બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Jeetni Daru Pyoge-Utni Gauseva' - This technique will give a bumper benefit to the government in Haryana!

લો બોલો / જેટલી દારૂ પીશો, ગાયના કામ માટે એટલા જ વધારે રૂપિયા જશે! સરકારે તરકીબ લગાવી, આવકમાં થશે બમ્પર ફાયદો

Pravin Joshi

Last Updated: 01:53 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણા સરકારે દારૂ પર 'કાઉ સેસ' લગાવ્યો છે. રાજ્યમાં સરકારે દારૂની દરેક બોટલ પર 5 રૂપિયાનો સેસ લગાવ્યો છે. 9 મેના રોજ હરિયાણાની કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી હતી.

  • હરિયાણામાં પણ દારૂના ભાવમાં વધારો કરવામાં આવ્યો 
  • હરિયાણા સરકારે દારૂ પર 'કાઉ સેસ' લગાવ્યો 
  • રાજ્યમાં સરકારે દારૂની દરેક બોટલ પર રૂ. 5 નો સેસ લગાવ્યો 

દિલ્હીમાં રહેતા દારૂ પીનારાઓને હંમેશા એ વાતનું દુ:ખ રહે છે કે હરિયાણામાં દારૂ સસ્તો અને દિલ્હીમાં મોંઘો મળે છે. પરંતુ હવે હરિયાણામાં પણ દારૂના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હરિયાણા સરકારે દારૂ પર 'કાઉ સેસ' લગાવ્યો છે. રાજ્યમાં સરકારે દારૂની દરેક બોટલ પર 5 રૂપિયાનો સેસ લગાવ્યો છે. 9 મેના રોજ હરિયાણાની કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા.

Tag | VTV Gujarati

400 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક

નવી નીતિ અનુસાર દારૂના વેચાણ પર છૂટક પરમિટ ફી લાદવામાં આવશે. આ ફી દારૂની બોટલ ખરીદતી વખતે ચૂકવવી પડે છે. એક સમાચાર અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ નાણાકીય વર્ષમાં 'કાઉ સેસ' દ્વારા 400 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

cow | Page 3 | VTV Gujarati

રાજ્યભરમાં 650 ગાય આશ્રયસ્થાનો છે

સમાચાર અનુસાર, હરિયાણા ગૌ સેવા આયોગના ઉપાધ્યક્ષ પુરણ યાદવે કહ્યું કે આ ભંડોળનો ઉપયોગ પંચાયતની જમીન પર ગાય આશ્રયસ્થાનો બનાવવા માટે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ગુરુગ્રામમાં 23 સહિત રાજ્યભરમાં 650 ગાય આશ્રયસ્થાનો છે. જેમાં 500,000 જેટલા રખડતા ઢોર રહે છે. અમે ક્ષમતા બમણી કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ જેથી કરીને આખા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા બચાવ કાર્યમાં જોવા મળતા પશુઓ માટે વ્યવસ્થા કરી શકાય. અમે ગૌશાળાઓને ગોબરધન યોજના સાથે જોડીશું, જે અંતર્ગત દરેક જિલ્લામાં બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવશે.

સરકારને દારૂમાંથી 1500 કરોડથી વધુની આવક

હરિયાણામાં સરકારને દારૂમાંથી 1500 કરોડથી વધુની આવક થાય છે. વધુ એક સમાચાર અનુસાર, હરિયાણાને ગત નાણાકીય વર્ષમાં દારૂથી 1508 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આમાંથી મોટા ભાગના ગુરુગ્રામથી આવ્યા હતા. ગુરુગ્રામમાંથી દારૂમાંથી 400 કરોડથી વધુની આવક થઈ હતી.

હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રકારનો નવો સેસ લગાવવામાં આવ્યો હતો

આ પહેલા હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રકારનો નવો સેસ લગાવવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ તેમના રાજ્યમાં પણ 'કાઉ સેસ' લગાવ્યો હતો. હિમાચલમાં 'કાઉ સેસ' રૂ.10 હતો. સીએમ સુખુએ કહ્યું હતું કે તેઓ દારૂ પર આ સેસ લગાવીને સમગ્ર વર્ષ દરમિયાન 100 કરોડની આવકની અપેક્ષા રાખી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ