિચાર્જના વધતા ખર્ચ વચ્ચે લાંબી વેલિડિટી ધરાવતા પ્લાન ગ્રાહકો માટે આકર્ષક બની શકે છે. જિયોના આ પ્લાનની કિંમત એકસાથે ₹10,000 છે. તેના બદલામાં 36 મહિના સુધી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે તેવો દાવો કરવામાં આવ્યો છે. પ્લાનમાં રોજના ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMSની સુવિધા ઉપરાંત મનોરંજન તથા ક્લાઉડ સ્ટોરેજના લાભ પણ જણાવાયા છે. જોકે, આટલી મોટી રકમ એકસાથે ખર્ચતા પહેલાં પ્લાનની તમામ શરતો જાણવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનો પ્રથમ 3 વર્ષનો રિચાર્જ પ્લાન

રિલાયન્સ જિયોએ ₹10,000નો 3 વર્ષનો પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં એક જ વખત રિચાર્જ કરાવીને 1,095 દિવસ એટલે કે 3 વર્ષ સુધી મોબાઈલ સેવાઓનો લાભ લઈ શકાશે. આ પ્લાન 7 નવેમ્બર 2026થી દેશભરમાં ઉપલબ્ધ થયો છે. લાંબા સમય સુધી વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગતા ગ્રાહકો માટે આ પ્લાન ઉપયોગી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 36 મહિના માટે ડેટા, કોલિંગ અને SMSની સુવિધા

જિયોના ₹10,000ના પ્લાનમાં ગ્રાહકોને 36 મહિનાની વેલિડિટી મળશે. આ દરમિયાન દરરોજ 2.5GB હાઈસ્પીડ ડેટા આપવામાં આવશે. સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા પણ મળશે. આ ઉપરાંત યોગ્ય 5G મોબાઈલ અને જિયોના 5G નેટવર્કની સુવિધા ધરાવતા વિસ્તારમાં ગ્રાહકો અનલિમિટેડ 5G ડેટાનો લાભ લઈ શકશે. રોજની હાઈસ્પીડ ડેટાની મર્યાદા પૂરી થયા પછી પણ 5Gની સુવિધા પાત્ર ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. JioHotstar, Canva અને ક્લાઉડ સ્ટોરેજનો પણ લાભ

માત્ર મોબાઈલ ડેટા અને કોલિંગ જ નહીં, પરંતુ આ રિચાર્જમાં કેટલીક ડિજિટલ સુવિધાઓ પણ સામેલ છે. ગ્રાહકોને JioHotstar Mobile + Hollywoodનું સબ્સ્ક્રિપ્શન મળશે, જેમાં મનોરંજન અને લાઈવ સ્પોર્ટ્સનો લાભ લઈ શકાશે. આ સાથે 12 મહિના માટે Canva Pro Liteનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. જોકે, Canvaની સુવિધા માત્ર એક વર્ષ માટે જ મળશે. ઉપરાંત, JioAICloud પર 50GB મફત ક્લાઉડ સ્ટોરેજ પણ મળશે, જેમાં ફોટો, દસ્તાવેજો અને અન્ય ફાઈલો સાચવી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. જિયોનું ₹10,000નો રિચાર્જ ક્યાંથી કરાવી શકાશે?

જિયોના આ નવા રિચાર્જ પ્લાનને 7 નવેમ્બરથી ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ગ્રાહકો MyJio એપ, Jio.com, જિયોના સ્ટોર અને અધિકૃત રિટેલ આઉટલેટ્સ પરથી રિચાર્જ કરાવી શકશે. એક જ વખત ₹10,000 ચૂકવીને ત્રણ વર્ષ માટે હાલના પ્લાનના લાભ મેળવી શકાશે. આ પ્લાનનો એક મોટો ફાયદો એ છે કે ત્રણ વર્ષ દરમિયાન ટેરિફમાં વધારો થાય તો પણ ગ્રાહકને હાલના રિચાર્જના લાભ અને કિંમત મળતા રહેશે. જોકે, આ માટે એકસાથે મોટી રકમ ચૂકવવી પડશે અને ત્રણ વર્ષ સુધી જિયો સાથે જોડાયેલા રહેવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ત્રણ વર્ષના રિચાર્જમાં ₹797ની બચત, પરંતુ દરેક માટે યોગ્ય નથી

જિયોના ₹3,599ના વાર્ષિક પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ 5Gની સુવિધા મળે છે. જો ગ્રાહક આ વાર્ષિક પ્લાન સતત ત્રણ વખત કરાવે તો કુલ ₹10,797 ખર્ચ થાય છે. જ્યારે નવા ₹10,000ના પ્લાનમાં ત્રણ વર્ષ માટે ₹797ની બચત થઈ શકે છે. આ રીતે સરેરાશ દર મહિને લગભગ ₹278નો ખર્ચ થાય છે. જોકે, ₹10,000 એકસાથે ચૂકવવા દરેક ગ્રાહક માટે સરળ નથી. જો તમે વારંવાર સિમ બદલતા હો અથવા ત્રણ વર્ષ સુધી જિયોનો ઉપયોગ કરવાની ખાતરી ન હોય તો આ પ્લાન તમારા માટે યોગ્ય ન પણ રહે. તેથી રિચાર્જ કરાવતા પહેલાં પોતાની જરૂરિયાત અને નેટવર્કની સુવિધા ધ્યાનમાં લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Jio Recharge Jio 10000 Plan,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ