બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jayeshbhai jordaar first review ranveer singh gives lifetime performance

પ્રોડ્યુસરનો દાવો / જયેશભાઈ ખરેખર જોરદાર છે, રણવીર સિંઘનું લાઈફટાઈમ પરફોર્મન્સ, ગુજરાતી ડિરેક્ટર દિવ્યાંગે કરી બતાવી કમાલ

Premal

Last Updated: 05:33 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહે ગયા વર્ષે 1983ના વર્લ્ડ ક્રિકેટ પર બનેલી 83માં તેના પર્ફોમન્સથી બધાને સ્તબ્ધ કરી નાખ્યા હતા. એક વખત ફરીથી તેઓ આવા ધાંસૂ પર્ફોમન્સની સાથે ફિલ્મ જયેશભાઈ જોરદારમાં જોવા મળશે.

  • ફિલ્મ જયેશભાઈ જોરદાર 13મે 2022ના રોજ થશે રીલીઝ
  • આ ફિલ્મમાં રણવીરે તેના જીવનનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું
  • ફિલ્મના પ્રોડ્યુસરનો દાવો, દર્શકોને ફિલ્મ પસંદ આવશે 

ફિલ્મની રીલીઝ પહેલા સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું 

દિવ્યાંગ ઠક્કરની ડાયરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ 13 મે 2022ના રોજ રીલીઝ થશે. આની પહેલા હાલમાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતુ. ફિલ્મના પ્રોડ્યુસરે જણાવ્યું કે ફિલ્મને જોઈને દર્શકોની પ્રતિક્રિયા શુ હશે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ સ્પીચલેસ હતો અને રણવીરે તેના જીવનનુ બેસ્ટ પર્ફોમન્સ આપ્યું છે. મનીષે કહ્યું, સ્ક્રીનિંગ બાદ ઓડિયન્સનુ રિએક્શન જોઈને ખૂબ સારું લાગ્યું. જયેશભાઈ જોરદારથી શું આશા રાખવામાં આવે. આ ફિલ્મનું કોઈ અનુમાન લગાવ્યાં વગર દર્શકો થિયેટરમાં આવ્યાં અને આ જોઈને તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. મને લાગે છે કે મારા માટે આ કહેવુ યોગ્ય રહેશે કે રણવીરે લાઈફટાઈમ સારું પર્ફોમન્સ આપ્યું છે. આ કઈક એવુ છે, જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. કઈક એવુ જે તેમને તેમની સાથે રહેતા લોકોથી અલગ કરે છે. કારણકે ફક્ત તે વ્યક્તિ જયેશભાઈને આ પ્રેમભર્યા અને ભાવપૂર્ણ રીતે જીવંત કરી શકતા હતા. 

અમે એક સ્પેશિયલ ફિલ્મ બનાવી છે: પ્રોડ્યુસર

પ્રોડ્યુસરે વધુમાં કહ્યું, હું જોઈ શકતો હતો કે સ્ક્રિનિંગ બાદ દરેક વ્યક્તિ સ્પીચલેસ હતો. હું લોકોની ભીની આંખોને જોઈ રહ્યો હતો. અમે જે ઓડિયન્સને મેસેજ આપ્યો છે, તેને જોઇને તેની આંખોમાં ખુશીના આંસુ હતા. મેં ઘણા વર્ષોના સ્ક્રિનિંગ બાદ પણ આવુ રિએક્શન જોયુ નથી. અમે એક સ્પેશિયલ ફિલ્મ બનાવી છે અને મને લાગે છે કે લોકોને આ ફિલ્મનુ બધુ સારું લાગશે. ટ્રેલરથી લઇને ફિલ્મ સુધી, જ્યારે આ 13 મેના રોજ રીલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ