બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / jamnagar BMW accident husband death wife injured
ADVERTISEMENT
ગુજરાતમાં હિટ એન્ડ રનની વધતી ઘટનાઓને જોતા લાગી રહ્યું છે કે આવાં બેફામ નબીરાઓ પર તંત્રની કોઇ લગામ જ નથી. કારણ કે હજુ તો અમદાવાદના તથ્ય પટેલની ઘટના શમી નથી ત્યાં તો વધુ એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક BMW કાર ચાલકે બાઇકસવાર દંપતીને હવામાં ફંગોળતા પતિનું મોત નિપજ્યું છે જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ત્યારે આવાં બેફામ કાર ચાલકો પર પોલીસ ક્યારે લગામ લગાવશે?

ADVERTISEMENT
દુર્ઘટનામાં પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત
સમગ્ર ઘટના જણાવીએ કે, જામનગરમાં વધુ એક બેફામ નબીરાએ BMW કારથી દંપતીને ફંગોળતા પતિ દેવરાજ મકવાણાનું મોત નિપજ્યું છે. જ્યારે પત્ની અનિતાબેન મકવાણાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. જોકે માથામાં ગંભીર ઇજાના પગલે પત્નીની સ્થિતિ ગંભીર છે. GJ 10 DN 0007 નંબરની BMW કારના કાર ચાલકે દંપતીને હડફેટમાં લીધા હતા. હાલમાં આ અકસ્માતના પગલે પોલીસે બેફામ કાર ચાલકની અટકાયત પણ કરી લીધી છે. કાર ચલાવનાર બેફામ કાર ચાલકનું નામ છે ગુલમામદ જુમાભાઇ સાટી.
ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બેફામ કારચાલકો અને નબીરાઓનો ત્રાસ વધી રહ્યો છે. રાજ્યમાં આ અઠવાડિયામાં આવી ચાર ઘટનાઓ સામે આવી હતી જેમાં ક્યાંક અકસ્માત તો ક્યાંક રેસ લગાવવાની ઘટનામાં સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં BMW કારચાલકે દંપતિને ફંગોળ્યા હતા જેમાં પતિ-પત્નીમાંથી પતિનુ મોત થયું છે. પત્ની હાલ સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
તો 14 નવેમ્બરે અમદાવાદના ન્યૂ RTO માર્ગ પર અકસ્માતમાં એક કિશોરને ફંગોળવાની ઘટના પણ સામે આવી હતી. અમદાવાદમાં અનેક નિર્દોષોનો ભોગ લેનાર તથ્યકાંડ બાદ પણ અમદાવાદના રસ્તાઓને રેસટ્રેક સમજતાં વધુ એક નબીરાએ દિવાળીના દિવસે કરોડોની કારમાં રેસ લગાવી અકસ્માત કર્યો હતો. અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોડીરાત્રે 2 લક્ઝુરિઅસ કારચાલકોએ રેસ લગાવી 2 કારને અડફેટે લીધી હતી. મર્સિડિઝ કારના ચાલકે બેફામ કાર ચલાવી 2 નિર્દોષ કાર ચાલકોને અડફેટે લેતાં મોટો અકસ્માત થયો હતો. ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર કારચાલક અને યુવતીએ આધેડ સાથે તકરાર કરી હતી. યુવક અને યુવતી નશામાં હતા તેવી સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી હતી. જેમાં આધેડ વયની વ્યક્તિને માર મારવાની ધમકી પણ આપી હતી.
તાજેતરમાં જ 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં
ADVERTISEMENT
અત્રે તાજેતરમાં જ જામનગરના ખંભાળિયા હાઇવે ખાતે એક બેફામ કારચાલકે પદયાત્રીઓને કચડી મારતા 3 પદયાત્રીઓના કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.