બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / JD(U)-RJD led 'Mahagathbandhan' (Grand Alliance) in Bihar to take oath at 4pm, tomorrow

રાજકીય / આવતીકાલે 2 વાગ્યે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે, તેજસ્વી યાદવ બનશે ડેપ્યુટી સીએમ

Hiralal

Last Updated: 08:25 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે ચાર વાગ્યે બિહારમાં નીતિશ કુમાર મહાગઠબંધનની સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

  • બિહારમાં આવતીકાલે 4 વાગ્યે મહાગઠબંધનની સરકારની શપથવિધિ 
  • બપોરે 2 વાગ્યે નીતિશ કુમાર સીએમ તરીકે અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના લેશે શપથ  
  • જેડીયુ-આરજેડી સહિત સાત પાર્ટીઓની બનશે સરકાર 

આખરે નીતિશ કુમાર મહાગઠબંધનની સરકારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે તે અંગેની તારીખ જાહેર કરાઈ છે. આવતીકાલે એટલે કે બુધવારના બપોરના 2 વાગ્યે નીતિશ કુમાર સીએમ તરીકે અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. 

સાંજના 4 વાગ્યે મહાગઠબંધન સરકારની શપથવિધિ

મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીની શપથવિધિ બાદ સાંજના 4 વાગ્યે મહાગઠબંધન સરકારની શપથવિધિ યોજાશે. 

જેડીયુ-આરજેડી સહિત 7 પાર્ટીઓની બનશે સરકાર
આવતીકાલે ચાર વાગ્યે નીતિશ કુમાર મહાગઠબંધનના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે જોકે તેઓ 7 પાર્ટીઓના ટેકાથી સરકાર બનાવશે. એટલે કે તેમની સરકારને જેડીયુ સહિત સાત પાર્ટીઓ સપોર્ટ કરશે. 

નીતિશે રાજ્યપાલને 167 ધારાસભ્યોનો સમર્થન પત્ર આપ્યો 
ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપ્યું હતું ત્યાર બાદ તેઓ સીધા રાબડી આવાસમાં જઈને તેજસ્વી યાદવને મળ્યાં હતા અને સરકાર રચવાને લઈને ચર્ચા કરી હતી. ચર્ચા સફળ રહ્યાં બાદ નીતિશ અને તેજસ્વી સીધા રાજભવન પહોંચ્યાં હતા અને રાજ્યપાલ ફાગુ ચોહાણને 167 ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપ્યો હતો. રાજ્યપાલે તેમનું રાજીનામુ સ્વીકારીને તેમને આવતીકાલે સરકારની રચવાનું આમંત્રણ આપ્યું હતું. 

બિહારમાં હવે જેડીયુ-આરજેડી-કોંગ્રેસની મહાગઠબંધન સરકાર
બિહારમાં હવે જેડીયુ-આરજેડી-કોંગ્રેસની મહાગઠબંધન સરકારની રચના થવા જઈ રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમારે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે 160 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર સીધા રાબડીદેવી આવાસ પહોંચ્યાં હતા અને ત્યાં તેઓ લાલુના પરિવારને મળ્યાં હતા. 

2017માં જે બન્યું હતું તે ભૂલી જઈએ-નીતિશે તેજસ્વી યાદવને કહ્યું
બેઠકમાં નીતિશે તેજસ્વી યાદવ સાથે સરકાર રચવાની ચર્ચા કરી હતી. તેમણે તેજસ્વી યાદવને એવું પણ કહ્યું કે આપણે 2017માં જે બન્યું હતું તે ભૂલી જઈને હવે નવેસરથી શરુ કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ