બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશમાં નવું, EDની નોટીસ મળતાં બિઝનેસમેને કર્યો આપઘાત, ખૂબ બીક લાગી ગઈ

ઝારખંડ / દેશમાં નવું, EDની નોટીસ મળતાં બિઝનેસમેને કર્યો આપઘાત, ખૂબ બીક લાગી ગઈ

Last Updated: 04:18 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં ખોટું કરનારા સામે ઈડીની કાર્યવાહીથી ડરીને મોતની એક ઘટના સામે આવી છે.

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ખોટું કરનારા નેતાઓ અને બિઝનેસમેન સામે ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. લોકોમાં હવે ઈડીનો ફફડાટ જોવા મળી રહ્યો છે અને ડરના માર્યાં અમુક તો આપઘાત કરી રહ્યાં છે. આવી એક ઘટના બની છે. ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કાર્યવાહી વચ્ચે એક આત્મહત્યાને તપાસ એજન્સીની નોટિસ સાથે જોડવામાં આવી રહી છે. રાંચીમાં એક લેન્ડ બિઝનેસમેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમીન કૌભાંડમાં ઈડી તરફથી નોટિસ મળ્યા બાદ મૃતક તણાવમાં હતો. ગુરુવારે સવારે તેનો મૃતદેહ ફંદાથી લટકતો મળી આવ્યો હતો.

લેન્ડર બિલ્ડરેે ગળેફાંસો ખાધો

આ મામલો રાજધાની રાંચીના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત સિલ્વર ડેલ એપાર્ટમેન્ટનો છે. અહીં કૃષ્ણકાંત નામના જમીન ઉદ્યોગપતિએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ફંદા પર લટક્યા બાદ પરિવારના સભ્યો ઉતાવળમાં વેપારીને ઓર્કિડ હોસ્પિટલ લઇ ગયા હતા. અહીંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી કેસની તપાસ શરૂ કરી હતી.

વધુ વાંચો : VIDEO : દારુ ચઢી જતાં છોકરીઓએ છોકરાઓને પાછા પાડે એવું કામ કર્યું, વીડિયો જોરદાર વાયરલ

જમીન કૌભાંડમાં ઈડીએ મોકલી હતી નોટીસ

કૃષ્ણકાંત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, જમીન કૌભાંડ મામલે ઈડીએ થોડા દિવસ પહેલા કૃષ્ણકાંતને નોટિસ મોકલી હતી. એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યારથી તે તણાવમાં હતા અને તેમને ખબર પડી ગઈ હતી કે તેમની ધરપકડ થશે, તેમને ખૂબ બીક લાગી જતાં આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો અને તે પ્રમાણે ઘેર ગળેફાંસો ખાઈને મરી ગયાં હતા. આત્મહત્યા પાછળ ઈડીની નોટિસ એકમાત્ર કારણ છે કે નહીં. પોલીસે આ કેસની તમામ એંગલથી તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ