બ્રેકિંગ ન્યુઝ
VTV / ચૂંટણી 2019 / jharkhand assembly election phase 1 voting
ADVERTISEMENT
મુખ્ય ચૂંટણી અધિકારી વિનય કુમાર ચૌબેએ શુક્રવારે પત્રકાર પરીષદમાં જણાવ્યું કે પ્રથમ ચરણ માટે 13 બેઠક માટે આજે મતદાન યોજાવાનું છે તેને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ઝારખંડમાં આજે પ્રથમ તબક્કામાં 13 બેઠક પર મતદાન યોજાય રહ્યું છે. જેમાં 3 હજાર 906 મતદાન કેન્દ્રો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં કુલ 37 લાખ 83 હજાર મતદારો મતદાન કરશે. પ્રથમ તબક્કાના મતદાનને લઇને તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જેમાં 71 અર્ધસૈનિક બળની કંપનીઓ તૈનાત કરાઇ છે. 15 હજાર જવાનો સુરક્ષા માટે ખડેપગે રહેશે. જ્યારે હેલિકોપ્ટરથી નેત્ર કેમેરાથી નક્સલ પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યું છે. CRPFની 12 કંપની, BSFની 16 કંપની તૈનાત કરાય છે. ઝારખંડમાં 19 જિલ્લા નક્સલથી પ્રભાવિત છે. જેમાં કુલ 67 વિધાનસભા ક્ષેત્ર નક્સલથી પ્રભાવિત છે.
પાંચ ચરણમાં મતદાન
ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં આ વખતે પાંચ ચરણમાં મતદાન યોજાવાનું છે. પ્રથમ ચરણ માટે આજે મતદાન છે જેમાં 13 બેઠકો માટે મતદાન યોજવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં ઘણો વિસ્તાર નક્સલીઓથી પ્રભાવિત છે.
આજરોજ જે બેઠક પર મતદાન યોજાય રહ્યું છે તેમાં ચતરા, ગુમલા, બિષ્ણુપુર, લોહરદાગા, મનિકા, લાતેહાર, પાંકી, ડાલ્ટનગંજ, બિશ્રામપુર, છતરપુર, હુસેનાબાદ, ગઢવા, ભવનાથપુર સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.