બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Jagannathan entering to temple after spending night outside

જ્ય જગન્નાથ / VIDEO: મંદિરમાં પ્રવેશ પહેલા જગતના નાથની કેમ ઉતારવામાં આવે છે નજર, રથમાં જ વિતાવી રાત

Khyati

Last Updated: 10:51 AM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નગરચર્યાએ જગન્નાથજી ફરીને આવ્યા બાદ પરંપરાગત વિધિ કરીને ભગવાનની ઉતારવામાં આવી નજર, ત્યારબાદ ગર્ભગૃહમાં કરાયા સ્થાપિત

  • ભગવાન જગન્નાથને આજે મંદિરમાં સ્થાપિત કરાયા
  • ભગવાનની નજર ઉતારી ગર્ભગૃહમાં પ્રવેશ અપાયો
  • રથમાં સવાર ભગવાનની વિધિવત રીતે આરતી કરાઈ

કોરોના કાળ પછી પહેલી એવી રથયાત્રા જે રંગેચંગે ભક્તો સાથે સંપન્ન થઇ.  હજારો ભક્તોના ઘોડાપુર સાથે હર્ષોલ્લાસ પૂર્વક રથયાત્રા પર્વ ઉજવાયો.  આ એવી ક્ષણ હોય છે જેનો લ્હાવો લઇને ખરેખર ધન્યતા અનુભવાય. ભગવાનના દર્શન કરવા તો સૌ કોઇ મંદિરમાં જાય પરંતુ જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવે તો પછી ભક્તોમાં હરખ તો કેટલો હોય ! ત્યારે નગરચર્યાએ જઇને આવેલા ભગવાન જગન્નાથ આખી રાત મંદિર બહાર જ રહીને વિતાવી.  હવે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો.

જગન્નાથજીની નજર ઉતારીને ગર્ભગૃહમાં કરાયો પ્રવેશ

વર્ષમાં એકવાર ભગવાન જ્યારે મંદિરની બહાર નીકળે છે. સાજ શણગાર કરીને ભક્તોને દર્શન આપવા આવે છે ત્યારે સ્વાભાવિક છે ભક્તોની નજર ભગવાનને લાગી જ ગઇ હોય. કારણ કે આ દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે.જેથી  ભગવાન જ્યારે નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે. આજે ભગવાનની નજર ઉતારવામાં આવી અને તે પછી યજમાન દ્વારા મહાઆરતી કરવામાં આવી. આ વિધિ પતાવીને જ ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય રણછોડનો નાદ ગૂંજી ઊઠ્યો હતો. મહત્વનું છે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા કરી રાતે પરત ફર્યા હતાં. ત્રણેય ભગવાનને મંદિરની અંદર નહીં લાવવાની વર્ષોની પરંપરા પ્રમાણે તેમને બહાર જ રાખવામાં આવ્યા હતા. 

 

જગન્નાથજીને મંદિરમાં સ્થાપિત કરાયા

શનિવારે વહેલી સવારથી જ મંદિરની સાફસફાઇ કરવામાં આવી હતી. ત્યારબાદ રથમાં સવાર જગન્નાથજીની આરતી કરવામાં આવી હતી.  પરંપરાગત વિધિ કરીને ભગવાનનો નિજ મંદિરમાં પ્રવેશ કરાયો હતો. વાજતે ગાજતે જગન્નાથજીને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા.  પૂજા કર્યા પછી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરાઈ હતી. આ પ્રસંગે પણ ભક્તોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.  ખૂબ જ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઇ તેનો દિલીપદાસજી મહારાજના  ચહેરા પર પણ હરખ જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ