બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jawan box office collection film is ready to break pathaans record collected

મનોરંજન / 'જવાન'ની જમાવટ ! શાહરુખનની ફિલ્મે રચ્યો ઈતિહાસ, કમાણી મામલે 1000 કરોડનો આંકડો કર્યો પાર

Hiralal

Last Updated: 04:47 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી ત્યારથી બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડી રહી છે.

  • શાહરુખ ખાનની જવાને રચ્યો ઈતિહાસ
  • દુનિયાભરમાં કમાણી મામલે બની નંબર વન
  • 1000 કરોડનો આંકડો ક્રોસ કર્યો

શાહરુખ ખાનની બ્લોકબ્લસ્ટર જવાન ફિલ્મે એક મોટો ઈતિહાસ રચ્યો છે. 7 સપ્ટેમ્બરે રિલિઝ થયેલી આ ફિલ્મે કમાણી મામલે રેકોર્ડ સર્જ્યો છે. રિલિઝના 18મા દિવસે જવાનની કમાણી દુનિયાભરમાં 1000 કરોડને પાર પહોંચી છે. 

જવાને પઠાણ અને  'KGF ચેપ્ટર 2'નો રેકોર્ડ તોડ્યો 
જવાન પર જવાની ચઢી હોય તેવું લાગી રહ્યું છે. જવાને આ વર્ષે રિલીઝ થયેલી 'પઠાણ' અને સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2'નો રેકોર્ડ તોડ્યો હતો, ત્યારબાદ હવે શાહરૂખ પોતાની જ બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ તોડવાના માર્ગે આગળ વધી ગયો છે.

કમાણીને મામલે ગદર-2 અને બાહુબલીને ઘણી પાછળ છોડી 
શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, ત્યાર બાદ અત્યાર સુધીમાં આ ફિલ્મે ભારતીય બોક્સઓફિસ પર લગભગ 560.83 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે જોકે દુનિયાભરમાં તેનું કલેક્શન 1000 કરોડથી વધુ રહ્યું છે. ફિલ્મે 16મી અને 17મી તારીખની સરખામણીએ 18મા દિવસે વધુ કમાણી કરી હતી. 

જવાન પઠાણનો રેકોર્ડ તોડ્યો 
ભારતીય બોક્સ ઓફિસથી આગળ વધીને, જો આપણે વર્લ્ડવાઈડ કમાણી વિશે વાત કરીએ, તો SRKની 'જવાન' રૂ. 1000 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.  17મા દિવસ સુધી ફિલ્મનું વિશ્વભરમાં કુલ કલેક્શન 979.08 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી દિવસોમાં શાહરૂખ પોતાની જ ફિલ્મ 'જવાન' સાથે તેની જ ફિલ્મ 'પઠાણ'નો 1020 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jawan Box Office Collection jawan collection shahrukh khan જવાન ફિલ્મ કમાણી જવાન બોક્સ ઓફિસ કલેક્શન Jawan Box Office Collection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ