બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / jai shree kushwaha fighting 33 years old with mafia atique ahmed

અતીક અહમદ કેસ / પતિ ગાયબ, ભાઈને કરંટથી પતાવી નાંખ્યો, દીકરાને મારી ગોળી...: અતિકના કારણે 33 વર્ષથી દુ:ખમાં જીવતી હતી મહિલા

Priyakant

Last Updated: 02:41 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmad Murder: અતીક અહેમદે જય શ્રી કુશવાહાની સાડા બાર વીઘા જમીન પર બળજબરીથી કબજો જમાવ્યો હતો. જ્યારે જય શ્રીએ તેનો વિરોધ કર્યો તો તેણે તેના પતિને રાતોરાત ગાયબ કરી દીધો

  • માફિયા અતીક અહેમદની હત્યા સાથે યુપીમાં આતંકનો અંત 
  • પ્રયાગરાજમાં અહેમદે જય શ્રી કુશવાહાની જમીન પડાવી લીધી હતી 
  • મહિલાનાં પતિ ગાયબ, ભાઈને કરંટથી પતાવી નાંખ્યો, દીકરાને મારી હતી ગોળી

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે મોડીરાત્રે હત્યા કરી દેવાઈ હતી. આ તરફ હવે એના આતંકની અનેક વાતો સામે આવી રહી છે. એક સમય હતો જ્યારે પ્રયાગરાજમાં અતીક અહેમદનું નામ હતું. તે સમયે અતીક અહેમદે જય શ્રી કુશવાહાની સાડા બાર વીઘા જમીન પર બળજબરીથી કબજો જમાવ્યો હતો. જ્યારે જય શ્રીએ તેનો વિરોધ કર્યો તો તેણે તેના પતિને રાતોરાત ગાયબ કરી દીધો. આ તરફ તેના ભાઈ પ્રહલાદ કુશવાહાનું વીજ કરંટથી મોત થયું હતું. પુત્ર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ઘરમાં ઘૂસીને તેના પરિવારને ઘણી વખત માર મારવામાં આવ્યો હતો. 

જય શ્રી કુશવાહાએ આ પછી પણ હિંમત હારી નહીં. તે 33 વર્ષથી અતીક અહેમદ સામે કાનૂની લડાઈ લડી રહી છે. કદાચ તે આશામાં છે કે એક દિવસ અતીકનો આતંક ખતમ થશે અને તેને ન્યાય મળશે. આખરે શનિવારે અતીક અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જય શ્રીને કાયદેસરનો ન્યાય મળ્યો નથી, પણ માફિયાઓને જમીનદોસ્ત થતા જોઈ તેનું હૃદય ઠંડુ પડી ગયું હશે.

બ્રિજમોહન ઉર્ફે બચા કુશવાહા 15 વર્ષથી ગુમ 
જય શ્રી કુશવાહાના પતિ ગુમ થયાને 15 વર્ષ થઈ ગયા છે. કાયદો કહે છે કે, જો કોઈ વ્યક્તિ 10 વર્ષથી વધુ સમય સુધી ગુમ રહે છે, તો તેને મૃત માનવામાં આવે છે. પ્રયાગરાજના ધુમનગંજ વિસ્તારના   ઝાલવાના રહેવાસી જયશ્રીના પતિ બ્રિજમોહન કુશવાહ પાસે 12 વીઘાથી વધુ જમીન હતી. આના પર ખેતી થતી હતી, જેના કારણે પરિવારનો ઉછેર ચાલતો હતો. પરંતુ એક દિવસ બધું બદલાઈ ગયું. જય શ્રીના પતિ ગાયબ થઈ ગયા અને જમીન અતીકે કબજે કરી લીધી.

સહકારી મંડળીના નામે નોંધાયેલ જમીન
મીડિયા સાથે વાત કરતા જય શ્રી કહે છે કે, એક દિવસ અતીકના નજીકના એકાઉન્ટન્ટ તેમની પાસે આવ્યા અને કહ્યું કે,.તમારી જમીન શિવકોટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નામે નોંધાયેલી છે. અતીકે આમાં બે લોકોને સેક્રેટરી બનાવ્યા અને આ જમીન વેચવાનું શરૂ કર્યું. જય શ્રીએ કહ્યું કે, જ્યારે તેણે વિરોધ કર્યો તો અતીકે તેને અને તેના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું. જમીન પર અતિક્રમણ થતું જોઈને જય શ્રીએ ગ્રામજનોની મદદ માંગી અને પોતાની જમીન પાછી મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો.

30 વર્ષમાં 7 વખત હુમલો કર્યો
જય શ્રીએ જણાવ્યું કે, અતીકે તેને તેની ઓફિસમાં બોલાવી મામલો થાળે પાડવા કહ્યું. પરંતુ તેણે અતીકની ઓફર ફગાવી દીધી હતી. આ પછી અતીકના ગુંડાઓએ ઘણી વખત ઘરમાં ઘૂસી ગયા અને તેની સાથે મારપીટ કરી. તેના સાગરિતોએ તેને ધમકાવવાનું ચાલુ રાખ્યું. આ બધુ થવા છતાં પણ જય શ્રી ડર્યા વિના અતીક સામે લડ્યા. જય શ્રી તેના ભાઈ પ્રહલાદ કુશવાહાના વીજ કરંટથી મૃત્યુ માટે અતિક અહેમદને જવાબદાર માને છે. તેનું કહેવું છે કે, છેલ્લા 30 વર્ષમાં તેના પર 7 વખત હુમલો થયો છે. વર્ષ 2016માં તેના ઘરની સામે જ તેના પુત્ર અને પરિવાર પર હુમલો થયો હતો. આમાં તેમના પુત્રને ગોળી વાગી હતી. પરંતુ પુત્રનો જીવ બચી ગયો હતો.

પ્રથમ વખત નોંધાઈ હતી FIR
જયશ્રીના કહેવા મુજબ તે ઘણા વર્ષોથી કોર્ટ અને પોલીસ સ્ટેશને જતી હતી. પરંતુ અતીક સામે ક્યાંય સુનાવણી થઈ ન હતી. પોલીસ સ્ટેશનમાં FIR પણ લખવામાં આવતી ન હતી. વર્ષ 1991માં તે અતીક સામે પ્રથમ FIR કરાવવામાં સફળ રહી હતી. વર્ષ 2001માં આરોપો પાયાવિહોણા હોવાથી કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો.

BSP સરકારમાં જયશ્રીને મળી હતી મોટી સફળતા
વર્ષ 2007માં જ્યારે રાજ્યમાં બસપા (BSP) ની સરકાર બની ત્યારે જયશ્રીને મોટી સફળતા મળી હતી. જમીનના કાર્બન વેચાણની રસીદ ન મળવાના કારણે સહકારી હાઉસીંગ સોસાયટીનું નામ બદલવાનું રદ કરી જમીન તેમના નામે નોંધવામાં આવી હતી. આ મામલાની તપાસ કરવામાં આવી હતી અને 2005માં તહસીલદારની બનાવટ પ્રકાશમાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ