પ્રધાનમંત્રી જનધન યોજનાએ હાલમાં જ 6 વર્ષનો સમય પૂરો કર્યો છે. 2014માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. મળતા આંકડા અનુસાર 19 ઓગસ્ટ સુધી આ યોજના હેઠળ 40.35 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજનાના આધારે દેશના ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રિય બેંકોમાં ખોલી શકાય છે. PMJD અનુસાર ખોલાયેલા ખાતામાં ગ્રાહકોને 11 લાભ મળે છે. જાણો આ યોજનામાં તમને અનેક સુવિધાઓ મળે છે. કઈ રીતે કયા ડોક્યૂમેન્ટ્સ સાથે ખોલી શકાશે એકાઉન્ટ. સાથે ધ્યાન આપનારી વાત એ છે કે આ એકાઉન્ટની સાથે સુવિધાઓનો લાભ તેમને મળશે જેનું ખાતું આધાર સાથે લિંક હશે.
PMJD યોજનાના છે આ 11 ફાયદા
કઈ રીતે ખોલાશે એકાઉન્ટ્સ
જોઈશે આ ડોક્યુમેન્ટ્સ
PMJD ખાતુ ખોલવા જોઈશે આ ડોક્યૂમેન્ટ્સ
આધારકાર્ડ
પાસપોર્ટ
ડ્રાઈવિંગ લાયસન્સ
પાન કાર્ડ
ઈલેક્શન કાર્ડ
NREGA જોબ કાર્ડ
ઓથોરિટીનો લેટર, જેમાં નામ, સરનામું અને આધાર નંબર હોય
ગેઝેટેડ ઓફિસર દ્વારા જાહેર કરાયેલો ફોટો વાળો એટેસ્ટેડ લેટર
નવું ખાતું ખોલવા માટે કરવાનું રહેશે આ કામ
જો તમે નવું જનધન ખાતું ખોલવા ઈચ્છો છો તો તમે નજીકની બેંકમાં જઈને સરળતાથી આ કામ કરી શકો છો. આ માટે બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. તેમાં નામ, ફોનનંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય અને રોજગાર સાથે આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ, ગામનો કોડ અને શહેરનો કોડ જાહેર કરવાનો રહેશે.
જૂના ખાતાથી આ રીતે બનાવો જનધન ખાતુ
તમારું કોઈ જૂનું બેંક એકાઉન્ટ છે તો તેને પણ જનધન ખાતામાં બદલાવવું સરળ છે. તેના માટે તમને બેંક બ્રાન્ચમાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. એક ફોર્મ ભરતાં જ તમારું બેંક એકાઉન્ટ જનધન યોજનામાં ટ્રાન્સફર કરાશે.
આ છે જનધન એકાઉન્ટના ફાયદા
6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા.
2 લાખ રૂપિયા સુધી એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર.
30000 રૂપિયા સુધી લાઈફ કવર જે લાભાર્થીના મોત પર યોગ્યતાની શરતો પૂરી થવા પર મળે છે.
ડિપોઝિટ પર વ્યાજ મળે છે.
ખાતા સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા અપાય છે.
જનધન ખાતુ ખોલનારાને રૂપે ડેબિટ કાર્ડ અપાય છે જેનાથી તેઓ રૂપિયા વિડ્રો કરી શકે છે અથવા ખરીદી પણ કરી શકે છે.
જનધન ખાતાની મદદથી વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવાનું સરળ છે.
જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે ખાતુ ખોલી શકાશે.